________________
૪૩s ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
ચૌઠાણવડિયા; સ્થિતિની અપેક્ષાએ તુલ્ય છે અને વર્ણાદિ તથા આઠ સ્પર્શોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે. આ જ પ્રમાણે યાવત્ દશ સમયની સ્થિતિવાળા પુલોના પર્યાય સંબંધી વક્તવ્યતા જાણવી જોઈએ.
સંખ્યાત સમયની સ્થિતિવાળા પુલોના પર્યાય વિષયક કથન પણ આ પ્રમાણે જ જાણવું જોઈએ. વિશેષતા એ છે કે સ્થિતિની અપેક્ષાએ તેમાં દુઠ્ઠાણવડિયા(બે પ્રકારે) હીનાધિકતા છે.અસંખ્યાત સમયની સ્થિતિવાળા પુદગલ પર્યાયોની પ્રરૂપણા પણ આ જ પ્રમાણે છે. વિશેષતા એ છે કે તે સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કાળની અપેક્ષાએ પર્યાયોનું કથન છે.
પરમાણુથી લઈ અનંતપ્રદેશી સુધીના સ્કંધોની સ્થિતિ અને એક પ્રદેશાવગાઢથી લઈ અસંખ્યાત પ્રદેશાવગાઢ સુધીના સ્કંધોની સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળની હોય છે, અનંત કાળ ની હોતી નથી. પુદ્ગલ દ્રવ્ય અનાદિ અનંત છે પરંતુ પરમાણુ કે કોઈપણ સ્કંધોના પર્યાયો વધુમાં વધુ અસંખ્યાતકાળ સુધી જ રહી શકે છે. અસંખ્યાતકાળ પછી અવશ્ય તેના પર્યાય પરિવર્તન પામે છે. એક સમય સ્થિતિક પુગલોના પર્યાય – એક સમયની સ્થિતિવાળા પરમાણુથી લઈને અનંતપ્રદેશી સુધીના સ્કંધો દ્રવ્યથી એક-એક સ્વતંત્ર દ્રવ્ય હોવાથી પરસ્પર તુલ્ય છે. પ્રદેશથી તેમાં છઠ્ઠાણવડિયા જૂનાધિકતા હોય છે કારણ કે એક સમયની સ્થિતિવાળા પુદ્ગલોમાં પરમાણુથી લઈને અનંતપ્રદેશી સુધીના સ્કંધો સમાવિષ્ટ થાય છે, તેથી તેમાં અનંતમો ભાગ, અસંખ્યાતમો ભાગ, સંખ્યાતમો ભાગ, સંખ્યાત ગુણ, અસંખ્યાતગુણ અને અનંતગુણ, તેમ છ પ્રકારની ન્યૂનાધિકતા હોય છે. અવગાહનાથીચૌઠાણવડિયા ન્યૂનાધિકતા હોય છે. એક સમયની સ્થિતિવાળા પુગલો એક પ્રદેશાવગાઢથી લઈને અસંખ્યાત પ્રદેશાવગાઢસુધી હોય શકે છે, તેથી તેમાં ચૌઠાણવડિયા ન્યૂનાધિકતા થાય છે. સ્થિતિથીએક સમયની સ્થિતિવાળા સ્કંધોનું જ કથન હોવાથી તે સર્વે તુલ્ય છે. વર્ષાદિથી– તેમાં અનંતપ્રદેશી સ્કંધ સુધીના સર્વ સ્કંધો હોવાથી બાદર સ્કંધોની અપેક્ષાએ તેમાં આઠ સ્પર્શ હોય છે. તેથી વર્ણાદિ ૨૦ બોલમાં છઠ્ઠાણવડિયા ન્યૂનાધિકતા હોય છે.
સંખ્યાત સમય સ્થિતિક પગલોના પર્યાય – તે દ્રવ્યથી તુલ્ય, પ્રદેશોથી છઠ્ઠાણવડિયા, અવગાહનાથી ચૌઠાણવડિયા છે અને સ્થિતિથી- દુદાણવડિયા છે, કારણ કે સંખ્યાત સમયની સ્થિતિના સંખ્યાત ભેદ હોવાથી તેમાં સંખ્યાતમો ભાગ અને સંખ્યાત ગુણ, તે બે પ્રકારે હાનિવૃદ્ધિ થાય છે. વર્ષાદિથી છઠ્ઠાણવડિયા હોય છે. અસંખ્યાત સમય સ્થિતિક પુદ્ગલોના પર્યાય - દ્રવ્યથી તુલ્ય, પ્રદેશોથી છઠ્ઠાણવડિયા, અવગાહનાથી ચૌઠાણવડિયા છે અને સ્થિતિથી ચૌઠાણવડિયા છે, કારણ કે અસંખ્યાત સમયની સ્થિતિના અસંખ્યાતા ભેદ હોવાથી તેમાં ચાર પ્રકારે હાનિવૃદ્ધિ થાય છે. વાદિથી છઠ્ઠાણવડિયા હોય છે.