________________
| ૫૦૮ ]
શ્રી પન્નવણા સત્ર: ભાગ-૨
કરાવે તેને ઉદયપ્રાપ્ત કહે છે. જો ૩વસંતાડું- કર્મોને ઉપશાંત ન કરવા તેના અહીં બે અર્થ છે(૧) કર્મબંધનો સર્વથા અભાવ થયો ન હોય, (૨) નિકાચિત આદિ અવસ્થાથી રહિત ન કર્યા હોય. (૬) ચક્રવર્તી દ્વાર:| ४६ रयणप्पभापुढविणेरइए णं भंते ! अणंतरं उव्वट्टित्ता चक्कवट्टित्तं लभेज्जा ? गोयमा! अत्थेगइए लभेज्जा, अत्थेगइए णो लभेज्जा । से केणतुणं भंते । एवं वुच्चइ ? गोयमा ! जहा रयणप्पभापुढविणेरइयस्स तित्थयरत्ते ।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક નરકમાંથી નીકળીને શું ચક્રવર્તીપદ પ્રાપ્ત કરી શકે છે? ઉત્તર- હે ગૌતમ! કેટલાક જીવો ચક્રવર્તી પદ પ્રાપ્ત કરે છે અને કેટલાક પ્રાપ્ત કરતા નથી.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે કેટલાક જીવો ચક્રવર્તી પદ પામે છે અને કેટલાક જીવો પામતા નથી ? ઉત્તર- હે ગૌતમ ! જેવી રીતે રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોના તીર્થકરપદ પ્રાપ્તિના વિષયમાં કથન કર્યું છે, તે જ રીતે અહીં ચક્રવર્તીપદ પ્રાપ્તિ માટે સમજી લેવું જોઈએ. |४७ सक्करप्पभापुढविणेरइए णं भंते ! अणंतरं उव्वट्टित्ता चक्कवट्टित्तं लभेज्जा? गोयमा णो इणढे समढे । एवं जाव अहेसत्तमापुढविणेरइए । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! શું શર્કરા પ્રભાપૃથ્વીના નૈરયિક નરકમાંથી નીકળીને ચક્રવર્તીપદ પામે છે? ઉત્તર- હે ગૌતમ ! તે શક્ય નથી. આ જ રીતે સાતમી અધઃસપ્તમ પૃથ્વીના નૈરયિક સુધી જાણવું જોઈએ. |४८ तिरियमणुएहितो णं भंते ! अणंतरं उव्वट्टित्ता चक्कवट्टित्तं लभेज्जा ? गोयमा ! णो इणढे समढे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું તિર્યંચયોનિકો અને મનુષ્યો પોત-પોતાના ભવમાંથી નીકળીને મનુષ્યભવ પામીને ચક્રવર્તીપદ પ્રાપ્ત કરે છે? ઉત્તર- હે ગૌતમ! તે શક્ય નથી. | ४९ भवणवइवाणमंतस्जोइसिक्वेमाणिएहितो णं भंते ! अणंतर उव्वट्टित्ता चक्कवट्टित्तं लभेज्जा? गोयमा ! अत्थेगइए लभेज्जा, अत्थेगइए णो लभेज्जा । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! શું ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ પોત-પોતાના ભવમાંથી નીકળીને મનુષ્યભવ પામીને ચક્રવર્તીપદ પામે છે? ઉત્તર- હે ગૌતમ! કેટલાક ચક્રવર્તીપદ પામે છે અને કેટલાક પામતા નથી. વિવેચનઃ
પ્રસ્તુત સાતમાં દ્વારમાં ૨૪ દંડકના જીવોને ચક્રવર્તીપદ પ્રાપ્તિની વિચારણા કરવામાં આવી છે.
પ્રથમ નરકના નારકી તથા ચારે ય પ્રકારના દેવો, પોત-પોતાના ભવમાંથી નીકળીને મનુષ્ય ભવ પામી ચક્રવર્તી પદને પ્રાપ્ત કરે છે. શેષ સ્થાનોથી નીકળીને મનુષ્ય ભવને પ્રાપ્ત કરનારા કોઈપણ જીવો ચક્રવર્તીપદ પામતા નથી.