________________
સોળ પદ પ્રયોગ
૩૪૩ |
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં વિહાયોગતિના ભેદોનું વિસ્તૃત વર્ણન છે. વિહાયોગતિઃ - આકાશમાં થનારી ગતિને વિહાયોગતિ કહે છે. તેના સત્તર પ્રકાર છે– (૧) સ્પેશગતિપરમાણુ કે ટ્રિપ્રદેશી આદિ સ્કંધોની અન્ય વસ્તુઓ સાથે સ્પર્શ કરતાં-કરતાં એકથી વધુ સમયની જે ગતિ થાય છે, તે સ્પૃશદ્ગતિ કહેવાય છે. (૨) અસ્પૃશગતિ- પરમાણુ આદિ એક સમયમાં એક લોકાંતથી બીજા લોકાંત સુધી પહોંચે છે, આવી એક સમયની જે ગતિ થાય, તે અસ્પૃશદ્ ગતિ છે. સિદ્ધોની ગતિ પણ અસ્પૃશદુ ગતિ છે. (૩) ઉપસંપધમાનગતિ- કોઈ સ્પષ્ટ હેતુપૂર્વક બીજાનો આશ્રય લઈને થતી ગતિ. જેમ કે મોટા સાર્થવાહનો આશ્રય લઈ અન્ય વ્યાપારીઓનું ગમન કરવું, ગુરુના આશ્રયે શિષ્યનું ગમન કરવું, તે ઉપસંપધમાન ગતિ છે. (૪) અનુપસંપધમાનગતિ- કોઈનો પણ આશ્રય લીધા વગર ગમન કરવું. (૫) પુદ્ગલગતિ-પુગલની ગતિ () મંડૂકગતિ- કૂદતાં-કૂદતાં દેડકાની જેમ ગમન કરવું (૭) નૌકાગતિ- નૌકાદિ દ્વારા મહાનદી આદિમાં ગમન કરવું (૮) નયગતિ– નૈગમાદિ નયો દ્વારા સ્વમતની પુષ્ટિ કરવી અથવા બધા નયો દ્વારા પરસ્પર સાપેક્ષપણે પ્રમાણથી અબાધિત વસ્તુની સ્થાપના કરવી નયગતિ છે. (૯) છાયાગતિ-છાયાનું અનુસરણ કરીને થતી ગતિ. (૧૦) છાયાનુપાતગતિ-છાયા પોતાના નિમિત્તભૂત પુરુષનું અનુસરણ કરીને ગતિ કરે તે છાયાનુપાત ગતિ છે. કારણકે છાયા પુરુષનું અનુસરણ કરે છે, પરંતુ પુરુષ છાયાનું અનુસરણ કરતો નથી. (૧૧) વેશ્યાગતિ-તિર્યંચો અને મનુષ્યોની દ્રવ્ય-ભાવ લેશ્યા પરિવર્તન પામે છે. કૃષ્ણાદિ વેશ્યાના પુગલો, નીલાદિ લેશ્યાના પુગલોને પ્રાપ્ત કરીને, નીલાદિ વર્ણ અને ગંધાદિરૂપે પરિણત થાય છે. વેશ્યાના પુદ્ગલોની તે ગતિ વેશ્યાગતિ છે (૧૨) વેશ્યાનુપાત ગતિ- વેશ્યા અનુસાર જીવની ગતિ થાય, તે વેશ્યાનુપાતગતિ છે. જીવ લેશ્યા દ્રવ્યોનું અનુસરણ કરે છે, લેશ્યા દ્રવ્ય જીવનું અનુસરણ કરતા નથી. જે લશ્યામાં જીવ મૃત્યુ પામે છે, તે જ વેશ્યા સ્થાનમાં જીવ જન્મ ધારણ કરે છે. (૧૩) ઉદિશ્વપ્રવિભક્તગતિ- પ્રવિભક્ત એટલે પ્રતિનિયત-નિશ્ચિત. આચાર્યદિની પાસે ધર્મોપદેશ સાંભળવા કે પ્રશ્ન પૂછવા માટે જે ગમન કરાય છે, તે ઉદ્દિશ્ય પ્રવિભક્ત ગતિ છે. (૧૪) ચતુપુરુષ પ્રવિભક્તગતિ– ચાર પ્રકારના પુરુષોની ચાર પ્રકારની પ્રવિભક્ત-પ્રતિનિયત ગતિ ચતુઃ પુરુષ પ્રવિભક્ત ગતિ કહેવાય છે. ૧. ચાર પુરુષો એક સાથે નીકળ્યા અને એક સાથે પહોંચ્યા ૨. ચાર પુરુષો એક સાથે નીકળ્યા પણ એક સાથે ન પહોંચ્યા ૩.ચાર પુરુષો એક સાથે ન નીકળ્યા પણ એક સાથે પહોંચ્યા.૪.ચાર પુરુષો એક સાથે ન નીકળ્યા અને એક સાથે ન પહોંચ્યા. આ ચાર પ્રકારની ગતિને ચતુઃ પુરુષ પ્રવિભક્તગતિ કહે છે. (૧૫) વકગતિ– ચાર પ્રકારની છે– ૧. ઘનતા– કોઈ પદાર્થને અડી-અડીને ચાલવુંલંગડા પગે ચાલવું) ૨. તંભન– અટકી-અટકીને ચાલવું ૩. શ્લેષણ- શરીરના એક અંગથી બીજા અંગનો સ્પર્શ કરીને ચાલવું ૪. પ્રપતન-પડતાં-પડતાં ચાલવું. આ ચારે પ્રકારની ગતિ અનિષ્ટ અને અપ્રશસ્ત હોવાથી તેને વક્રગતિ કહે છે. (૧૬) પંકગતિ- પંક અર્થાત્ કાદવ, કીચડ; તેમાં ગતિ કરવી. ઉપલક્ષણથી પંક શબ્દથી 'જળ'નું પણ ગ્રહણ કરવું જોઈએ તેથી પંક કે જળમાં પોતાના શરીરને ટેકવીને અથવા અન્ય કોઈની સાથે પોતાના પગ વગેરે બાંધીને તેના બળથી ચાલવું-સ્વીમીંગ રીંગના સહારે નદી કે જળાશયોમાં તરવાની જે ગતિ છે તે પંકગતિ (૧૭) બંધન- વિમોચન ગતિ- આમ્ર આદિ ફળોની પોતાની ડાળી આદિના બંધનથી છુટા પડીને સ્વાભાવિક રીતે નીચે પડવાની ગતિને બંધન-વિમોચન ગતિ કહે છે.