________________
| બાવસીયું પદઃ ક્રિયા
[ ૭૯ ]
ક્રિયા હોય છે? ઉત્તર-હે ગૌતમ! પૂર્વોક્ત સૂત્રોની જેમ વૈમાનિક સુધી જાણવું જોઈએ.
આ રીતે (૧) જે જીવને, (૨) જે સમયમાં, (૩) જે દેશમાં અને (૪) જે પ્રદેશમાં કાયિકી ક્રિયા હોય, તે જીવને, તે સમયે, તે દેશમાં અને તે પ્રદેશમાં અધિકરણી ક્રિયા હોય છે. આ રીતે પાંચે ક્રિયા સંબંધિત ચાર-ચાર આલાપકો થાય છે. વિવેચન:
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ ક્રિયાઓના (૧) જીવ (૨) સમય (૩) દેશ અને (૪) પ્રદેશની દષ્ટિએ પરસ્પર સદ્ભાવની વિચારણા છે. (૧) ક્રિયાનો પરસ્પર સહભાવઃ- કોઈ પણ સરાગી જીવો માનસિક, વાચિક કે કાયિક કોઈ પણ પ્રવૃત્તિ કરે, ત્યારે કાયિકી ક્રિયા, તેનું શરીર સ્વયં અધિકરણ હોવાથી અધિકરણી ક્રિયા અને તે સ્વયં સરાગી હોવાથી તેની પ્રવૃત્તિમાં રાગ-દ્વેષનો ભાવ હોય છે, તેથી પ્રાàષિકી ક્રિયા લાગે છે. આ રીતે પ્રથમ ત્રણ ક્રિયાનો પરસ્પર અવિનાભાવ સંબંધ છે. જ્યાં કાયિકી ક્રિયા હોય ત્યાં અધિકરણી કે પ્રાàષિકી ક્રિયા અવશ્ય હોય છે અને જ્યાં અધિકરણી કે પ્રાષિકી ક્રિયા હોય ત્યાં અન્ય બે ક્રિયા હોય છે. એકથી દશ ગુણસ્થાન સુધીના જીવોને આ ત્રણ ક્રિયા હોય છે.
પ્રથમ ત્રણ ક્રિયાનો પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયા સાથે એકાંતિક(નિયમત:) સંબંધ નથી કારણ કે જીવની પ્રવૃત્તિમાં અન્ય જીવને પરિતાપ પહોંચે ત્યારે ચોથી પારિતાપનિકી ક્રિયા અને અન્ય જીવોનો ઘાત થાય ત્યારે પાંચમી પ્રાણાતિપાતિકી ક્રિયા લાગે છે પરંતુ જો અન્ય જીવોને પરિતાપ ન થાય કે જીવોનો ઘાત ન થાય, તો અંતિમ બે ક્રિયા લાગતી નથી.
પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયાનો પ્રથમ ત્રણ ક્રિયા સાથે એકાંતિક(નિયમત:) સંબંધ છે, કારણ કે અન્ય જીવોને પરિતાપ પહોંચાડનારા જીવોને કાયિકી, અધિકરણી અને પ્રાàષિકી ક્રિયા, આ ત્રણ ક્રિયા અવશ્ય હોય છે અને જીવોનો ઘાત કરનારાને પૂર્વની ચાર ક્રિયા અવશ્ય હોય છે.
પારિતાપનિકી ક્રિયાનો પ્રાણાતિપાત ક્રિયા સાથે વૈકલ્પિક(ભજનાથી) સંબંધ છે, જેમ કે કોઈ શિકારીએ મૃગને બાણ માર્યું ક્યારેક તે બાણથી મૃગ તરફડે છે અર્થાત્ તેને પરિતાપ પહોંચે છે તેથી પારિતાપનિકી ક્રિયા લાગે છે પરંતુ મૃગ મર્યું ન હોય તો પ્રાણાતિપાતિકી ક્રિયા લાગતી નથી. જો મૃગ મરે તો જ પ્રાણાતિપાતિકી ક્રિયા લાગે છે, તેથી જ્યારે પારિતાપનિકી ક્રિયા હોય ત્યારે પ્રાણાતિપાતિકી ક્રિયા હોય જ તેવું એકાંતે નથી, પરંતુ પ્રાણાતિપાત ક્રિયા હોય ત્યારે પૂર્વની ચારે ક્રિયા અવશ્ય હોય છે, તેથી પ્રાણાતિપાતિકી ક્રિયાનો પૂર્વની ચારે ક્રિયા સાથે એકાંતિક(નિયમત:) સંબંધ છે. (૨) કિયાનો સમયની અપેક્ષાએ સહભાવ - અહીં સમય શબ્દનો અર્થ વર્તમાનનો એક સુક્ષ્મ સમય નથી પરંતુ વ્યવહાર કાલ(સમય)નું કથન છે. ક્રિયાનો આધાર આત્માના અધ્યવસાય છે તેથી જે સમયે જીવને કાયિકી ક્રિયા લાગે તે જ સમયે તેને અધિકરણી ક્રિયા પણ લાગે છે. સમયની અપેક્ષાએ પણ પૂર્વવત્ પ્રથમ ત્રણ ક્રિયાનો પરસ્પર એકાંતિક(નિયમત:) સંબંધ છે. પ્રથમ ત્રણ ક્રિયાનો અંતિમ બે ક્રિયા સાથે વૈકલ્પિક સંબંધ છે. પારિતાપનિકી ક્રિયાનો પ્રથમ ત્રણ ક્રિયા સાથે એકાંતિક સંબંધ છે અને પ્રાણાતિપાતિકી ક્રિયા સાથે વૈકલ્પિક સંબંધ છે. પ્રાણાતિપાતિકી ક્રિયાનો પ્રથમ ચાર ક્રિયા સાથે એકાંતિક(નિયમતઃ) સંબંધ છે. (૩) કિયાનો દેશની અપેક્ષાએ પરસ્પર સહભાવ :- ક્રિયાના પરસ્પર સહભાવના કથનમાં અંતિમ