________________
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૧
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સૂર્યવિમાનના દેવોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય પલ્યોપમના ચોથા ભાગની, ઉત્કૃષ્ટ એક હજાર વર્ષ અધિક એક પલ્યોપમની છે. १८४ सूरविमाणे अपज्जत्तयदेवाणं पुच्छा । गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । ભાવાર્થ::- પ્રશ્ન- હે ભગવન્ ! સૂર્યવિમાનના અપર્યાપ્તા દેવોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર– હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને ય અંતર્મુહૂર્તની છે.
१८५ सूरविमाणे पज्जत्तयदेवाणं पुच्छा ? गोयमा ! जहण्णेणं चउभागपलिओवमं अंतोमुहुत्तूणं, उक्कोसेणं पलिओवमं वाससहस्समब्भहियं अंतोमुहुत्तूणं ।
૩૫૨
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સૂર્યવિમાનના પર્યાપ્તા દેવોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમના ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન એક હજાર વર્ષ અધિક એક પલ્યોપમની છે.
| १८६ सूरविमाणे देवीणं पुच्छा ? गोयमा ! जहण्णेणं चउभागपलिओवमं, उक्कोसेणं अद्धपलिओवमं पंचहिं वाससएहिं अब्भहियं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સૂર્યવિમાનની દેવીઓની સ્થિતિ કેટલી છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય પલ્યોપમનો ચોથોભાગ અને ઉત્કૃષ્ટ પાંચસો વર્ષ અધિક અર્ધા પલ્યોપમની છે.
१८७ सूरविमाणे अपज्जत्तयाणंदेवीणं पुच्छा ? गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સૂર્યવિમાનની અપર્યાપ્તા દેવીઓની સ્થિતિ કેટલી છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને ય અંતર્મુહૂર્તની છે.
१८८ सूरविमाणे पज्जत्तयाणं देवीणं पुच्छा ? गोयमा ! जहण्णेणं चउभागपलिओवमं अंतोमुहुत्तूणं, उक्कोसेणं अद्धपलिओवमं पंचहिं वाससएहिं अब्भहियं अंतोमुहुतू । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! સૂર્યવિમાનની પર્યાપ્તા દેવીઓની સ્થિતિ કેટલી છે ? ઉત્તર– હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત ન્યૂન પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન પાંચસો વર્ષ અધિક અર્ધા પલ્યોપમની છે.
१८९ गहविमाणे देवाणं पुच्छा ? गोयमा ! जहण्णेणं चउभागपलिओवमं, उक्कोसेणं पलिओवमं ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! ગ્રહવિમાનના દેવોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય પલ્યોપમનો ચોથો ભાગ અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની છે.
१९० गहविमाणे अपज्जत्तयदेवाणं पुच्छा ? गोयमा ! जहण्णेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं । ભાવાર્થ:- :- પ્રશ્ન− હે ભગવન્ ! ગ્રહવિમાનના અપર્યાપ્તા દેવોની સ્થિતિ કેટલી છે ? ઉત્તર– હે ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને ય અંતર્મુહૂર્તની છે.