________________
| અગિયારમાં પદ: ભાષા
[ ૧૪૧]
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ઊંટ યાવત ઘેટા વગેરે પશુઓ શું એ પ્રમાણે જાણે છે કે આ મારા માતા-પિતા છે? ઉત્તર- હે ગૌતમ! વિશિષ્ટ જ્ઞાનવાળા સંશી જીવો સિવાય તેમ શક્ય નથી. |१८ अह भंते ! उट्टे जाव एलए जाणइ अयं मे अतिराउले, अयं मे अतिराउले ? गोयमा! णो इणटे समढे, णण्णत्थ सण्णिणो । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું ઊંટ થાવ ઘેટા વગેરે એ પ્રમાણે જાણે છે કે આ મારા સ્વામીનું ઘર છે? ઉત્તર-હે ગૌતમ! વિશિષ્ટ જ્ઞાનવાળા સંશી જીવો સિવાય તેમ શક્ય નથી. १९ अह भंते ! उट्टे जावएलए जाणइ अयं मे भट्टिदारए, अयं मे भट्टिदारए ? गोयमा! णो इणढे समढे, णण्णत्थ सण्णिणो । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! શું ઊંટ યાવતુ ઘેટા વગેરે પશુઓ શું એ પ્રમાણે જાણે છે કે આ મારા સ્વામીનો પુત્ર છે? ઉત્તર-હે ગૌતમ ! વિશિષ્ટ જ્ઞાનવાળા સંશી જીવો સિવાય તેમ શક્ય નથી. વિવેચન :
પ્રસ્તૃત સૂત્રોમાં નવજાત બાળકો તથા પશુઓના જ્ઞાન અને સમજણ સંબંધી વિચારણા છે. તેમાં પાંચ સૂત્ર નવજાત કુમાર-કુમારિકાઓથી સંબંધિત છે અને પાંચ સૂત્ર પશુઓથી સંબંધિત છે. મંમરમ9મારિયા:- નવજાત બાળક, નવજાત બાલિકા. મંpમાર: સત્તાનો વાર્તા ચત્તા સુઈ રહેનારા બાળકો અર્થાત્ પડખું ફેરવતા આવડ્યું ન હોય, તેવા નાના જન્મેલા બાળકો. તેમનું જ્ઞાન પરિપક્વ ન હોવાથી તેમને અહીં મંદ કહેવામાં આવ્યા છે.
ભાષાદિ પર્યાપ્તિથી પર્યાપ્તા આ નવજાત બાળકો બોલવાની તથા ખાવા-પીવાદિની ક્રિયા કરે, તે સમયે તેઓ “હું બોલું છું, ખાઉં છું. આ મારા માતા-પિતા છે” વગેરે જાણી શકતા નથી. તેઓ મનપર્યાપ્તિથી પર્યાપ્યા છે પરંતુ તેમનું મનરૂપી સાધન વિકસિત ન હોવાથી તેનો ક્ષયોપશમ મંદ હોય છે, તેથી બોલતા સમયે હું બોલું છું, તેમ તે જાણતા-સમજતા નથી.
તેમાં જે સંજ્ઞી જીવો છે અર્થાત્ અવધિજ્ઞાન, જાતિસ્મરણ જ્ઞાન વગેરે વિશિષ્ટ જ્ઞાનવાળા છે, તેવા નવજાત બાળકો ભાષા બોલતા સમયે હું બોલું છું, આ મારા માતા-પિતા” વગેરે છે, તેમ જાણે-સમજે છે. સામાન્ય રીતે સંજ્ઞી એટલે “મનવાળા જીવો” તેમ અર્થ થાય છે પરંતુ પ્રસ્તુત સૂત્રમાં તે અર્થ સ્વીકાર્ય નથી. કારણ કે નવજાત બાળકો અને સૂત્રોક્ત પશુઓ સર્વે ય મનવાળા-સંજ્ઞી તો હોય જ છે. તેથી અહીં સંજ્ઞી એટલે “સંજ્ઞી જીવોને થતા અવધિ, જાતિસ્મરણ આદિ વિશિષ્ટ જ્ઞાન’ તે પ્રમાણેનો અર્થ સ્વીકાર્ય છે.
મંદકમારાદિની જેમ પશઓમાં અપરિપક્વ મનવાળા ઊંટ, હાથી, બળદ વગેરે બોલવાની ક્રિયા સમયે હું બોલું છું, ખાઉં છું, આ મારા માતા-પિતા કે મારા સ્વામી વગેરે છે, તેમ જાણતા નથી. સૂત્રમાં ઊંટ, બળદ વગેરે નામ આપ્યા છે પણ અહીં બાલ્યવસ્થાવાળા સર્વ પશુઓ ગ્રહણ કરવાના છે. પરિપક્વ પશઓ પોતાના માલિક વગેરેને ઓળખતા હોય, તેવું જોવા મળે છે. તેમજ અવધિ આદિ વિશિષ્ટ જ્ઞાનવાળા બાલ્યાવસ્થાવાળા પશુ પણ પોતાની ભોજનાદિ ક્રિયા, માલિક વગેરેને જાણે છે. એકવચન બહુવચન યુક્ત ભાષા:२० अह भंते ! मणुस्से महिसे आसे हत्थी सीहे वग्घे विगे दीविए अच्छे तरच्छे