________________
| સત્તરમું પદ : વેશ્યાઃ ઉદ્દેશક-૩
| ૪૦૧ ]
ઉત્તર– હે ગૌતમ! બે, ત્રણ અથવા ચાર જ્ઞાન હોય છે. જો બે જ્ઞાન હોય તો મતિ અને શ્રુતજ્ઞાન હોય છે. ત્રણ જ્ઞાન હોય તો મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન અથવા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન હોય છે અને ચાર જ્ઞાન હોય તો મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનમાં હોય છે.
આ જ રીતે નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજલેશ્યા અને પદ્મલેશ્યાવાળા જીવમાં જ્ઞાનની પ્રરૂપણા સમજી લેવી જોઈએ. | २२ सुक्कलेस्से णं भंते ! जीवे कइसु णाणेसु होज्जा ? गोयमा ! दोसु वा तिसु वा चउसु वा एगम्मि वा होज्जा, दोसु होमाणे आभिणिबोहियणाण एवं जहेव कण्हलेस्साणं तहेव भाणियव्वं जाव चउहि, एगम्मि होमाणे एगम्मि केवलणाणे होज्जा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શુક્લલેશ્યાવાળો જીવને કેટલા જ્ઞાન હોય છે? ઉત્તર- હે ગૌતમ! શુક્લલેશી જીવને બે, ત્રણ, ચાર કે એક જ્ઞાન હોય છે. જો બે જ્ઞાન હોય તો મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે, ત્રણ કે ચાર જ્ઞાન હોય તો કૃષ્ણલેશીના કથનનાનુસાર જાણવું અને જો એક જ્ઞાન હોય તો એક કેવળજ્ઞાન હોય છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં છ લેગ્યામાં જ્ઞાનનું પ્રતિપાદન છે.
કોઈ પણ જીવને ઓછામાં ઓછા મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન, આ બે જ્ઞાન હોય છે. જો તે જીવને અવધિજ્ઞાન હોય તો તે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન; આ ત્રણ જ્ઞાન હોય અથવા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન; આ ત્રણ જ્ઞાન હોય છે. આ રીતે ત્રણ જ્ઞાનના બે વિકલ્પો છે.
અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનની પ્રાપ્તિમાં કોઈ ક્રમ નિશ્ચિત નથી અને તેને સંબંધ પણ નથી, તેથી કોઈજીવને અવધિજ્ઞાનની પ્રાપ્તિ વિના પણ મન:પર્યવજ્ઞાન થઈ શકે છે અને કોઈ જીવને અવધિજ્ઞાનની પ્રાપ્તિ પછી પણ મન:પર્યવજ્ઞાન થાય છે.
જો કોઈ જીવને ચાર જ્ઞાન હોય તો મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન હોય છે અને એક જ્ઞાન હોય, તો એક માત્ર કેવળજ્ઞાન હોય છે. કેવળજ્ઞાન પૂર્ણજ્ઞાન હોવાથી તેની પ્રાપ્તિ પછી મતિજ્ઞાન આદિ ચારે જ્ઞાન રહેતા નથી, તેમાં જ સમાવિષ્ટ થઈ જાય છે, વિલીન થઈ જાય છે. પ્રથમ પાંચ લેયામાં જ્ઞાન - કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યામાં એકથી છ ગુણસ્થાન અને તેજોલેશ્યા તથા પાલેશ્યામાં એકથી સાત ગુણસ્થાન હોય છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન ચોથાથી બારમાં ગુણસ્થાન સુધી અને મન:પર્યવજ્ઞાન છટ્ટાથી બારમા ગુણસ્થાન સુધી હોય છે. તેથી આ પાંચ લેશ્યાયુક્ત જીવોને બે જ્ઞાન, ત્રણજ્ઞાન અથવા ચાર જ્ઞાન હોય શકે છે. કૃષ્ણ આદિ ત્રણ લેગ્યામાં મન:પર્યવજ્ઞાન – મન:પર્યવજ્ઞાનની પ્રાપ્તિ અત્યંત વિશુદ્ધ પરિણામી અપ્રમત્ત સંયતીને જ એટલે કે સાતમા ગુણસ્થાનવર્તી જીવને જ થાય છે. તેમ છતાં મન:પર્યવજ્ઞાનની પ્રાપ્તિ પછી તેને છઠ્ઠું પ્રમત્તસંયત ગુણસ્થાન પ્રાપ્ત થઈ શકે છે. છઠ્ઠા ગુણસ્થાનમાં તે જીવને કૃષ્ણાદિ છ એ લેશ્યા હોઈ શકે છે અને તેમાં મન:પર્યવજ્ઞાન રહી શકે છે.