________________
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૧
विसेसाहिया, एगिंदिया पज्जत्तगा संखेज्जगुणा, सइंदिया पज्जत्तगा विसेसाहिया, सइंदिया विसेसाहिया ।
૨૨૦
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવાન ! સઇન્દ્રિય, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિયના પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર– હે ગૌતમ ! (૧) સર્વથી થોડા ચૌરેન્દ્રિયના પર્યાપ્તા છે, (૨) તેનાથી પંચેન્દ્રિયના પર્યાપ્તા વિશેષાધિક છે, (૩) તેનાથી બેઇન્દ્રિયના પર્યાપ્તા વિશેષાધિક છે, (૪) તેનાથી તેઇન્દ્રિયના પર્યાપ્તા વિશેષાધિક, (૫) તેનાથી પંચેન્દ્રિયના અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે, (૬) તેનાથી ચૌરેન્દ્રિયના અપર્યાપ્તા વિશેષાધિક છે, (૭) તેનાથી તેઇન્દ્રિયના અપર્યાપ્તા વિશેષાધિક છે, (૮) તેનાથી બેઇન્દ્રિયના અપર્યાપ્તા વિશેષાધિક છે, (૯) તેનાથી એકેન્દ્રિયના અપર્યાપ્તા અનંતગુણા છે, (૧૦) તેનાથી સઇન્દ્રિયના અપર્યાપ્તા વિશેષાધિક છે, (૧૧) તેનાથી એકેન્દ્રિયના પર્યાપ્તા સંખ્યાતગુણા છે, (૧૨) તેનાથી સઇન્દ્રિયના પર્યાપ્તા વિશેષાધિક છે, (૧૩) તેનાથી સઇન્દ્રિયના વિશેષાધિક છે. II તૃતીય દ્વાર સંપૂર્ણ ॥
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ઇન્દ્રિયોની અપેક્ષાએ સઇન્દ્રિય, અનિન્દ્રિય, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોના પર્યાપ્તા, અપર્યાપ્તા અને તે બંનેના સમ્મિલિત અલ્પબહુત્વની સમીક્ષા છે. ૧. ઇન્દ્રિયોની અપેક્ષાએ સમુચ્ચય જીવોનું અલ્પબહુત્વ :- (૧) સર્વથી થોડા પંચેન્દ્રિયો છે. (૨) તેનાથી ચૌરેન્દ્રિયો વિશેષાધિક છે. (૩) તેનાથી તેઇન્દ્રિયો વિશેષાધિક છે. (૪) તેનાથી બેઇન્દ્રિયો વિશેષાધિક છે કારણ કે વધુ ઇન્દ્રિયવાળા જીવો લોકમાં સ્વાભાવિક રીતે ઓછા હોય છે અને અલ્પ ઇન્દ્રિયવાળા જીવો વધુ હોય છે. (૫) તેનાથી અનિન્દ્રિયો અનંતગુણા છે, કારણ કે સિદ્ધો અનંતા છે. (૬) તેનાથી એકેન્દ્રિયો અનંતગુણા છે કારણ કે વનસ્પતિકાયિક જીવો સિદ્ધોથી અનંતગુણા છે. (૭) તેનાથી સઇન્દ્રિય જીવો વિશેષાધિક છે, કારણ કે તેમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વ સંસારી જીવોનો સમાવેશ થાય છે. ક્રમ ઇંદ્રિય
૧
૨
કારણ
સ્વભાવિક રીતે વધુ ઇન્દ્રિયવાળા જીવો અલ્પ હોય છે.
અલ્પ ઇન્દ્રિયવાળા જીવો વધુ હોય છે.
અલ્પ ઇન્દ્રિયવાળા જીવો વધુ હોય છે.
અલ્પ ઇન્દ્રિયવાળા જીવો વધુ હોય છે.
૫
ઉપરના જીવો અસંખ્ય છે અને સિદ્ધો અનંત છે.
S
વનસ્પતિ જીવો સિદ્ધોથી અનંતગણા છે.
૭ સઇન્દ્રિય
એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વ સંસારી જીવો સઇન્દ્રિય કહેવાય છે.
(૨) ઇંદ્રિયની અપેક્ષાએ અપર્યાપ્ત જીવોનું અલ્પબહુત્વઃ– સમુચ્ચય ઈન્દ્રિયોના અલ્પબહુત્વની સમાન જ અપર્યાપ્તા પંચેન્દ્રિયોનું અલ્પબહુત્વ છે પરંતુ અપર્યાપ્તામાં અનેિંદ્રિયનો બોલ નથી. તે સિવાય સમુચ્ચયની સમાન અપર્યાપ્તામાં પણ અલ્પ ઈન્દ્રિયવાળા જીવો વધુ હોય છે.
(૩) ઇન્દ્રિયની અપેક્ષાએ પર્યાપ્ત જીવોનું અલ્પબહુત્વ – [ઈન્દ્રિયોની અપેક્ષાએ પર્યાપ્ત જીવોનું અલ્પબહુત્વ
૩
૪
પ્રમાણ
સર્વથી થોડા
વિશેષાધિક
વિશેષાધિક
વિશેષાધિક
અનંતગુણા
અનંતગુણા
વિશેષાધિક
પંચેન્દ્રિય
ચૌરેન્દ્રિય
તેઇન્દ્રિય
બેઇન્દ્રિય
અનિન્દ્રિય
એકેન્દ્રિય