________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા. અતિ વિજ્ઞાનની આધારશીલા પ્રજ્ઞાપના :
અહીં આપણે પUUવા ના “પ્રજ્ઞાપના’ એ પ્રચલિત અર્થ સિવાય કંઈક નવીન મેળવવા માટે બીજા પ્રકારે અર્થ કલ્પના તથા વિચારણા કરીશું.
પur + વIT એટલે પ્રજ્ઞ + વર્મા = પ્રજ્ઞવર્ણા. પ્રજ્ઞ એટલે પ્રજ્ઞા પુરુષ-અરિહંત ભગવંતો, તીર્થકરો, દેવાધિદેવો, કેવળી ભગવંતો કે શ્રુતકેવળી, આચાર્ય ભગવંતો અથવા ઉપાધ્યાય પદ નિ મહાપુરુષો અને તેમના દ્વારા જે વર્ણ અર્થાત્ અક્ષરદ્યુત ઉદ્ભવ્યું અને તેની વર્ષા કહેતા એક સરિતા બની ગઈ, જેમાં પ્રવાહ અને ઊંડાઈ, સ્વચ્છતા અને સુશબ્દતા સમાયેલી છે, તેવા ગહન ભાવોને ધારણ કરે, તેને પ્રજ્ઞવણ કહેતાં વાતાવરણમાં અને આત્મામાં નંદીઘોષનો ઉદ્ભવ થાય છે.
પ્રજ્ઞવર્ણા શબ્દમાં પ્રજ્ઞાપના કરતાં ઘણું જ વધારે સૌષ્ઠવ છે. તેમાં કર્તા અને કૃતિ, બંને ભાવોની અભિવ્યંજના સ્પષ્ટ પ્રગટ થાય છે; જ્યારે પ્રજ્ઞાપના શબ્દ ફક્ત ક્રિયાત્મક છે. આ રીતે ભાવોના મૂલ્યાંકનમાં પ્રજ્ઞાપના કરતાં પ્રજ્ઞવર્ણાનું મૂલ્યાંકન ઘણું જ અધિક મહત્તા ભરેલું છે.
વારંવાર પ્રજ્ઞાપના શબ્દનું ચરવણ કર્યું, આ શબ્દને ખૂબ જ વાગોળ્યો પરંતુ પન્નવણા જેવા અણમોલ શબ્દ સાથે હૃદયની અભિવ્યંજના પ્રસ્ફટિત થતી ન હતી અને આવી અવસ્થામાં નિદ્રાધીન થતા દિવ્યવાણીનો ઉદ્ઘોષ થયો અને જાગૃત થતાં પન્નવણા શબ્દને અનુરૂપ પ્રજ્ઞવર્ણા જેવો મહત્વપૂર્ણ શબ્દ પ્રગટ થયો. ધન્ય છે આ અનંતજ્ઞાનીઓની અનુપમ કૃપાને....
જૈન સમાજને અને આગમ અભ્યાસી પૂજ્યવરોને પ્રજ્ઞવણ એ નવો શબ્દ અર્પણ કરતાં અસીમ આનંદનો અનુભવ થાય છે,
અહીં ‘વર્ણા'નો અર્થ વર્ણ અને વર્ણનો અર્થ અક્ષર થાય છે. અક્ષર તે શાશ્વત તત્ત્વ છે, કારણ કે ન ક્ષત્તિ રૂતિ અક્ષ : I જેમાં ખરવાપણું નથી, ક્ષય થવાપણું નથી, તે અક્ષર, અક્ષર(અક્ષય)નો ભંડાર આત્મા છે. આત્મા અક્ષર છે અને અક્ષરની જે કાંઈ ચેતના છે તે વર્ણની વર્ષા છે. આમ પ્રજ્ઞપુરુષોએ પ્રરૂપેલી વર્ણા-તત્ત્વસમૂહ તે પUU|વ|T - પ્રજ્ઞવર્ણા' નામનું શાસ્ત્ર છે.
KG 23 તોપ