________________
૧૧૦ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
ઉત્તર- હે ગૌતમ! જીવ દ્વારા બદ્ધ યાવતુ પુદ્ગલ પરિણામને પ્રાપ્ત જ્ઞાનાવરણીયકર્મનો દશ પ્રકારનો વિપાક હોય છે. જેમ કે– (૧) શ્રોત્રાવરણ (૨) શ્રોત્રવિજ્ઞાનાવરણ (૩) નેત્રાવરણ (૪) નેત્રવિજ્ઞાનાવરણ (૫) ઘાણાવરણ (૬) ધ્રાણવિજ્ઞાનાવરણ (૭) રસાવરણ (૮) રસ વિજ્ઞાનાવરણ (૯) સ્પર્શાવરણ (૧૦) સ્પર્શવિજ્ઞાનાવરણ.
જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી જે પુદ્ગલને અથવા પુદ્ગલોને કે પુલ પરિણામને અથવા સ્વભાવથી પુગલોના પરિણામને વેદે છે, તેના ઉદયથી જીવ જાણવા યોગ્ય પદાર્થોને જાણતો નથી, જાણવાની ઇચ્છા હોવા છતાં પણ જાણતો નથી, જાણવા છતાં પણ જાણતો નથી, તે જીવ જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી આચ્છાદિત જ્ઞાનવાળો થાય છે. હે ગૌતમ! આ જ્ઞાનાવરણીયકર્મ સ્વરૂપ છે. હે ગૌતમ! આ જીવ દ્વારા બદ્ધ યાવતુ પુદ્ગલ પરિણામને પ્રાપ્ત જ્ઞાનાવરણીયકર્મનો દશ પ્રકારનો વિપાક હોય છે. १४ दरिसणावरणिज्जस्स णं भंते ! कम्मस्स जीवेणं बद्धस्स जाव पोग्गलपरिणाम पप्प कइविहे अणुभावे पण्णत्ते ?
गोयमा ! दरिसणावरणिज्जस्स णं कम्मस्स जीवेणं बद्धस्स जाव पोग्गलपरिणामं पप्प णवविहे अणुभावे पण्णत्ते, तं जहा- णिहा, णिहाणिद्दा, पयला, पयलापयला, थीणगिद्धी, चक्खुदंसणावरणे, अचक्खुदंसणावरणे, ओहिदसणावरणे, केवलदसणावरणे । जं वेदेइ पोग्गलं वा पोग्गले वा पोग्गलपरिणामं वा वीससा वा पोग्गलाणं परिणाम, तेसिं वा उदएणं पासियव्वं ण पासइ, पासिउकम्मे वि ण पासइ, पासित्ता वि ण पासइ, उच्छण्णदसणी यावि भवइ, दरिसणावरणिज्जस्स कम्मस्स उदएणं । एस णं गोयमा ! दरिसणावरणिज्जे कम्मे । एस णं गोयमा ! दरिसणावरणिज्जस्स कम्मस्स जीवेणं बद्धस्स जाव पोग्गलपरिणाम पप्प णवविहे अणुभावे पण्णत्ते । ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! જીવ દ્વારા બદ્ધ યાવત પુદ્ગલ પરિણામને પ્રાપ્ત થયેલા દર્શનાવરણીય કર્મનો કેટલા પ્રકારનો વિપાક હોય છે?
ઉત્તર- હે ગૌતમ! જીવ દ્વારા બદ્ધ,સ્પષ્ટ યાવત પુલ પરિણામને પ્રાપ્ત દર્શનાવરણીય કર્મનો નવ પ્રકારનો વિપાક કહ્યો છે, તે આ પ્રમાણે છે– (૧) નિદ્રા (૨) નિદ્રા-નિદ્રા (૩) પ્રચલા (૪) પ્રચલા-પ્રચલા (૫) ચાનદ્ધિ (૬) ચક્ષુદર્શનાવરણ (૭) અચક્ષુદર્શનાવરણ (૮) અવધિદર્શનાવરણ અને (૯) કેવળદર્શનાવરણ. જે પુદ્ગલને, પુગલોને, પુલ પરિણામને, પુદ્ગલોના વિસસા(સ્વાભાવિક) પરિણામને વેદે, તે કર્મના ઉદયથી જીવ જોવા યોગ્ય વસ્તુને જોતો નથી, જોવાની ઇચ્છાવાળો હોવા છતાં પણ જોતો નથી, જોયા પછી પણ જતો નથી. તે જીવ દર્શનાવરણીયકર્મના ઉદયથી આચ્છાદિત દર્શનવાળો થઈ જાય છે.
હે ગૌતમ! આ દર્શનાવરણીયકર્મ છે. હે ગૌતમ! આ જીવે બાંધેલા યાવત પુદગલ પરિણામને પ્રાપ્ત દર્શનાવરણ કર્મનો નવ પ્રકારનો વિપાક હોય છે. |१५ सायावेयणिज्जस्स णं भंते ! कम्मस्स जीवेणं बद्धस्स जाव पोग्गलपरिणाम पप्प कइविहे अणुभावे पण्णत्ते ?