________________
[ ૧૮ ]
શ્રી પન્નવણા સત્ર: ભાગ-૧
શકેન્દ્રના પર્યાયવાચી નામ :- (૧) વજપાણી- જેના હાથમાં વજ હોય તેને વજપાણી કહે છે. શકેન્દ્રનું શસ્ત્ર વજ હોવાથી તે વજપાણિ કહેવાય છે. (૨) પુરંદર– અસુર આદિ દેવોના નગરોનું વિદારણ કરવાનું સામર્થ્ય હોવાથી પુરંદર કહેવાય છે. (૩) શતકતુ– સો અભિગ્રહને ધારણ કરનાર. શક્રેન્દ્ર પૂર્વના કાર્તિક શેઠના ભવમાં શ્રાવકની પાંચમી પ્રતિમારૂપ અભિગ્રહને સો વાર ધારણ કર્યા હોવાથી તે શતક્રતુ કહેવાય છે. (૪) સહસાક્ષ- હજારો આંખોવાળા. પૂર્વભવમાં શક્રેન્દ્રના પાંચસો મંત્રીઓ તેમની સાથે દીક્ષિત થઈને દેવો થયા છે. તેમના નેત્ર ઇન્દ્રના પ્રયોજનસાધક છે. તેથી શન્દ્રને ૫00 × ૨ = ૧000નેત્રોવાળા સહસાક્ષ કહેવાય છે. (૫) મઘવા– મહામેઘ તેના વશમાં હોવાથી મઘવા કહેવાય છે. (૬) પાકશાસનપાક નામના બલવાન શત્રને પોતાની આજ્ઞાને આધીન કર્યો હોવાથી તે પાકશાસન કહેવાય છે. (૭) દક્ષિણાર્ધ લોકાધિપતિ- લોકના દક્ષિણ વિભાગના અધિપતિ હોવાથી દક્ષિણાર્ધલોકાધિપતિ કહેવાય છે. (૮) ઐરાવણ વાહન- ઐરાવણ નામનો હાથી તેનું વાહન હોવાથી ઐરાવણ વાહનવાળા કહેવાય છે. ઈશાનેન્દ્રના પર્યાયવાચી :- (૧) શૂલપાણિ જેના હાથમાં ત્રિશૂળ હોય તેને શૂલપાણિ કહે છે. ઈશાનેન્દ્રનું શસ્ત્ર ત્રિશૂળ હોવાથી તે શૂલપાણિ કહેવાય છે. (૨) વૃષભવાહન- વૃષભ-બળદ તેનું વાહન હોવાથી તેને વૃષભવાહન કહે છે. (૩) ઉત્તરાર્ધ લોકાધિપતિ- લોકના ઉત્તર વિભાગના અધિપતિ હોવાથી ઉત્તરાદ્ધ લોકાધિપતિ કહેવાય છે. વિશેષાર્થ – સ - જેના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ રૂપ પક્ષ અર્થાતુ પાર્શ્વ ભાગ સમાન હોય, અર્થાત્ લંબાઈ-પહોળાઈ અને ગોળાઈ સમાન હોય તે સપરિવું- કહેવાય છે. સપસિં - સર્વ દિશાઓમાં એક સીધી લાઈનમાં સંપૂર્ણપણે નીચે-ઉપર હોય, તે સપ્રતિદિશ કહેવાય છે. દેવોની દશ જાતિઃ- (૧) ઈ–બધા દેવોના નાયક, અધિપતિ, રાજા સમાન દેવને ઇન્દ્ર કહે છે. (૨) સામાનિકઇન્દ્રની સમાન અદ્ધિના ધારક(ગણમાન્ય) દેવોને સામાનિક દેવ કહે છે. (૩) લોકપાલ– કોટવાળ જેવા દેવોને લોકપાલ દેવ કહે છે. મુખ્યતઃ ચાર લોકપાલ હોય છે– સોમ, યમ, વરુણ, વૈશ્રમણ-કુબેર. (૪) ત્રાયશ્ચિંશકરાજગુરુ-પુરોહિત સ્થાનીય સન્માનનીય દેવોને ત્રાયસ્વિંશક દેવ કહે છે. તેઓ તેત્રીસની સંખ્યામાં હોય છે. (૫) પારિષધ-મિત્ર સમાન દેવોને પારિષધ કહે છે (૬) આત્મ રક્ષક– અંગરક્ષક જેવા સેવક(પ્રેષ્ય) દેવોને આત્મરક્ષક દેવ કહે છે. (૭) અનીક- સાત પ્રકારના સૈન્યદળના દેવોને અનીક દેવ કહે છે. સેનાના સાત પ્રકાર આ પ્રમાણે છેગજસેના, અશ્વસેના, રથસેના, સુભટસેના, ગંધર્વસેના, નૃત્યસેના, વૃષભસેના. આ સેનાઓમાં દેવો તથા પ્રકારના રૂપોની વિદુર્વણા કરે છે. ત્યાં તિર્યંચ પંચેન્દ્રિય જીવો નથી. (૮) પ્રકીર્ણક- સામાન્ય દેવો (૯) આભિયોગિકકર્મચારી–સેવક દેવો (૧) કિવીષી દેવો– ચાંડાલ સમાન તુચ્છ દેવો.
વિહિવત્ર સાતે સેનાના નાયકદેવ, તે તે અનિકાધિપતિ દેવ કહેવાય છે. પ્રકા = જે દેવોના કોઈ ઇન્દ્ર નથી, અધિપતિ નથી એવા દેવોને અનિદ્ર-ઇન્દ્ર રહિત કહેવાય છે. અપેક્ષા - દાસત્વ કે મૃત્ય દેવો જેને ન હોય તે અDષ્ય કહેવાય છે. કપુરિયા - રાજગુરુ કે પુરોહિત જેવા સન્માનનીય દેવો જેને ન હોય, તે અપુરોહિત હોય છે. અતિ -જે દેવલોકમાં બધા જ દેવો પોત-પોતાના ઇન્દ્ર(માલિક) હોય એવા દેવોને અહમિન્દ્ર કહે છે.
ભવનપતિથી બાર દેવલોક સુધીના કલ્પોપપન દેવોમાં સ્વામી સેવક આદિ ભેદ હોય છે પરંતુ નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના કલ્પાતીત દેવોમાં સ્વામી-સેવકના ભેદ હોતા નથી. ત્યાંના બધા જ દેવોની પુણ્ય-દ્ધિ આદિ સમાન હોય છે, તેથી તે દેવો અહમિન્દ્ર કહેવાય છે. સિદ્ધોનાં સ્થાન - ७२ कहि णं भंते ! सिद्धाणं ठाणा पण्णत्ता ? कहि णं भंते ! सिद्धा परिवसंति?
गोयमा ! सव्वट्ठसिद्धस्स महाविमाणस्स उवरिल्लाओ थूभियग्गाओ दुवालस