________________
| ૪૪૮ ]
શ્રી પન્નવણા સુa: ભાગ-૧
एवं उक्कोसठिईए वि । अजहण्णमणुक्कोसठिईए वि एवं चेव । णवरं ठिईए चउट्ठाणवडिए। ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવનુ ! જઘન્ય સ્થિતિવાળા અસંખ્યાત પ્રદેશ સ્કંધોના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ ! અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જઘન્ય સ્થિતિવાળા અસંખ્યાત પ્રદેશ સ્કંધોના અનંત પર્યાયો છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય સ્થિતિવાળા એક અસંખ્યાતપ્રદેશી સ્કંધ, જઘન્ય સ્થિતિવાળા અન્ય અસંખ્યાત પ્રદેશી અંધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય પ્રદેશોની અપેક્ષાએ ચૌઠાણવડિયા; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા; સ્થિતિની અપેક્ષાએ તુલ્ય છે અને વર્ણાદિ તથા અંતિમ ચાર સ્પર્શોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે.
આ જ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિના અસંખ્યાત પ્રદેશી કંધોના વિષયમાં કહેવું જોઈએ. મધ્યમ સ્થિતિના અસંખ્યાત પ્રદેશી સ્કંધોના વિષયમાં પણ આ જ પ્રમાણે કહેવું જોઈએ. વિશેષતા એ છે કે તે સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે. ६७ जहण्णठिईयाणं भंते ! अणंतपएसियाणं खंधाणं केवइया पज्जवा पण्णत्ता ? गोयमा! अणता । से केणटेणं भंते ! एवं वुच्चइ?
गोयमा !जहण्णठिईए अणंतपएसिए खंधे जहण्णठिईयस्स अणंतपएसियस्स खंधस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए छट्ठाणवडिए, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए तुल्ले, वण्णादि-अट्ठफासेहि य छट्ठाणवडिए । ___ एवं उक्कोसठिईए वि । अजहण्णमणुक्कोसठिईए वि एवं चेव, णवरं ठिईए चउट्ठाणवडिए। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! જઘન્ય સ્થિતિના અનંતપ્રદેશી ઢંધોના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ ! અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જઘન્ય સ્થિતિના અનંતપ્રદેશી સ્કંધોના અનંતપર્યાયો છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્યસ્થિતિવાળો એક અનંતપ્રદેશી સ્કંધ, જઘન્ય સ્થિતિવાળા બીજા અનંત પ્રદેશી અંધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય; પ્રદેશોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા; સ્થિતિની અપેક્ષાએ તુલ્ય; વર્ણાદિ તથા આઠ સ્પર્શોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે.
આ રીતે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા અનંત પ્રદેશ સ્કંધના વિષયમાં જાણવું જોઈએ. મધ્યમ સ્થિતિના અનંતપ્રદેશી ઢંધોના વિષે પણ આ જ પ્રમાણે કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે તે સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પરમાણુ પુદ્ગલોથી લઈ અનંત પ્રદેશી સ્કંધોના પર્યાયોની પ્રરૂપણ કરવામાં આવી છે.