________________
પ્રથમ પદ:પ્રજ્ઞાપના
.
[ ૧૧ ]
ત્રિકોણ-સીંઘોડાના સંસ્થાન રૂપે પરિણત (૪) ચતુરસ-ચોરસ સંસ્થાનરૂપે પરિણત અને (૫) આયતલાંબા-લાકડીના સંસ્થાન રૂપે પરિણત. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં રૂપી અજીવના ભેદ-પ્રભેદોનું કથન છે. રૂપી અજીવ :- જેમાં રૂપ હોય તેને રૂપી કહે છે. રૂ૫ એટલે વર્ણ. પુદ્ગલ દ્રવ્યમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શગુણનું સાહચર્ય છે; તેથી રૂપના કથનથી શેષ ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનનું પણ ગ્રહણ થાય છે. સંક્ષેપમાં જેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય તેને રૂપી કહે છે. અજીવ દ્રવ્યોમાં એક પુલાસ્તિકાય જ રૂપી છે. પગલાસ્તિકાયના મુખ્ય ચાર ભેદ છે. સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ. ધંધા- જે યુગલ અન્ય પુગલોના મળવાથી પુષ્ટ થાય, પુગલો છૂટા પડવાથી ઘટી જાય તેને સ્કંધ કહે છે. તેના અનંત પ્રકાર છે. બે પરમાણુ ભેગા થવાથી દ્વિપ્રદેશી અંધ બને છે. તે જ રીતે અનંત પરમાણુ ભેગા થવાથી અનંત પ્રદેશી અંધ બને છે. તે અનંત પ્રદેશ સ્કંધમાંથી કેટલાક પરમાણુઓ છૂટા પડી જાય તો તે નાનો સ્કંધ બની જાય છે અને અન્ય પરમાણુઓ ભેગા થાય તો તે મોટો સ્કંધ બની જાય છે. આ રીતે તેમાં વધઘટ થયા કરે છે. ઉપલા- સ્કંધ સાથે જોડાયેલા સ્કંધના જ બુદ્ધિ કલ્પિત એક વિભાગને સ્કંધદેશ કહે છે. સ્કંધના અનંત પ્રકાર હોવાથી સ્કંધદેશના પણ અનંત પ્રકાર છે. પપપલા- સ્કંધ સાથે જોડાયેલા સ્કંધના જ અવિભાજ્ય અંશને સ્કંધ પ્રદેશ કહે છે. તેના પણ અનંત પ્રકાર છે. પરમાણુ પોતાના– સ્કંધથી છૂટા પડેલા અવિભાજ્ય અંશને પરમાણુ પુદ્ગલ કહે છે. ધર્માસ્તિકાય આદિ ત્રણે અરૂપી અજીવ દ્રવ્યો અખંડ હોવાથી તેના ખંડ છૂટા પડતા નથી તેથી તેમાં પરમાણુ પુદ્ગલ રૂ૫ ચોથો ભેદ નથી. પુદ્ગલ દ્રવ્યમાં સંઘટન અને વિઘટન થતું હોવાથી તેમાં પરમાણુ રૂપ ભેદ થાય છે.
સ્કંધાદિને લાડવાના માધ્યમે સમજાવવામાં આવે છે (૧) અનેક બંદીઓના દાણા જોડાય ત્યારે તે લાડવો કહેવાય છે. તેમ સંખ્યાત-અસંખ્યાત કે અનંત પરમાણુઓ ભેગા મળે ત્યારે તે અંધ કહેવાય છે. (૨) લાડવામાં પા, અધું, પોણો વગેરે વિભાગ બુદ્ધિથી કલ્પવામાં આવે તેમ સ્કંધના બુદ્ધિ કલ્પિત વિભાગો દેશ કહેવાય છે. (૩) લાડવામાં જોડાયેલા બુંદીના એક-એક દાણાની જેમ સ્કંધ સાથે જોડાયેલા તેના પ્રત્યેક નિર્વિભાગ અંશ(જેનો હવે વિભાગ થઈ જ ન શકે તેવા અંશ)ને પ્રદેશ કહે છે. (૪) લાડવાથી છૂટા પડી ગયેલા બુંદીના દાણાની જેમ સ્કંધનો પ્રદેશ(નિર્વિભાગ અંશ) સ્કંધથી છૂટો પડી જાય ત્યારે તે પરમાણુ કહેવાય છે.
સ્કંધ, દેશ અને પ્રદેશ; તે ત્રણે ભેદ સ્કંધ અવસ્થામાં જ છે, તેથી પુદ્ગલાસ્તિકાયના મુખ્ય બે ભેદ થાય છે, સ્કંધ અને પરમાણુ.
પદગલના ગણો– પુદ્ગલ દ્રવ્યમાં વર્ણાદિ પાંચ ગુણો છે. યથા- (૧) વર્ણપરિણત, (૨) ગંધપરિણત, (૩) રસપરિણત, (૪) સ્પર્શપરિણત અને (૫) સંસ્થાન પરિણત. પરિણા :– પરિણત શબ્દ પ્રયોગ ભૂતકાલનો સૂચક હોવા છતાં ઉપલક્ષણથી ત્રિકાલને સૂચિત કરે છે.