________________
[ ૬૮ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૨
શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અઠ્ઠાવીસ પખવાડિયે, ઉત્કૃષ્ટ ઓગણત્રીસ પખવાડિયે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે. २६ उवरिममज्झिमगेवेज्जगा देवा णं भंते ! केवइयकालस्स आणमंति वा जावणीससंति वा? गोयमा ! जहण्णेणं एगूणतीसाए पक्खाणं उक्कोसेणं तीसाए पक्खाणं आणमंति वा जावणीससंति वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ઉપરિતન-મધ્યમ ગ્રેવેયક વિમાનના દેવો કેટલા કાળે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય ઓગણત્રીસ પખવાડિયે અને ઉત્કૃષ્ટ ત્રીસ પખવાડિયે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે. २७ उवरिमउवरिमगेवेज्जगदेवा णं भते ! केवइयकालस्स आणमंति वा जावणीससंति वा? गोयमा ! जहण्णेणं तीसाए पक्खाणं उक्कोसेणं एक्कतीसाए पक्खाणं आणमंति वा जावणीससंति वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઉપરિતન-ઉપરિતન ગ્રેવેયક વિમાનના દેવો કેટલા કાળે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય ત્રીસ પખવાડિયે ઉત્કૃષ્ટ એકત્રીસ પખવાડિયે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે. २८ विजयवेजयंतजयंता-अपराजितविमाणेसुणं भंते !देवा केवइयकालस्स आणमंति वा जावणीससंति वा? गोयमा ! जहण्णेणं एक्कतीसाए पक्खाणं उक्कोसेणं तेत्तीसाए पक्खाणं आणमंति वा जावणीससंति वा । ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવનું ! વિજય, વેજયન્ત, જયંત અને અપરાજિત વિમાનવાસી દેવો કેટલા કાળે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એકત્રીસ પખવાડિયે અને ઉત્કૃષ્ટ તેત્રીસ પખવાડિયે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે.
२९ सव्वट्ठसिद्धगदेवा णं भंते ! केवइयकालस्स आणमंति वा जावणीससंति वा ? गोयमा ! अजहण्णमणुक्कोसेणं तेत्तीसाए पक्खाणं आणमंति वा जावणीससंति। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો કેટલા કાળે અંતર્બાહ્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે? ઉત્તર- હે ગૌતમ ! અજઘન્ય-અનુત્કૃષ્ટ(જઘન્ય અને ઉત્કૃષ્ટના ભેદથી રહિત) તેત્રીસ પખવાડિયે અંતર્બાહા શ્વાસોશ્વાસની પ્રક્રિયા પૂર્ણ કરે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોની શ્વાસોચ્છવાસની ક્રિયાનું કથન છે.
દેવોમાં વ્યંતર દેવોથી જ્યોતિષી દેવો, જ્યોતિષી દેવોથી વૈમાનિક દેવો વિશેષ સુખી અને દીર્ઘ સ્થિતિવાળા છે. વૈમાનિક દેવોમાં પણ ઉપર-ઉપરના દેવલોકના દેવો ક્રમશઃ વિશેષ સુખી છે. તેથી શ્વાસોચ્છવાસની ક્રિયાનું કાલમાન ક્રમશઃ વધતું જાય છે. તેની શ્વાસોચ્છવાસની ક્રિયા અત્યંત મંદ, મંદતર, મંદતમ થતી જાય છે. શેષ કથન ભાવાર્થથી સ્પષ્ટ છે.