________________
'પંદર પદ: ઇન્દ્રિય ઉદ્દેશક-૨
|
૩૦૫
સમાન જાણવું પરંતુ બદ્ધ ભાવેન્દ્રિય એક-એક છે. પુરસ્કૃત ભાવેન્દ્રિય અસુરકુમારની સમાન પાંચ, છ આદિ છે. તેઉકાય-વાયુકાયનું કથન પૃથ્વીકાયની સમાન છે, પરંતુ પુરસ્કૃત ભાવેન્દ્રિયો છે, સાત, સંખ્યાત, અસંખ્યાત અને અનંત આદિ છે.
બેઇદ્રિય. તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયની ભાવેન્દ્રિયો તેઉકાયની સમાન છે પરંતુ બદ્ધ ભાવેન્દ્રિયો ક્રમશઃ બેઇન્દ્રિયની બે, તે ઇન્દ્રિયની ત્રણ અને ચૌરેન્દ્રિયની ચાર છે. શેષ સર્વ કથન તેઉકાયની સમાન છે અર્થાત્ પુરસ્કૃત ભાવેન્દ્રિયો, તેઉકાયની સમાન છે, સાત, આદિ છે. |७३ पंचेदियतिरिक्खजोणियस्स जावईसाणस्स जहा असुरकुमारस्स णवरं-मणूसस्स पुरेक्खडा कस्सइ अत्थि कस्सइ णत्थि त्ति भाणियव्वं । ભાવાર્થ - પંચંદ્રિય તિર્યંચ યોનિકથી લઈને વાવતુ ઈશાનદેવોની અતીતાદિ ભાવેન્દ્રિયોનું કથન અસુરકુમારોની સમાન કહેવું જોઈએ. વિશેષતા એ છે કે મનુષ્યને પુરસ્કૃત ભાવેન્દ્રિય કોઈને હોય છે અને કોઈને હોતી નથી, તે પ્રમાણે કહેવું જોઈએ. ७४ सणंकुमार जावगेवेज्जगस्स जहा णेरइयस्स । ભાવાર્થ-સનસ્કુમાર દેવલોકથી લઈચૈવેયક સુધીના દેવોની અતીતાદિ ભાવેન્દ્રિયોનું કથન, નૈરયિકોની સમાન કહેવું જોઈએ.
७५ विजयवेजयंतजयंत-अपराजियदेवस्स अतीता अणंता, बद्धेल्लगा पंच, पुरेक्खडा पंच वा दस वा पण्णरस वा संखेज्जा वा ।
सव्वट्ठसिद्धगदेवस्स अतीता अणंता, बद्धेल्लगा पंच । पुरेक्खडा पंच । ભાવાર્થ - વિજય, વૈજયન્ત, જયંત અને અપરાજિત દેવની અતીત ભાવેદ્રિયો અનંત છે, બદ્ધ ભાવેન્દ્રિયો પાંચ છે અને પુરસ્કૃત ભાવેન્દ્રિયો પાંચ, દશ, પંદર કે સંખ્યાત છે.
સર્વાર્થસિદ્ધદેવની અતીત ભાવેન્દ્રિયો અનંત છે, બદ્ધ પાંચ છે અને પુરસ્કૃત ભાવેન્દ્રિયો પાંચ છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના પ્રત્યેક જીવની સૈકાલિક ભાવેન્દ્રિયોનું નિરૂપણ છે.
ભાવેન્દ્રિયો પાંચ છે– શ્રોતેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિહેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય અર્થાતુ જીવને જેટલી ઇન્દ્રિયો છે તેટલી જ ભાવેન્દ્રિયો છે. ભાવેન્દ્રિયનું સંપૂર્ણ કથન દ્રવ્યેન્દ્રિય પ્રમાણે જ છે, પરંતુ જઘન્ય સંખ્યામાં તફાવત થાય છે. દ્રવ્યેન્દ્રિયો આઠ હોય ત્યાં ભાવેન્દ્રિયો પાંચ હોય છે. આ રીતે દરેક સ્થાને જાણવું. ૨૪ દંડકના પ્રત્યેક જીવની ભૂતકાલીન દ્રવ્યજિયો – ૨૪ દંડકના પ્રત્યેક જીવે ભૂતકાળમાં અનંત જન્મ-મરણ કર્યા હોવાથી તેને અનંત ભાવેન્દ્રિયો થઈ છે. ૨૪ દંડકના પ્રત્યેક જીવની વર્તમાનકાલીન ભાવેદ્રિયો - જીવના ભવ અનુસાર તેને બદ્ધ ભાવેન્દ્રિયો હોય છે. નારકી, દેવતા, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોને પાંચ; પૃથ્વી આદિ એકેન્દ્રિય જીવોને એક, બેઇન્દ્રિયને બે, તેઇન્દ્રિયને ત્રણ અને ચૌરેન્દ્રિયને ચાર ભાવેન્દ્રિયો હોય છે.