________________
ત્રેવીસમું પદ : કર્મપ્રકૃતિ ઃ ઉદ્દેશક-૧
(૧૦) સ્પર્શેન્દ્રિયવિજ્ઞાનાવરણ- સ્પર્શનો અનુભવ થવા છતાં તેની વિશેષ પરખ ન હોવી.
સ્પર્શેન્દ્રિયનું આવરણ કોઈ જીવોને હોતું નથી કારણ કે એકેન્દ્રિય જીવોને પણ સ્પર્શેન્દ્રિય હોય જ છે. જ્યાં સુધી ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થઈ ન હોય, ત્યાં સુધી અપર્યાપ્તાવસ્થામાં સ્પર્શેન્દ્રિયનું આવરણ ગણી શકાય છે પરંતુ કોઈ પણ પર્યાપ્તા જીવોને સ્પર્શેન્દ્રિયનું આવરણ નથી, તેથી અહીં સ્પર્શેન્દ્રિયનું આવરણ નહીં પરંતુ સ્પર્શનું સામાન્ય જ્ઞાન ન થવું, તે જ સ્પર્શેન્દ્રિયાવરણ અને સ્પર્શનું વિશેષ જ્ઞાન ન થવું, તે સ્પર્શેન્દ્રિય વિજ્ઞાનાવરણ છે.
૧૧૭
એકેન્દ્રિયોને રસેન્દ્રિયાદિ ચાર ઇન્દ્રિયાવરણ અને ચારે ઇન્દ્રિયવિજ્ઞાનાવરણ પ્રાયઃ બંને હોય છે. વૃત્તિકારે તેનું સ્પષ્ટીકરણ આપ્યું છે. બકુલ આદિ કેટલીક વનસ્પતિ એકેન્દ્રિય હોવા છતાં તે શબ્દાદિ પાંચે વિષયને આંશિક રૂપે ગ્રહણ કરે છે. જેમ ક્યારેક દ્રવ્યમ્રુતના અભાવમાં ભાવ શ્રુત હોય છે, તેમ ક્યારેક દ્રવ્યેન્દ્રિયના અભાવમાં જ્ઞાનાવરણીય કર્મના સયોપશમથી ભારેન્દ્રિય હોય છે.
બેઇન્દ્રિયોને ઘ્રાણાદિ ત્રણ ઇન્દ્રિયોનું, તેઇન્દ્રિયોને ચક્ષુ આદિ બે ઇન્દ્રિયોનું અને ચૌરેન્દ્રિયોને શ્રોત્રેન્દ્રિયનું અને તે તે ઇન્દ્રિયોના વિજ્ઞાનનું આવરણ હોય છે.
જ્ઞાનના પાંચ પ્રકાર છે તે જ રીતે જ્ઞાનાવરણીયકર્મના પણ પાંચ પ્રકાર છે. તેમ છતાં સૂત્રકારે જ્ઞાનાવરણીયકર્મના વિપાકમાં અવધિજ્ઞાન આદિ ત્રણ પ્રત્યક્ષ જ્ઞાનની વિવક્ષા કરી નથી. પ્રસ્તુત પ્રસંગમાં ઇન્દ્રિયજન્ય મતિ અને શ્રુતજ્ઞાનની વિવશા કરીને તેના વિપાકના દશ પ્રકારનું કથન કર્યું છે, પરંતુ અવધિજ્ઞાનાદિની પ્રાપ્તિ ન થવી તે પણ જ્ઞાનાવરણીય કર્મનો જ વિપાક છે, તે જ્ઞાનાવરણીય કર્મનું ફળ છે.
નં વેડ્ પોળાં...ઃ- કોઈ પણ કર્મનું ફળ પુદ્ગલના માધ્યમથી ભોગવી શકાય છે. તથાપ્રકારના પુદ્ગલનો સંયોગ ક્યારેક અન્ય નિમિત્તથી થાય છે અને ક્યારેક સ્વતઃ થાય છે. જેમ કોઈએ ફેંકેલો પત્થર આંખ પર વાગે ત્યારે જોવાની શક્તિ ક્ષીણ થાય છે, ક્યારેક આહારના અજીર્ણ રૂપ પરિણમનથી જીવની જ્ઞાનશક્તિ ક્ષીણ થઈ જાય છે અથવા ક્યારેક જ્ઞાનાવરણીયકર્મના સ્વતઃ ઉદયથી જ જ્ઞાન શક્તિ ક્ષીણ થાય છે.
આ રીતે સ્વતઃ અથવા પરતઃ તથાપ્રકારના પુદ્ગલ અને પુદ્ગલ પરિણામને પ્રાપ્ત કરીને જીવની જ્ઞાનશક્તિ ક્ષીણ થાય છે, ત્યારે જીવની જાણવાની શક્તિ હોવા છતાં જાણી શકતો નથી. કદાચ જાણે છતાં પણ તે વિષયનું વિશેષજ્ઞાન કે સ્મૃતિ-ધારણા કરી શકતો નથી. આ જ્ઞાનાવરણીય કર્મનું ફળ છે, જ્ઞાનાવરણીય કર્મનો પ્રભાવ છે.
દર્શનાવરણીયકર્મનો નવ પ્રકારનો વિપાક :– ચક્ષુ આદિ દર્શનનું આવરણ કરનારું કર્મ દર્શનાવરણીય કર્મ છે. તેનો વિપાક નવ પ્રકારે અનુભવાય છે. પાંચ પ્રકારની નિદ્રા અને ચક્ષુ દર્શનાદિ ચારે પ્રકારના દર્શન પર આવરણ થવું. (૧) નિદ્રા– સુખપૂર્વક જાગે, (૨) નિદ્રા-નિદ્રા– દુઃખપૂર્વક જાગે તે. (૩) પ્રચલા– બેઠા બેઠા કે ઊભા-ઊભા ઊંઘ આવે તે, (૪) પ્રચલા-પ્રચલા– ચાલતાં-ચાલતાં, હરતા ફરતાં ઊંઘ આવે તે, (૫) સ્ત્યાનગૃદ્ધિ– અતિ સક્લિષ્ટ કર્મના ઉદયે ગાઢ નિદ્રામાં સૂતેલી વ્યક્તિ પોતાની શક્તિથી અનેકગુણી વધુ શક્તિ પામીને પ્રાયઃ દિવસે ચિંતવેલા અસાધારણ કાર્યને નિદ્રાવસ્થામાં કરી નાંખે છે.
(૬) ચક્ષુદર્શનાવરણ– નેત્ર દ્વારા થતાં દર્શનનું આવરણ કરનાર કર્મ. (૭) અચસુદર્શનાવરણનેત્ર સિવાય શેષ ચાર ઇન્દ્રિય અને મન દ્વારા થતાં દર્શનનું આવરણ કરનાર કર્મ. (૮) અવધિદર્શનાવરણરૂપી પદાર્થને જોનાર આત્માના અવધિદર્શન ગુણ પર આવરણ કરનાર કર્મ અથવા અવધિજ્ઞાનની સાથે