________________
દ્વિતીય પદ : સ્થાન
૧૭૫
महासुक्के य इत्थ देविंदे देवराया जहा सणकुमारे णवरं चत्तालीसा विमाणावाससहस्साणं चत्तालीसाए सामाणियसाहस्सीणं चउण्ह य चत्तालीसाणं आयरक्खदेवसाहस्सीणं जाव विहरंति ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત મહાશુક્ર દેવોનાં સ્થાન ક્યાં છે ? હે ભગવન્! મહાશુક્ર દેવો ક્યાં નિવાસ કરે છે ? ઉત્તર- હે ગૌતમ ! લાતક કલ્પની ઉપર સમાન દિશા તથા સમાન વિદિશામાં અનેક ક્રોડાક્રોડી યોજન ઉપર જઈએ ત્યાં મહાશુક્ર નામનું કલ્પ છે, તે પૂર્વ પશ્ચિમ લાંબુ અને ઉત્તર-દક્ષિણ પહોળું છે, તેનું વર્ણન બ્રહ્મલોકની સમાન છે. તેમાં વિશેષતા એ છે કે મહાશુક્ર દેવલોકમાં ચાલીસ હજાર વિમાનાવાસ કહ્યા છે. તેના અવતંસકો સૌધર્માવતંસક સમાન જાણવા જોઈએ પરંતુ ચારેયની મધ્યમાં પાંચમું મહાશુક્રાવતંસક વિમાન છે.
આ મહાશુક્રાવતંસક વિમાનમાં દેવેન્દ્ર દેવરાજ મહાશુક્રેન્દ્ર રહે છે, તેનું વર્ણન સનત્કુમા૨ેન્દ્રની સમાન જાણવું. વિશેષતા એ છે કે તે મહાશુક્રેન્દ્ર ચાલીસ હજાર વિમાનાવાસોનું, ચાલીસ હજાર સામાનિક દેવોનું અને ચાર ચાલીસ હજાર(૧, ૬૦,૦૦૦) આત્મરક્ષક દેવોનું આધિપત્ય કરતા વિચરણ કરે છે. ६५ कहिं णं भंते ! सहस्सारदेवाणं पज्जत्ता अपज्जत्ताणं ठाणा पण्णत्ता ? कहि णं भंते! सहस्सारदेवा परिवसंति ?
गोयमा ! महासुक्कस्स कप्पस्स उप्पि सपक्खि सपडिदिसिं जाव उप्पइत्ता एत्थ णं सहस्सारे णामं कप्पे पण्णत्ते - पाईण-पडीणायए जहा बंभलोए णवरं छव्विमाणावाससहस्सा भवतीति मक्खायं । देवा तहेव जाव वर्डेसगा जहा ईसाणस्स वडेंसगा णवरं मज्झे य इत्थ सहस्सारवर्डेसए जाव विहरंति ।
I
सहस्सारे य इत्थ देविंदे देवराया परिवसइ जहा सणकुमारे णवरं छण्हं विमाणावाससहस्साणं तीसाए सामाणियसाहस्सीणं चउण्ह य तीसाए आयरक्खदेवसाहस्सीणं जाव आहेवच्चं कारेमाणे विहरंति ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! પર્યાપ્ત અને અપર્યાપ્ત સહસ્રાર દેવોના સ્થાન ક્યાં છે ? હે ભગવન્! • સહસ્રાર દેવો ક્યાં નિવાસ કરે છે ?
ઉત્તર– હે ગૌતમ ! મહાશુક્ર કલ્પની ઉપર સમાન દિશા અને સમાન વિદિશામાં અનેક ક્રોડાક્રોડ યોજન ઉપર સહસાર નામનું કલ્પ છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબુ છે, ઇત્યાદિ સમસ્ત વર્ણન બ્રહ્મલોક કલ્પની સમાન છે. તેમાં વિશેષતા એ છે કે આ સહસ્રાર કલ્પમાં છ હજાર વિમાનાવાસ છે, એમ તીર્થંકર ભગવંતે કહ્યું છે. દેવોનું વર્ણન પૂર્વવત્ જાણવું. તેના અવતંસકોનું કથન ઈશાનકલ્પના અવતંસકોની સમાન છે પરંતુ ચારેની મધ્યમાં (પાંચમું) સહસ્રારાવતંસક છે.
આ સહસ્રારાવતંસકમાં દેવેન્દ્ર, દેવરાજ સહસ્રારેન્દ્ર નિવાસ કરે છે. તેની ઋદ્ધિનું કથન સનત્કુમારની જેમ જાણવું. વિશેષતા એ છે કે સહસ્રારેન્દ્ર છ હજાર વિમાનાવાસોનું, ત્રીસ હજાર સામાનિક દેવોનું, ચાર ત્રીસ હજાર અર્થાત્ એક લાખ વીશ હજાર આત્મરક્ષક દેવોનું આધિપત્ય કરતાં વિચરે છે.