________________
ત સેવાનો સત્કાર
શ્રુતાધાર (મુખ્યદાતા) શ્રી પ્રવીણભાઈ ગંભીરદાસ પારેખ, ઘાટકોપર - મુંબઈ.
મુંબઈના મીની સૌરાષ્ટ્ર ગણાતા ઘાટકોપરને અગ્ન સ્થાન અપાવવામાં ધાર્મિક, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર કર્મયોગી, સાહસિક અને મિલનસાર સ્વભાવી શ્રી પ્રવીણભાઈ ગંભીરદાસ પારેખ સાવરકુંડલાના પ્રતિષ્ઠિત અને અગ્રગણીય માતુશ્રી લીલાવંતીબેન, પિતા સ્વ. શ્રી ગંભીરદાસ મુળજી પારેખના આજ્ઞાંકિત સુપુત્ર છે.
તેઓએ વારસાગત મેળવેલા નૈતિક મૂલ્યો અને સંસ્કારથી તથા પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ના પારસટચ અને સત્સાનિધ્યથી શ્રી પ્રવીણભાઈ અને જ્યોત્સનાબેને ફક્ત કમાણીને જ જીવનનું ધ્યેય માની ન લેતા, તન-મન-ધનથી સમાજોપયોગી કાર્યોને હસ્તગત કરવાની નિપુણ કળામાં પારંગતતા મેળવી છે. તેઓ અન્યની ઓળખને ખૂબ જ ટૂંકા સમયમાં પારખવાની કુદરતી સૂઝબૂઝ ધરાવે છે. તેઓશ્રી અનેક સંસ્થઓ સાથે સંકળાયેલા છે, જેમાં મુખ્યત્વે છે, ૧. કાર્યવાહક પ્રમુખ શ્રી કાઠીયાવાડ સ્થા. જૈન સમાજ, ઘાટકોપર. ૨. ટ્રસ્ટી ઘાટકોપર જોલી જીમખાનાત. ૩. ટ્રસ્ટી સાવરકુંડલા દશાશ્રીમાળી જૈન યુવક મંડળ. ૪. મંત્રી ગુરુકુલ એજ્યુકેશન, ઘાટકોપર. ૫. કાર્યવાહક સભ્ય. શ્રી સૌરાષ્ટ્રદશાશ્રીમાળી સેવા સંઘ. ૬. ઉપપ્રમુખ હીંગવાલા ઉપાશ્રય, ઘાટકોપર.
પેટરબાર બિરાજિત ગોંડલ ગચ્છ શિરોમણિ ગુરુદેવ પૂ. શ્રી જયંતમુનિ મ. સા. પ્રેરિત ચક્ષુચિકિત્સાલયના નૂતનીકરણના કાર્યમાં તેઓ પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ની પ્રેરણાથી જોડાઈ ગયા અને અત્યંત ટૂંક સમયમાં તેઓએ સફળતા મેળવી છે.
તેઓ પૂ. ગુરુદેવના જન્મદિને ગુરુભક્તિથી પ્રેરિત થઈ શ્રુતભક્તિ કરી રહ્યા છે. તે માટે ખૂબ ખૂબ ધન્યવાદ.
ગુરપ્રાણ પ્રકાશન
PARASDHAM