________________
| અઢાર પદઃ કાયસ્થિતિ
[ ૪૭૩ ]
સ્થિતિ- સંસારીજીવો ત્રસથી સ્થાવરમાં અને સ્થાવરથી ત્રસમાં જન્મ મરણ કરતા જ રહે છે. તેથી સંસારી અભાષકમાં સાદિ સાંતનો જ ભંગ થાય છે અને તેની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પ્રમાણ છે. કોઈ બેઇન્દ્રિયાદિ જીવ એકેન્દ્રિયમાં જન્મ ધારણ કરે, ત્યાં અભાષકપણે અંતર્મુહૂર્તનું આયુષ્ય પૂર્ણ કરીને પુનઃ બેઇન્દ્રિયાદિ માં જન્મ ધારણ કરીને ભાષક બને, તો અભાષકની જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ થાય છે. તે જીવ
જ્યારે અનંતકાલ સુધી વનસ્પતિકાયમાં જ જન્મ-મરણ કરે, તો તે ઉત્કૃષ્ટ અનંતકાલ પર્યત અભાષક રહે છે. નોધઃ- શ્રી પ્રજ્ઞાપના સૂત્રની ઘણી પ્રતોમાં અભાષકના ત્રણ ભેદનો પાઠ છે. યથા– અમાસાવિ जहा- अणाईए वा अपज्जवसिए, अणाईए वा सपज्जवसिए, साईए वा सपज्जवसिए।
આ પાઠમાં બે ભંગ અનાદિના છે પરંતુ પ્રસ્તુત કાયસ્થિતિ પદ પ્રમાણે વનસ્પતિકાલથી વધુ કોઈ એકેન્દ્રિય જીવની પણ કાયસ્થિતિ નથી માટે કોઈ પણ અભાષક જીવમાં અનાદિ અનંતનો ભંગ સંભવિત નથી. તેથી અનાદિના બે ભંગવાળો પાઠ સમીચીન થતો નથી. તેમજ ઉપરોક્ત ત્રણ ભંગવાળા પાઠમાંસિદ્ધ માટે થતો સાદિ અનંતનો ભંગ પણ નથી. પ્રસ્તુત પ્રસંગમાં તેનું કથન આવશ્યક છે. આ રીતે પ્રતોમાં મળતો અભાષકના ત્રણ ભેજવાળો પાઠ સુસંગત ન લાગતાં અભાષકના બે ભેદવાળા પાઠનો પ્રસ્તુતમાં મૌલિક રૂપે સ્વીકાર કર્યો છે અને વૈકલ્પિક મળતાં પાઠની વિચારણા અહીં વિવેચનમાં કરી છે. જીવાભિગમ સૂત્ર અને તેની ટીકામાં પણ અભાષકના બે ભેદનો પાઠ અને વ્યાખ્યા છે. બે ભંગ– સાદિ અનંત અને સાદિ સાંત, યુક્તિ સંગત છે. ભાષક-અભાષક જીવોની કાયસ્થિતિ:જીવ પ્રકાર | જઘન્ય | ઉત્કૃષ્ટ |
કારણ ભાષક | | એક સમય અંતર્મુહૂર્ત |વચન યોગની અપેક્ષાએ અભાષક(સિદ્ધ) | X | સાદિ અનંત |સિદ્ધ ભગવાનની અપેક્ષાએ
| અભાષક(સંસારી) | અંતર્મુહૂર્ત વનસ્પતિકાલ વનસ્પતિકાયિક જીવોની અપેક્ષાએ. (૧૬) પરિત્ત દ્વાર :१०५ परिते णं भंते ! पुच्छा? गोयमा ! परित्ते दुविहे पण्णत्ते, तं जहा- कायपरित्ते य, संसारपरित्ते य । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરિત્ત જીવ કેટલા કાળ સુધી પરિત્તપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ! પરિત્તના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે– (૧) કાયપરિત્ત અને (૨) સંસાર પરિર. १०६ कायपरित्ते णं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुढविकालो-असंखेज्जाओ उस्सप्पिणी-ओसप्पिणीओ कालओ, खेत्तओ असंखेज्जा लोगा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કાયપરિત્ત કેટલા કાળ સુધી કાયપરિત્તપણે રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૃથ્વીકાળ સુધી કાયપરિત્તપણે નિરંતર રહે છે. તે અસંખ્યકાલ, કાલથી અસંખ્યાત ઉત્સર્પિણી- અવસર્પિણીકાલ પ્રમાણ છે અને ક્ષેત્રથી અસંખ્ય લોકખંડના પ્રદેશ પ્રમાણ છે. १०७ संसारपरित्ते णं भंते ! पुच्छा? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अणतं