________________
શ્રી પશવણા સૂત્ર : ભાગ-૧
આ પ્રમાણે છે— ગાથાર્થ– (૧) નિસર્ગરુચિ (૨) ઉપદેશરુચિ (૩) આજ્ઞારુચિ (૪) સૂત્રરુચિ (૫) બીજરુચિ (૬) અભિગમરુચિ (૭) વિસ્તારરુચિ (૮) ક્રિયારુચિ (૯) સંક્ષેપરુચિ અને (૧૦) ધર્મરુચિ. II ૧૨૦ II (૧) જે અન્યના ઉપદેશ વિના સ્વમતિ– જાતિસ્મરણાદિથી જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ અને સંવર આદિ તત્ત્વોને યથાર્થરૂપે જાણીને તેના પર રુચિ-શ્રદ્ધા કરે છે, તે નિસર્ગ રુચિ-સરાગ દર્શનાર્ય છે. II ૧૨૧ ॥ જે તીર્થંકર ભગવાન દ્વારા ઉપદિષ્ટ ભાવો (પદાર્થો) પર સ્વયમેવ જ ચાર પ્રકારે– દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી શ્રદ્ધા કરે છે; તીર્થંકર ભગવંતે જીવાદિ તત્ત્વોનું સ્વરૂપ જેવું કહ્યું છે, તેમ જ છે, અન્યથા નથી; આ પ્રકારની શ્રદ્ધાને નિસર્ગરુચિ કહે છે. II ૧૨૨ ॥
૯૨
(૨) જે છદ્મસ્થ(ગુરુભગવંત) અથવા કેવળી ભગવાન આદિના ઉપદેશ દ્વારા જિનેશ્વર કથિત જીવાદિ પદાર્થો પર શ્રદ્ધા કરે છે, તેને ઉપદેશરુચિ કહે છે. II ૧૨૩ II (૩) જે વિવક્ષિત પદાર્થના હેતુને જાણ્યા વિના માત્ર જિનાજ્ઞાથી પ્રવચન પર રુચિ-શ્રદ્ધા કરે તેને આજ્ઞારુચિ કહે છે. II ૧૨૪ II
(૪) જે અંગપ્રવિષ્ટ કે અંગબાહ્ય સૂત્રનું અધ્યયન કરતાં શ્રુતજ્ઞાનના માધ્યમથી શ્રદ્ધાને પામે છે, તેને સૂત્રરુચિ કહે છે. II ૧૨૫ II (૫) પાણીમાં તેલનું ટીપું પડે અને તે પાણીમાં ફેલાય જાય છે, તેમ જીવાદિ એક તત્ત્વમાં ઉત્પન્ન થયેલી રુચિ– શ્રદ્ધા બધાં તત્ત્વોમાં વ્યાપ્ત થઈ જાય, એક પદથી અનેક પદમાં ફેલાઈ જાય તેને બીજરુચિ કહે છે. II ૧૨૬ II
(૬) જેણે શ્રુતજ્ઞાન-અગિયાર અંગો, પઈન્ના, બારમા દષ્ટિવાદ અંગસૂત્રનું જ્ઞાન અર્થરૂપે ઉપલબ્ધ કરી લીધું હોય, તેની શ્રુતજ્ઞાનયુક્ત જે શ્રદ્ધા હોય, અધિગમરુચિ કહે છે. II ૧૨૭ II (૭) જેણે ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોના પર્યાયોને પ્રત્યક્ષાદિ સર્વ પ્રમાણો વડે અને નૈગમાદિ નયો વડે જાણ્યા હોય, તેને વિસ્તાર રુચિ કહે છે. II ૧૨૮ II
(૮) દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, ઈર્યા વગેરે સર્વ સમિતિઓમાં અને મનગુપ્તિ વગેરે ગુપ્તિની ક્રિયામાં રુચિ—શ્રદ્ધા હોય તેને ક્રિયારુચિ કહે છે. II ૧૨૯ II (૯) જેણે કોઈપણ કુદર્શનનો સ્વીકાર કર્યો નથી, અન્ય દર્શનને ઉપાદેયરૂપે સ્વીકાર્યું નથી અને અર્હત પ્રણિત જિન પ્રવચનમાં વિશારદ પણ નથી છતાં જિનપ્રવચનમાં શ્રદ્ધા છે, તેને સંક્ષેપરુચિ કહે છે. II ૧૩૦ II
(૧૦) જે જિનેશ્વર કથિત ધર્માસ્તિકાય આદિ અસ્તિકાય દ્રવ્ય ધર્મની તથા શ્રુતધર્મ કે ચારિત્રધર્મની શ્રદ્ધા કરે છે, તેને ધર્મરુચિ જાણવી. II ૧૩૧ II જીવાદિ તત્ત્વો અને જિનપ્રવચન રૂપ પરમાર્થનો પરિચય કે આદર કરવો, પરમાર્થને જેણે યથાર્થપણે જાણ્યો છે, તેવા પુરુષોની પર્યુપાસના કરવી, સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થયેલા અને કુદર્શનીઓનો ત્યાગ કરવો, તે જ સમ્યગ્દર્શન – શ્રદ્ધા છે. II ૧૩૨ II
સમ્યગ્દર્શનના આઠ આચાર છે. (૧) નિઃશંકિત– શંકા રહિત રહેવું, (૨) નિઃકાંક્ષિત– પરદર્શનની ઈચ્છા ન કરવી, (૩) નિર્વિચિકિત્સા– ધર્મના ફળમાં સંશય ન રાખવો, (૪) અમૂઢદૃષ્ટિ- દૃષ્ટિની મૂઢ તાથી રહિત રહેવું, (૫) ઉપબૃહણ– સાધર્મિકોના ગુણોની પ્રશંસા કરવી, (૬) સ્થિરીકરણ– અન્યને ધર્મમાં સ્થિર કરવા, (૭) વાત્સલ્ય– સાધર્મિક પ્રત્યે પ્રીતિ રાખવી અને (૮) પ્રભાવના− શાસનની પ્રસિદ્ધિ કરવી. (આ આઠ દર્શનાચાર) જેનામાં હોય તે સરાગદર્શનાર્ય કહેવાય છે. II ૧૩૩ II
આ સરાગદર્શનાર્યોની પ્રરૂપણા છે.
| १४० से किं तं वीयरागदंसणारिया ? वीयरागदंसणारिया दुविहा पण्णत्ता,
તા નહીં