________________
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૧
સર્વાર્થસિદ્ધ વિમાનના શિખાભાગથી બાર યોજનની ઊંચાઈએ સિદ્ધશિલા નામની આઠમી પૃથ્વી છે. તે મનુષ્યક્ષેત્રની બરાબર ઉપર મનુષ્યક્ષેત્રના ઢાંકણ તુલ્ય છે.
૧૯૦
તેનો આકાર ખોલેલા ઊંધા છત્ર જેવો છે, મધ્યભાગમાં જાડી અને ત્યાંથી ક્રમશઃ ઘટતા તેના ચારેબાજુનાં પતવર્તી ભાગમાં એટલે કિનારાના ભાગમાં માખીની પાંખથી પણ અધિક પાતળી છે. મધ્યમાં આઠ યોજન પર્યંત ક્ષેત્રમાં તેની જાડાઈ આઠ યોજનની છે અને પર્યંતવર્તી ભાગમાં તેની જાડાઈ અંગુલના અસંખ્યાતમાં ભાગની થઈ જાય છે.
તે અત્યંત શ્વેતવર્ણની છે. સૂત્રકારે તેના શ્વેતવર્ણની ઉત્કર્ષતા પ્રદર્શિતા કરવા અનેક વિશેષણોનો પ્રયોગ કર્યો છે. યથા– શંખચૂર્ણનો નિર્મળ સ્વસ્તિક, શ્વેતકમળદંડ, મોતીના હાર, ગાયનું દૂધ, ક્ષીર સમુદ્રનું પાણી વગેરેથી પણ અધિક શ્વેત, સ્વચ્છ, દર્શનીય અને મનોહર છે.
સિદ્ધશિલાના બાર નામ ઃ– (૧) સાત પૃથ્વીઓથી નાની હોવાથી તેનું ‘ઇષત્' નામ છે. (૨) ઈત્ = થોડી, પ્રાગ્ = આગળ, ભારા - ઝૂકેલી, આગળથી થોડી ઝૂકેલી હોવાથી ‘ઇષત્પ્રાગ્મારા' નામ છે. (૩) શેષ (સાત) પૃથ્વીની અપેક્ષાએ પાતળી હોવાથી ‘તનુ' નામ છે. (૪) જગપ્રસિદ્ધ પાતળી વસ્તુમાં માખીની પાંખ છે, માખીની પાંખ કરતાં પણ અત્યધિક પાતળી હોવાથી ‘તનુ-તનુ (તન્વી)’ નામ છે. (૫) સિદ્ધક્ષેત્ર નજીક હોવાથી ‘સિદ્ધિ' નામ છે. (૬) સિદ્ધક્ષેત્રના સામીપ્યના કારણે ઉપચારથી ‘સિદ્ધાલય’ નામ છે. (૭૮) આ જ પ્રમાણે ‘મુક્તિ’ અને ‘મુક્તાલય’ નામ સાર્થક છે. (૯) લોકના અગ્રભાગમાં સ્થિત હોવાથી ‘લોકાગ્ર’ નામ છે. (૧૦) લોકાગ્નની રૂપિકા (શિખર) સમાન હોવાથી તેનું નામ “લોકાગ્રસ્તૂપિકા’ પણ છે. (૧૧) લોકાન્તનો બોધ કરાવતી હોવાથી તેનું નામ ‘લોક પ્રતિબોધના(લોક પ્રતિવાહિની)” છે. (૧૨) સમસ્ત પ્રાણ–વિકલેન્દ્રિય ભૂત-વનસ્પતિ, જીવ-પંચેન્દ્રિય અને સત્ત્વ–ચાર સ્થાવર જીવો માટે નિરુપદ્રવકારી ભૂમિ હોવાથી સર્વ પ્રાણ-ભૂત-જીવ-સત્વ સુખાવહા નામ પણ સાર્થક છે.
સિદ્ધશિલાથી ઉત્સેધાંગુલના માપે એક યોજન અર્થાત્ ચાર ગાઉ દૂર લોકાંત છે. તે ચાર ગાઉંમાંથી અંતિમ ગાઉના છઠ્ઠા ભાગની ઊંચાઈમાં ૩૩૩ અંગુલ અને ૩૨ અંગુલ પ્રમાણ ક્ષેત્ર સિદ્ધક્ષેત્ર કહેવાય છે. તેની લંબાઈ પહોળાઈ અને પરિધિ સિદ્ધશિલાની સમાન છે. સિદ્ધોને ઉપપાત કે સમુદ્દાત હોતા નથી; ' સિદ્ધ ક્ષેત્ર તેમનું સ્વસ્થાન છે.
જેટલા ક્ષેત્રમાં સિદ્ધ ભગવંતો રહે છે તેટલા આકાશને સિદ્ધક્ષેત્ર કહે છે. સિદ્ધક્ષેત્ર આકાશપ્રદેશરૂપ હોવાથી અમૂર્ત છે અને સિદ્ધ થયેલા જીવો પણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ હોવાથી અમૂર્ત છે. તેથી જ સીમિત સિદ્ધક્ષેત્રમાં અનંત સિદ્ધો રહી શકે છે.
આ રીતે જોતાં સ્પષ્ટ થાય છે કે મનુષ્યક્ષેત્ર, સિદ્ધશિલા અને સિદ્ધક્ષેત્ર સમાન વિસ્તારના છે, મનુષ્યોત્ર પ્રમાણ સિદ્ધક્ષેત્ર હોવાથી મનુષ્યક્ષેત્રના કોઈ પણ વિભાગમાંથી સિદ્ધ થનાર મનુષ્ય સમશ્રેણીથી એક જ સમય માત્રમાં સિદ્ધક્ષેત્રમાં પહોંચી જાય છે.
સાસા-અપન્ગવસિયાઃ-સાદિ-અપર્યવસિત. સર્વ કર્મોનો સર્વથા ક્ષય થાય ત્યારે જ જીવો સિદ્ધ-અવસ્થાને પ્રાપ્ત કરે છે. તેથી જે સમયે સર્વ કર્મનો ક્ષય થાય તે સમયે સિદ્ધની આદિ થાય છે, તેથી તેઓ સાદિ છે અને એકવાર સિહત્વ પ્રાપ્ત કરી લીધા પછી ક્યારેય તેનો અંત થતો નથી તેથી તેઓ અપર્યવસિત અનંત છે.
સિદ્ધોના રાગાદિ વિકારોનો સમૂળગો નાશ થઈ જવાથી તેઓની સિદ્ધાવસ્થાનું ક્યારેય પરિવર્તન થતું નથી. જેવી રીતે બીજ બળી ગયા પછી તેમાંથી અંકુર થતા નથી, તેવી જ રીતે સંસારના બીજ રૂપ