________________
| પાંચમું પદ વિશેષ (પર્યાય પદ)
[ ૩૯૧]
કિમળ.
ભાવાર્થ :- વાણવ્યંતર દેવો અવગાહના અને સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા હીનાધિક છે, વર્ણાદિ પર્યાયો અને ૯ ઉપયોગની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા હીનાધિક છે. જ્યોતિષી અને વૈમાનિક દેવોના પર્યાયોની હીનાધિકતા પણ આ જ રીતે જાણવી જોઈએ. તેમાં વિશેષતા એ છે કે સ્થિતિની અપેક્ષાએ તે તિટ્ટાણવડિયા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોના અનંત પર્યાયોનું નિરૂપણ છે.
આ સૂત્રમાં સંક્ષિપ્ત કથન છે છતાં અન્ય સૂત્રોનો અતિદેશ નથી પંચેન્દ્રિય તેથી પૂર્વવર્ણન અનુસાર સ્વતઃ સમજી લેવું જોઈએ. નારકી, ભવનપતિ, વાણવ્યંતર તથા તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં દ્રવ્યાદિ બોલોની ન્યૂનાધિકતા પ્રાયઃ સમાન છે. વિશેષતા એ છે કે મનુષ્યોમાં ઉપયોગ ૧ર છે, જ્યોતિષી અને વિમાનિક દેવોમાં સ્થિતિ તિટ્ટાણવડિયા છે, તે સિવાય બધા બોલ પ્રાયઃ સમાન છે. વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક દેવોના પર્યાયો - અવગાહનાની અપેક્ષાએ- તે દેવોની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાત હાથની છે. અંગુલના અસંખ્યાતમા ભાગના અસંખ્યાત ભેદ થતાં હોવાથી તેમાં ચૌઠાણવડિયા ન્યૂનાધિકતા હોય છે.
સ્થિતિની અપેક્ષાએ- વ્યંતરદેવોની સ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની છે. ૧૦,૦૦૦ વર્ષ તે સંખ્યાત કાલ છે અને એક પલ્યોપમ તે અસંખ્યાતકાલ છે. જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ વચ્ચે અસંખ્યાતગણું અંતર છે. તેથી તેમાં અસંખ્યાતભાગ, સંખ્યાતભાગ, સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ તે ચૌઠાણવડિયા(ચાર પ્રકારની) હીનાધિકતા થાય છે.
જ્યોતિષી દેવોની જઘન્ય સ્થિતિ પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમની છે. જઘન્ય અને ઉત્કૃષ્ટ બનેસ્થિતિઓ પલ્યોપમના આંકમાં જ છે તેથી તેમાં સંખ્યાતગુણ તરતમતા જ થાય છે અને વૈમાનિકદેવોની સ્થિતિ જઘન્ય એક પલ્યોપમ, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ છે; તેમાં પણ સંખ્યાતગુણ તરતમતા જ થાય છે. કારણ કે દશ ક્રોડાકોડી પલ્યોપમનો એક સાગરોપમ હોય છે. તેથી તેમાં અસંખ્યાતગુણ ન્યૂનાધિકતાનો ચોથો બોલ સંભવિત નથી.
આ રીતે વ્યંતરદેવોમાં સ્થિતિની અપેક્ષાએ ચાર પ્રકારની અને જ્યોતિષી અને વૈમાનિક દેવોમાં સ્થિતિની અપેક્ષાએ ત્રણ પ્રકારની હીનાધિકતા હોય છે.
વદિ અને જ્ઞાનાદિની અપેક્ષાએ તે દેવોના શરીરના વર્ણાદિમાં પૂર્વવત્ છ સ્થાનહીનાધિકતા છે. તે દેવોને નૈરયિકોની જેમ ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન હોય છે, તેમાં પણ પૂર્વવત્ છઠ્ઠાણવડિયા (છ પ્રકારે) હીનાધિકતા હોય છે. વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક દેવોના પર્યાયોમાં ચૂનાધિકતા :દ્રવ્યથી પ્રદેશથી અવગાહનાથી | સ્થિતિથી | વર્ણાદિ જ્ઞાન-દર્શનથી તુલ્ય | તુલ્ય તુલ્ય
તુલ્ય અથવા
તુલ્ય ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન અથવા
વ્યંતરમાં ચૌઠાણવડિયા | અથવા ૩ દર્શન = ૯ ઉપયોગ ચૌઠાણવડિયા | જ્યોતિષી, વૈમાનિકમાં | છઠ્ઠાણવડિયા | છઠ્ઠાણવડિયા
તિટ્ટાણવડિયા