________________
દેવોમાં જેટલી સ્થિતિ લાંબી છે તેટલા પખવાડીયે શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે ઇત્યાદિ.
આ પદના મુક્તાફલમાં કોણ કેવા પ્રકારે શ્વાસોશ્વાસ લે છે તેનું નિરૂપણ છે. હંસે કહ્યું– વાહ બહેન વાહ ! આપણે હવે કષાયો ઓછા કરીએ, જેથી દુઃખ જ આવે નહીં અને લાંબા દીર્ઘ શ્વાસોશ્વાસ લેશું, તેવા સારા કાર્ય કરવાનો સંયમ પાળશું અને તેમાં રહીને સહજ સ્વરૂપને ભજશું. એમ કહીને આઠમું મુક્તાફલ ખોલ્યું.
આઠમાં મુક્તાફલને ખોલેલું જોઈને બહેન ચેતના બોલ્યા જો ભાઈ આમાં લખ્યું છે આઠમું પદ સંજ્ઞા. તેનો અક્ષરશઃ અર્થ આ પ્રમાણે થાય છે—
સંવેગી બન તો અનુત્તર એવા વીતરાગ ધર્મને પામીશ.
જ્ઞાની પુરુષો કદિ કદાગ્રહી હોતા નથી. એમ જાણ.
સંજ્ઞાનો અર્થ : જીવિષા, જીવિતાશાને પ્રાપ્ત કરવાનું જાણપણું તેનું નામ સંજ્ઞા. અર્થાત્ પ્રાપ્ત થયેલા શરીરને ટકાવવા માટે આહારાદિ લેવાનું જ્ઞાન, તેનું માપ સંજ્ઞા. આ પદમાં સંજ્ઞાનાં સંબંધમાં જ્ઞાની પુરુષોનું ઊંડાણ ભર્યું ચિંતન છે. સંજ્ઞાની પાછળવિભાવભાવ કેટલો કામ કરે છે તે વાત ભેદ-પ્રભેદથી સમજાવી છે અને સંજ્ઞાના દસ ભેદ દર્શાવ્યા છે. ક્રોધ સંજ્ઞા, માન, માયા, લોભ, આહાર, ભય, મૈથુન, પરિગ્રહ ઓધ અને લોક સંજ્ઞા.
મૂળ જ્ઞાનીની સંજ્ઞા તો આત્મ સ્વરૂપના અનુભવને માણવાની હોય છે. પરંતુ સંસારી જીવો પૌદ્ગલિક ભાવોમાં રમતા હોવાથી પ્રાયઃ ઓઘ અને લોક સંજ્ઞામાં બંધાયેલા રહે છે. તે કાર્ય પુરું ન થતાં ક્રોધાદિ સંજ્ઞાનો પરિવાર ઊભો થાય છે.
ન
જ્ઞાની પુરુષોએ ચોવીસ દંડકોના જીવોમાં સંજ્ઞાનું અલ્પબહુત્વ દર્શાવી ચોખ્ખો હિસાબ કરી સરવૈયું કાઢી આપણને કહ્યું કે નારકોમાં ભય સંજ્ઞા ઘણી, તિર્યંચમાં આહાર સંજ્ઞા ઘણી, મનુષ્યમાં મૈથુનસંજ્ઞા ઘણી અને દેવમાં પરિગ્રહ સંજ્ઞા ઘણી હોય છે.
તે સંજ્ઞા ટાળી મનુષ્યના ભવમાં જ સંજ્ઞાતીત થવાય છે. માટે તુ ભાઈ સર્વવિરતિપણામાં સંજ્ઞાતીત થવાનો પુરુષાર્થ કર અને આ મુક્તાફલનો સ્વાદ લે.
બહેનીની વાત સાંભળી ઉત્સુકતા ભરેલા કલહંસે નવમું મુક્તાફલ ખોલ્યું, ચેતના બહેને કહ્યું આ નવમું પદ યોનિ નામનું મુક્તાફલ છે. સંજ્ઞા જીવને ઉત્પન્ન થવાની જગ્યાએ લઈ જાય છે. યોનિનો અક્ષરશઃ અર્થ આ પ્રમાણે છે–
યોગાતીત બન્યા વિના ઉત્પત્તિ ટળતી નથી. !
નિર્મળ ભાવ કર્યા વિના યોગાતીત થવાતું નથી !
જીવ જે જગ્યાએ ઉત્પન્ન થાય ત્યાં ઔદારિક આદિ શરીર બનાવવા માટે પ્રથમ આહાર ગ્રહણ કરે છે, એ ઉત્પત્તિ સ્થાનને યોનિ કહે છે.
તે ઉત્પન્ન થવાની જગ્યા નવ પ્રકારે વર્ણવી છે. જેમ કે– શીત, ઉષ્ણ, શીતોષ્ણ. સંવૃત્ત, વિવૃત્ત અને સંવૃત્ત-વિવૃત્ત. સચિત્ત, અચિત્ત અને મિશ્ર. આ નવ પ્રકારની જગ્યામાંથી
29