________________
[
૭૪
]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
જાડાઈ હોય છે. તે ચક્રવર્તીના અંધાવાર આદિની નીચે ભૂમિફોડીને પ્રાદુર્ભત થાય છે. તે અસંજ્ઞી, મિથ્યાદષ્ટિ અને અજ્ઞાની હોય છે તથા અંતર્મુહૂર્તનું આયુષ્ય પૂર્ણ કરીને મરી જાય છે. આ આસાલિકની પ્રરૂપણા છે. १११ से किं तं महोरगा? महोरगा अणेगविहा पण्णत्ता, तं जहा- अत्थेगइया अंगुलं पि अंगुल पुहत्तिया वि वियत्थि पि वियत्थिपुहत्तिया वि रयणि पि रयणिपुहत्तिया वि कुच्छि पि कुच्छिपुहत्तिया वि धणुं पि धणुपुहत्तिया वि गाउयं पि गाउयपुहत्तिया वि जोयणं पिजोयणपुहत्तिया वि जोयणसयं पिजोयणसयपुहत्तिया वि जोयणसहस्सं पि। ते णं थले जाया जले वि चरंति थले वि चरंति । ते णत्थि इहं, बाहिरएसु दीवसमुद्दएसु हवंति, जेयावण्णे तहप्पगारा । से तं महोरगा । ભાવાર્થ - પ્રશ્ન- મહોરગના કેટલા પ્રકાર હોય છે? ઉત્તર- મહોરગના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે– એક અંગુલની અવગાહનાવાળા મહોર, અને કેટલાક અનેક અંગુલની અવગાહનાવાળા, આ રીતે એક વૈત, અનેક વૈત, એક હાથ, અનેક હાથ, એક કુક્ષિ, અનેક કુક્ષિ, એક ધનુષ, અનેક ધનુષ, એક ગાઉ, અનેક ગાઉ, એક યોજન, અનેક યોજન, સો યોજન, અનેક સો યોજન અને એક હજાર યોજનની અવગાહનાવાળા મહોરગ. તે સ્થળમાં ઉત્પન્ન થાય છે અને જળમાં અને સ્થળમાં પણ વિચરણ કરે છે. તે અઢીદ્વિીપમાં હોતા નથી. મનુષ્યક્ષેત્રની બહારના દ્વીપ સમુદ્રોમાં હોય છે. આ પ્રકારના અન્ય ઉરપરિસર્પને પણ મહોરગ જાતિના સમજવા જોઈએ. આ મહોરગની પ્રરૂપણા છે. ११२ तेसमासओ दुविहा पण्णत्ता,तं जहा-सम्मुच्छिमा य गब्भवक्कंतिया या तत्थणंजे ते समुच्छिमा ते सव्वे णपुंसगा । तत्थ णं जे ते गब्भवक्कंतिया तेणं तिविहा पण्णत्ता, जं जहा- इत्थी पुरिसा णपुंसगा । एएसिणं एवमाइयाणं पज्जत्तापज्जत्ताणं उरपरिसप्पाणं दस जाइकुलकोडी-जोणिप्पमुहसयसहस्सा हवंतीति मक्खायं । से तं उरपरिसप्पा । ભાવાર્થ – પૂર્વોક્ત બધાજ ઉરપરિસર્પ-સ્થળચર સંક્ષેપથી બે પ્રકારના છે. તે આ પ્રમાણે છે– સંમૂર્છાિમ અને ગર્ભજ. તેમાં જે સંમૂર્છાિમ છે, તે બધા નપુંસક છે અને જે ગર્ભજ છે, તેના ત્રણ પ્રકાર છે. જેમ કે(૧) સ્ત્રી, (૨) પુરુષ અને (૩) નપુંસક. આ પ્રમાણે પર્યાપ્ત અને અપર્યાપ્ત ઉરપરિસર્પોના દશ લાખ જાતિ-કુલકોટિ યોનિ છે, એ પ્રમાણે શ્રી તીર્થકર ભગવંતોએ કહ્યું છે. આ ઉરપરિસર્પની પ્રરૂપણા છે. ११३ से किं तं भुयपरिसप्पा ? भुयपरिसप्पा अणेगविहा पण्णत्ता, तं जहाणउला गोहा सरडा सल्ला सरंठा सारा खारा घरोइला विस्संभरा मूसा मंगूसा पयलाइया छीरविरालिया; जाहा चउप्पाइया, जेयावण्णे तहप्पगारा। ભાવાર્થ-પ્રશ્નભુજપરિસર્પના કેટલા પ્રકાર છે? ઉત્તર- ભુજપરિસર્પના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે–નકુલ–નોળિયો, ગોહ, સરટ-કાકીડો, શલ્ય, સરઠ, સાર, ખાર, ગૃહકોકિલા-ઢેઢ ગરોળી, વિશંભરા, મૂષક-ઉંદર, મંગુસા-ખીસકોલી, પોલાતિક, ક્ષીરવિડાલિકા; જાહક–જેના શરીરમાં કોશ હોય તેવું પ્રાણી, ચતુષ્પાદિકા ભુજપરિસપિણી; આ પ્રકારના અન્ય જેટલા ભુજાથી ચાલનારા પ્રાણી હોય તે બધાને ભુજપરિસર્પ જાણવા જોઈએ. ११४ ते समासओ दुविहा पण्णत्ता, तंजहा- सम्मुच्छिमा य गब्भवक्कंतिया या तत्थणं