________________
- પાંચમા પદમાં જીવ અને અજીવની પર્યાયોનું વિસ્તારથી વિવેચન છે. તેમાં એજીવ પર્યાયના પ્રકરણમાં મટીરિયાલીસ્ટિક અર્થાત્ ભૌતિક ગુણધર્મયુક્ત પદાર્થનું વિવેચન છે. તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શાદિ ગુણધર્મનું અધિષ્ઠાન પરમાણુ પુદ્ગલ માનવામાં આવ્યું છે અને પરમાણુની પર્યાયોના ષગુણ હાનિ વૃદ્ધિનું વિવેચન કરીને પુદ્ગલના પર્યાય અર્થાત્ પરિવર્તન ઉપર ઊંડો પ્રકાશ પાડ્યો છે.
ખરેખર ! વિશ્વમાં આ એક મૌલિક પ્રશ્ન છે કે પદાર્થમાં ગુણધર્મની નિષ્પત્તિ કેવી રીતે થઈ? પદાર્થ આધાર છે અને ગુણધર્મો તેનું આધેય છે. આજ પોતાની રીતે ગુણધર્મની નિષ્પત્તિનું વર્ણન કરે છે એટલે કે જે છે અને જે થઈ રહ્યું છે, તેનું વર્ણન કરે છે, પરંતુ તેના કારણભૂત તત્ત્વનું વર્ણન અસ્પષ્ટ રહી જાય છે. યથાએક અલૌકિક એનર્જીમાંથી આ વિશ્વ જન્મ પામ્યું છે અને ત્યાર બાદ વિકાસક્રમમાં પુદ્ગલ અને જીવોના ગુણધર્મ સંગઠિત થતા ગયા. ત્યારે જેનદર્શન આ બાબતમાં અર્થાત્ ભૌતિક જગતના પરિવર્તનમાં નિશ્ચિત સિદ્ધાંત અપનાવીને નિદર્શન કરે છે. પ્રસ્તુત સુત્રમાં તેનો વિસ્તારથી ઉલ્લેખ કર્યો છે. પાંચમા પદમાં અજીવ પર્યાય તરીકે તેનું વિવેચન કરી, બધા ગુણધર્મો ક્રમશઃ હાનિ વૃદ્ધિ પામે છે; તે સિદ્ધાંતની સ્થાપના કરી છે.
અહીં અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે આજની આશ્ચર્યજનક વૈજ્ઞાનિક શોધનું જે કાંઈ રહસ્ય છે, તેનું સમાધાન પુદ્ગલ પરિવર્તનમાં, તેની ગતિશીલતામાં અને તેની વિશિષ્ટ ગ્રાહ્યતામાં સમાયેલું છે. પુદ્ગલની સમગ્ર ક્રિયા, પરમાણુની બે પ્રકારની ગતિરૂપે છે– એક પરિવર્તન ગતિ અર્થાતુ પર્યાય અને બીજી સ્થાનાન્તર ગતિશીલતા. જે આંખના પલકારાના અસંખ્ય ભાગમાંથી એક ભાગમાં પૂરા બ્રહ્માંડની યાત્રા કરી શકે, તેવી પુદ્ગલ પરમાણુની અમોઘ શક્તિ છે.
જૈનદર્શનનો પર્યાયવાદ અને પરમાણુની ગતિશીલતા, બંને ભૌતિક જગતના મૂળભૂત સ્તંભ છે. આ પુદ્ગલ પર્યાયોની સાથે-સાથે જીવધારી કે દેહધારી વ્યક્તિ, પછી તે સૂક્ષ્મ જીવ હોય, મનુષ્ય હોય, કોઈ પ્રાણી હોય, ચાહે દેવકોટિનો જીવ હોય, આ બધા જીવરાશિની પણ એક-એક પર્યાય છે અને તેનું પરિવર્તન થતું રહે છે. તેને આ પાંચમા પદમાં નવપwવા જીવની પર્યાયરૂપે પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આમ જીવ પર્યાય કે અજીવ પર્યાય બંને પર્યાયોનું સ્વતંત્ર વર્ણન હોવા છતાં એ ભૂલવાનું નથી કે આ બધું પુદ્ગલ પરિવર્તન જ છે. પુદ્ગલો નિર્જીવ અવસ્થામાં હોય કે સ્વતંત્ર સ્કંધરૂપે હોય અથવા તે પુદગલો જીવના શરીર રૂપે પરિણત થયા હોય અને દેહધારી બની તેનો જીવ પર્યાયરૂપે ઉલ્લેખ થયો હોય, પરંતુ આ સમગ્ર પર્યાયતંત્ર વિશેષ રૂપે પુદ્ગલ આશ્રિત છે અને બંને પર્યાયો જીવ કે અજીવ, પુગલ પરિવર્તનની સરિતામાં જ વહે છે.