________________
| દ્વિતીય પદઃ સ્થાન છે
[ ૧૪૩ |
પરકત ઉપદ્રવરહિત, કલ્યાણમય, કિંકર દેવોના દંડોથી ઉપરક્ષિત છે. તે ભવનો અત્યધિક ચમકતા અને સુશોભિત દેખાય છે, તેના પર ગોશીષચંદન તથા રક્તચંદનથી પાંચ આંગળીઓ યુક્ત હાથના થાપાઓ છે, યથાસ્થાને ચંદન કળશો સ્થાપેલા છે, તેના લઘુદ્ધાર-બારીઓનો દેશભાગ ચંદન કળશોના તોરણોથી સુશોભિત છે, ઉપરથી નીચે સુધી લટકતી લાંબી વિપુલ અને ગોળાકાર ઝુમખાવાળી પુષ્પમાળા તથા પંચવર્ણી તાજા સરસ સુગંધી પુષ્પોના ઢગલાઓથી સુવાસિત છે, કાલાગુરુ, શ્રેષ્ઠ ચંદન, લોબાન તથા ધૂપની મહેકથી મઘમઘાયમાન, રમણીય, ઉત્તમ અને સુગંધિત હોવાથી સુગંધની ગુટિકા સમાન લાગે છે. અપ્સરાગણના સમુદાયથી વ્યાપ્ત, દિવ્ય વાંજિત્રોના શબ્દોથી ગુંજાયમાન, સર્વ રત્નમય, સ્વચ્છ, સુંવાળા-
સ્નિગ્ધ, કોમળ, ઘસેલા, પોંછેલા, રજરહિત, નિર્મળ, નિષ્પક, નિરાવરણ કાંતિયુક્ત, પ્રભાયુક્ત, શ્રીસંપન્ન, કિરણોથી યુક્ત, શીતળ પ્રકાશયુક્ત, મનને પ્રસન્ન કરનારા, દર્શનીય-જોવા યોગ્ય, અત્યંત રમણીય અને મનોહર હોય છે. આ પ્રકારની વિશેષતાઓથી યુક્ત ભવનાવાસોમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત અસુરકુમાર દેવોના સ્થાન છે.
તે દેવો ઉપપાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં; સમુઘાતની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લોકના અસંખ્યાતમાં ભાગમાં હોય છે.
તે ભવનાવાસોમાં ઘણા અસુરકુમાર દેવો નિવાસ કરે છે. તે દેવો કાળા, લોહિતાક્ષરત્ન તથા ચણોઠી સમાન લાલ ઓષ્ઠવાળા, શ્વેત મોગરાના પુષ્પ સમાન દાંતવાળા, કાળા કેશવાળા, ડાબા કાનમાં એક કંડલના ધારક, ભીના ચંદનથી લિપ્ત શરીરવાળા, શિલિન્દ્ર પુષ્પ જેવી કંઈક રક્ત આભાવાળા અને સંકલેશ ઉત્પન્ન ન કરે તેવા સૂક્ષ્મ અને શ્રેષ્ઠ વસ્ત્રો ધારણ કરેલા, પ્રથમ કુમારાવસ્થાને ઓળંગી ગયેલા, બીજી પ્રૌઢાવસ્થાને પ્રાપ્ત નહીં થયેલા અર્થાત્ અતિ પ્રશસ્ત યૌવનમાં પ્રવર્તમાન હોય છે. હસ્તાભરણ અને બીજા શ્રેષ્ઠ આભૂષણોમાં જડિત નિર્મળ મણિ અને રત્નોથી સુશોભિત ભુજાવાળા, દશ મુદ્રિકા વડે સુશોભિત આંગળીઓ- વાળા, ચૂડામણિરૂપ અદ્ભૂત ચિહ્નયુક્ત, સુરૂપ, મહર્તિક, મહાતિમાન, મહાયશસ્વી, મહાબલી, સામર્થ્યયુક્ત, મહાસુખસંપન્ન, હારથી સુશોભિત વક્ષ:સ્થળવાળા, કડા અને બાજુબંધથી ચંભિત ભુજા- વાળા, અંગદ, કુંડળ અને કપોલ ભાગને સ્પર્શ કરતાં કર્ણપીઠના ધારક, હાથોમાં વિવિધ આભરણો ધારણ કરેલા, મસ્તક પર રંગબેરંગી પુષ્પમાળા ધારણ કરેલા, કલ્યાણકારી ઉત્તમ વસ્ત્રો પહેરેલા, કલ્યાણકારી શ્રેષ્ઠ માળા અને વિલેપનના ધારક, દેદીપ્યમાન શરીરયુક્ત, લાંબી વનમાળાના ધારક, દિવ્યવર્ણથી, દિવ્યગંધથી, દિવ્યસ્પર્શથી, દિવ્યસંહનનથી, દિવ્યસંસ્થાનથી, દિવ્યઋદ્ધિથી, દિવ્યતિથી, દિવ્યપ્રભાથી, દિવ્યછાયા(કાંતિ)થી, દિવ્યઅર્ચિ(જ્યોતિ)થી, દિવ્યતેજથી અને દિવ્યલેશ્યાથી દશે દિશાને પ્રકાશિત કરતા, સુશોભિત કરતા વિચરે છે. તે અસુરકુમાર દેવો પોત-પોતાના લાખો ભવનાવાસોનું, પોત-પોતાના હજારો સામાનિક દેવોનું, ત્રાયસ્વિંશક દેવોનું, લોકપાલ દેવોનું, અગ્રમહિષીઓનું, પરિષદોનું, સેનાઓનું, સેનાધિપતિ દેવોનું, આત્મરક્ષક દેવોનું તથા બીજા ઘણા ભવનવાસી દેવ-દેવીઓનું આધિપત્ય, અગ્રેસરત્વ, પ્રભુત્વ, સ્વામિત્વ, મહત્તરત્વ, આણેશ્વરત્વ તથા સેનાપતિત્વ કરતા-કરાવતા, પાલન કરતા-કરાવતા, કુશલ પુરુષો દ્વારા થતાં નિરંતર નૃત્ય, ગીત, વાદિત, તલ, તાલ, ત્રુટિત અને ઘનમૃદંગ આદિ વાજિંત્રોના દિવ્ય ધ્વનિ સાથે દિવ્ય ભોગોપભોગનો ઉપભોગ કરતા વિચરે છે. ३२ चमस्बलिणो य इत्थ दुवे असुरकुमारिंदा असुरकुमाररायाणो परिवसंति । काला, महाणीलसरिसा णीलगुलियगवलअयसिकुसुमप्पगासा वियसियसयवक्तणिम्मलईसीसित रक्ततंबणयणा गरुलाययउज्जुतुंगणासा ओयवियसिलप्पवाल बिंबफलसण्णिभाहरोट्ठा