________________
૪૪૬
વિવેચન :
શ્રી પશવણા સૂત્ર : ભાગ–૨
પ્રસ્તુત સૂત્રોમાં સૂક્ષ્મ-બાદર જીવોની કાયસ્થિતિનું કથન છે.
સૂક્ષ્મ જીવોની કાયસ્થિતિ = (૧) સમુચ્ચય સૂક્ષ્મ જીવો, (૨) સૂક્ષ્મ પૃથ્વીકાય, (૩) સૂક્ષ્મ અપ્કાય, (૪) સૂક્ષ્મ તેઉકાય,(૫) સૂક્ષ્મ વાયુકાય (૬)સૂક્ષ્મ વનસ્પતિકાય (૭) સુક્ષ્મ નિગોદ. આ સાત બોલની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલની છે.
આ સાતે ખોલના જીવોની અપર્યાપ્તા કે પર્યાપ્તામાંથી કોઈ પણ એક અવસ્થાની કાયસ્થિતિ અંતર્મુહૂત છે પરંતુ પર્યાપ્તા અને અપર્યાપ્તા બંને અવસ્થા મળીને અસંખ્યાત કાલ વ્યતીત કરે છે. તે કાલથી અસંખ્યાતા ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ પ્રમાણ અને ક્ષેત્રથી અસંખ્યાતા લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે. સૂક્ષ્મ જીવોની કાસ્થિતિના કાલ પ્રમાણને પુઢવીકાલ(પૃથ્વીકાલ) કહે છે.
પ્રસ્તુત પ્રસંગમાં સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવોની કાયસ્થિતિનું કથન વ્યવહાર રાશિના જીવોની અપેક્ષાએ છે.
જે જીવ અનાદિકાલથી સૂક્ષ્મ નિગોદપણે જ જન્મ-મરણ કરે છે. જે જીવે અન્ય કોઈ પણ ગતિ કે જાતિમાં જન્મ-મરણ કર્યા જ ન હોય તેવા અવ્યવહાર રાશિના જીવોની કાયસ્થિતિની ગણના થતીનથી.
જે જીવ કાલલબ્ધિના યોગે અવ્યવહાર રાશિમાંથી બહાર નીકળીને અન્ય ગતિ કે જાતિમાં જન્મમરણ કરે છે તે વ્યવહાર રાશિના જીવો ભવભ્રમણ કરતાં પુનઃ સૂક્ષ્મ વનસ્પતિમાં જન્મ-મરણ કરે તેની કાલગણના સૂક્ષ્મ વનસ્પતિકાયની કાયસ્થિતિ કહેવાય છે.
સુહુમોિરે વિ... :– અહીં સાત બોલમાં સૂક્ષ્મ વનસ્પતિકાયના કથન પછી સૂક્ષ્મ નિગોદનું પૃથક્ કથન છે. સૂક્ષ્મ વનસ્પતિકાય અનંતકાય(નિગોદ) રૂપ જ છે, તેથી તેમાં સૂક્ષ્મ વનસ્પતિ જીવ અને સૂક્ષ્મ નિર્ગોદ જીવ એવા ભેદ સંભવિત નથી. માટે આ પાઠ વિચારણીય છે.
સમુચ્ચય બાદર જીવોની કાયસ્થિતિ :– જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલની છે. તે અસંખ્યાત કાલ, કાલથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલના સમય પ્રમાણ અને ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગના આકાશપ્રદેશ પ્રમાણ છે.
સુહુમો ય હોદ્દ વગતો તત્તો મુહુમયર હવફ વિત્ત । કાલ સૂક્ષ્મ છે પરંતુ ક્ષેત્ર તેનાથી પણ અત્યંત સૂક્ષ્મ છે તેથી અંગુલના અસંખ્યાતમા ભાગમાં પણ અસંખ્યાતા આકાશ પ્રદેશ છે.
સમુચ્ચય સૂક્ષ્મ જીવોની અને સમુચ્ચય બાદર જીવોની કાયસ્થિતિ અસંખ્યાતકાલ છે. તે બંનેની કાયસ્થિતિ કાલથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ પ્રમાણ છે પરંતુ સૂક્ષ્મ અને બાદર જીવોની કાયસ્થિતિમાં ક્ષેત્રની અપેક્ષાએ તરતમતા છે. સૂક્ષ્મ જીવોની કાયસ્થિતિ અસંખ્યાત લોકના આકાશપ્રદેશ પ્રમાણ છે અને બાદર જીવોની કાયસ્થિતિ અંગુલના અસંખ્યાતમા ભાગના આકાશ પ્રદેશ પ્રમાણ છે. આ રીતે સૂક્ષ્મ અને બાદર જીવોની કાયસ્થિતિને જોતાં સ્પષ્ટ થાય છે કે સૂક્ષ્મ જીવોની કાયસ્થિતિથી બાદર જીવોની કાયસ્થિતિ અલ્પ છે. બાદર જીવોની કાયસ્થિતિના કાલપ્રમાણને બાદરકાલ કહે છે. બાદર જીવોની ઉત્કૃષ્ટ કાયસ્થિતિનું કથન બાદર વનસ્પતિકાધિક જીવોની અપેક્ષાએ છે.
બાદર પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુકાયની, તે દરેકના અપર્યાપ્તા અને પર્યાપ્તાની કાયસ્થિતિ સૂત્રાર્થથી સ્પષ્ટ થાય છે.