________________
બ્રુત સેવાનો સત્કાર
કૃતાધાર (મુખ્યદાતા) શ્રીમતી ફાલ્ગનીબેન પરાગભાઇ શાહ.
માતુશ્રી દમયંતિબેન સુમતિભાઇ શાહ. રામ- લક્ષ્મણ જેવા સોહામણા, લાગણીશીલ, ઉદારતા આદિ ગુણોથી સંપન્ન એવા પરાગભાઇ અને પરેશભાઈ જેવા સુપુત્રો અને પુત્રવધુ ફાલ્ગનીબેન અને સોનલબેનથી પોતાના સંસારની પરિતૃપ્તિ અનુભવતા પિતા શ્રી સુમતિભાઈ અને માતુશ્રી દમયંતિબેનની આનંદની સીમા ન હતી.
પણ કુદરતને તેઓનું આ સુખ મંજૂર ન હોય તેમ યુવાન પુત્ર ભાઇશ્રી પરાગ અને નાનકડી પૌત્રીએ દુનિયામાંથી વિદાય લઇ લીધી. યુવાન પુત્રવધુ ફાલ્ગનીબેન ભયંકર જીવલેણ બિમારીથી ગ્રસ્ત બની ગઇ. તેમના જીવનની આવી હૃદય દ્રાવક ક્ષણોમાં પરિવાર જનોના મન - મગજ શૂન્ય બની ગયા હતાં, તેવા સમયે પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. ની સાધના શક્તિના પોઝીટીવ વાઇબ્રેશન્સનો આ પરિવારને અનુભવ થયો.
ધીરે ધીરે મૃત્યુના મુખમાં ધકેલાઇ રહેલાં ફાલ્ગની બહેને સફળ સુકાની એવા ગુરુદેવના હાથમાં જીવનનૈયા સુપ્રત કરી દીધી. ગુરુદેવે ખૂબ જ સુંદર અને સૂક્ષ્મ સમાજ આપી ભક્તને ભગવાન બનાવ્યા. શક્તિ, ભક્તિ અર્પણ કરી ફાલ્ગની બહેનનો સંસાર પ્રત્યેનો અને પોતાના એકને એક હાલસોયા પુત્ર ચિ. સ્વપ્નીલ પરાગ શાહ પ્રત્યેનો મોહભાવ છોડાવ્યો.
અંતિમ આલોચના સાધના – આરાધના કરાવી તેમના મૃત્યુને સમાધિમરણમાં પરિવર્તિત કરાવ્યું. પરિવારજનોને પોઝીટીવ વાઇબ્રેશથી પરિસ્થિતિનો સ્વીકાર કરવાની તાકાત આપી અને ગુરુભક્તિની અનુભૂતિ કરાવી. “ગુરુ ભક્તિ જીવન તો સુધારે જ છે પણ, મૃત્યુને મહોત્સવ બનાવે છે, આવી સુક્તિને ગુરુદેવે ચરિતાર્થ બનાવી.
ગુરુદેવ પ્રત્યેની શ્રદ્ધા અને સમપર્ણતા આ પરિવારને પ્રેરણા આપતી જ રહી અને પરમ સદ્ભાગ્યે અસીમ ઉપકારી પૂ. ગુરુદેવના ૩૯ મા જન્મદિને ફાળુનીબેનને સમાધિ મરણ અર્પનાર ગુરુચરણે ઉપકારભાવ સમર્પિત કરવા કૃતાધાર બન્યા. તેઓશ્રીની ગુરુભક્તિને અમારા ધન્યવાદ.
ગરપ્રાણ પ્રકાશન
PARASDHAM