SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૨ ] શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨ ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવો જોદેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે તો શું ભવનપતિ વાણવ્યંતર, જ્યોતિષી કે વૈમાનિક દેવોમાંથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! ભવનવાસી દેવોમાંથી પણ ઉત્પન્ન થાય છે યાવત વૈમાનિક દેવોમાંથી પણ ઉત્પન્ન થાય છે. ११५ जइ भवणवासिदेवेहिंतो उववजंति किं असुरकुमारदेवेहिंतो जाव थणियकुमारदेवेहिंतो उववजंति । गोयमा ! असुरकुमारदेवेहितो वि जाव थणियकुमारदेवेहिंतो वि उववज्जति। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવો જો ભવનવાસી દેવોમાંથી ઉત્પન્ન થાય છે, તો શું અસુરકુમાર દેવોમાંથી યાવત અનિતકુમાર દેવોમાંથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! અસુરકુમાર દેવોમાંથી યાવત સ્વનિતકુમાર દેવોમાંથી અર્થાત્ દશે પ્રકારના ભવનવાસી દેવોમાંથી ઉત્પન્ન થાય છે. ११६ जइ वाणमंतरेहिंतो उववज्जति किं पिसाएहिंतो जाव गंधेव्वेहिंतो उववज्जति? गोयमा ! पिसाएहितो वि जावगंधव्वेहितो वि उववति । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવો જો વાણવ્યંતર દેવોમાંથી ઉત્પન્ન થાય છે, તો શું પિશાચોમાંથી યાવતુ ગંધર્વોમાંથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! પિશાચોમાંથી યાવત ગંધર્વ દેવોમાંથી અર્થાતુ બધા પ્રકારના વાણવ્યંતર દેવોમાંથી ઉત્પન્ન થાય છે. ११७ जइ जोइसियदेवेहिंतो उववजंति किं चंदविमाणेहिंतो जाव ताराविमाणेहितो उववज्जति? गोयमा ! चंदविमाणजोइसियदेवेहितो वि जावताराविमाणजोइसियदेवेहितो वि उववज्जंति। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવો જો જ્યોતિષી દેવોમાંથી ઉત્પન્ન થાય છે, તો શું ચંદ્રવિમાનના જ્યોતિષી દેવોમાંથી ઉત્પન્ન થાય છે યાવત તારા વિમાનના જ્યોતિષી દેવોમાંથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! ચંદ્ર વિમાનના જ્યોતિષી દેવોમાંથી પણ ઉત્પન્ન થાય છે વાવ તારા વિમાનમાંથી અર્થાત્ સર્વ પ્રકારના જ્યોતિષીદેવોમાંથી ઉત્પન્ન થાય છે. ११८ जइ वेमाणियदेवेहिंतो उववज्जति किं कप्पोवग-वेमाणियदेवेहिंतो उववजंति, कप्पातीतग-वेमाणियदेवेहिंतो उववज्जंति? गोयमा !कप्पोवग-वेमाणियदेवेहिंतो उववज्जंति, णो कप्पातीयवेमाणिय- देवेहितो उववज्जंति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવો જો વૈમાનિક દેવોમાંથી ઉત્પન્ન થાય છે તો શું કલ્પોપપન વૈમાનિક દેવોમાંથી ઉત્પન્ન થાય છે કે કલ્પાતીત વૈમાનિક દેવોમાંથી ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! કલ્પપપન વૈમાનિક દેવોમાંથી ઉત્પન્ન થાય છે, કલ્પાતીત વૈમાનિકદેવોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. ११९ जइ कप्पोवग-वेमाणियदेवेहिंतो उववज्जति किं सोहम्मेहंतो जाव अच्चुएहितो उववति । गोयमा ! सोहम्मीसाणेहिंतो उववज्जंति, णो सणंकुमार जाव अच्चुएहितो उववति । एवं आउक्काइया वि । एवं तेउवाऊ वि । णवरं देववज्जेहिंतो उववज्जति। वणस्सइकाइया जहा पुढविकाइया ।
SR No.008773
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages580
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy