________________
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૧
पज्जत्तापज्जत्ताणं दस जाईकुलकोडिजोणिप्पमुहसयसहस्सा हवंतीति मक्खायं । सेतं चउप्पयथलयरपंचेंदियतिरिक्खजोणिया ।
૭૪
ભાવાર્થ :- પ્રશ્ન- સનખપદ-શ્વાનપદના કેટલા પ્રકાર છે ? ઉત્તર- સનખપદ-શ્વાનપદના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે– સિંહ, વાઘ, દીપડો, રીંછ, તરક્ષ, પરાશર, શિયાળ, બિલાડી, કૂતરો, કોલશ્વાન, લોમડી, સસલું, ચિત્તો અને ચિત્તલગ(ચિલ્લક) તથા આ પ્રકારના અન્ય પ્રાણીઓને સનખપદ(શ્વાનપદ) સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક જાણવા જોઈએ. આ સનખપદોની પ્રરૂપણા છે.
ઉપર્યુક્ત બધા પ્રકારના ચતુષ્પદ-સ્થળચર પંચેન્દ્રિય-તિર્યંચયોનિકના સંક્ષેપથી બે પ્રકાર છે– સંમૂર્છિમ અને ગર્ભજ. તેમાં સંમૂર્છિમ બધા નપુંસક છે અને ગર્ભજના ત્રણ પ્રકાર છે– (૧) સ્ત્રી, (૨) પુરુષ અને (૩) નપુંસક. આ પ્રમાણે પર્યાપ્ત અને અપર્યાપ્ત ચતુષ્પદ સ્થળચર-પંચેન્દ્રિય-તિર્યંચયોનિક જીવોની દશ લાખ જાતિ-કુલકોટિયોનિ છે, તેમ શ્રી તીર્થંકર ભગવંતોએ કહ્યું છે. આ રીતે ચતુષ્પદ સ્થળચર પંચેંદ્રિય તિર્યંચયોનિકોનું નિરૂપણ પૂર્ણ થાય છે.
| १०४ से किं तं परिसप्पथलयरपंचेंदियतिरिक्खजोणिया ? परिसप्फ्थलयरपंचेंदियतिरिक्खजोणिया दुविहा पण्णत्ता, तं जहा - उरपरिसप्प थलरपंचेंदिय-तिरिक्खजोणिया य भुयपरिसप्प-थलयरपंचेंदिय-तिरिक्खजोणिया य ।
ભાવાર્થ :- પ્રશ્ન- પરિસર્પ-સ્થળચર-પંચેન્દ્રિય-તિર્યંચયોનિકના કેટલા પ્રકાર છે ? ઉત્તર− પરિસર્પ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે– ઉપરિસર્પ સ્થળચરપંચેન્દ્રિય તિર્યંચ યોનિક અને ભુજપરિસર્પસ્થળચર પંચેન્દ્રિય-તિર્યંચયોનિક.
| १०५ से किं तं उरपरिसप्पथलयरपंचेदियतिरिक्खजोणिया ? उरपरिसप्पथलयरपंचेदिय તિવિહગોળિયા વડન્ગિહા પળત્તા, તું બહા- અહીં, અયારા, બાલાળિયા, મહોરા । ભાવાર્થ :- પ્રશ્ન– ઉપરિસર્પ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકના કેટલા પ્રકાર છે ? ઉત્તરઉરપરિસર્પ સ્થળચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) અહિ(સર્પ), (૨) અજગર, (૩) આસાલિક અને (૪) મહોરગ.
१०६ से किं तं अही ? अही दुविहा पण्णत्ता, तं जहा- दव्वीकरा य मउलिणो य । ભાવાર્થ: :- પ્રશ્ન− તે અહિના કેટલા પ્રકાર છે ? ઉત્તર– અહિના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે— દર્દીકર–ફેણસહિત(ફણીધર) અને મુકુલી ફેણરહિત.
| १०७ से किं तं दव्वीकरा ? दव्वीकरा अणेगविहा पण्णत्ता, तं जहा- आसीविसा दिट्ठीविसा उग्गविसा भोगविसा तयाविसा लालाविसा उस्सासविसा णिस्सासविसा कण्हसप्पा सेयसप्पा काओदरा दज्झपुप्फा कोलाहा मेलिमिंदा, सेसिंदा, जे यावण्णे तहप्पगारा । से तं दव्वीकरा । ભાવાર્થ:- પ્રશ્ન- ફણીધર સર્પના કેટલા પ્રકાર છે ? ઉત્તર- ફણીધર સર્પના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે– દાઢોમાં વિષવાળા આશીવિષ, દષ્ટિમાં વિષવાળા દષ્ટિવિષ, તીવ્ર વિષવાળા ઉગ્રવિષ, ફેણ અથવા શરીરમાં વિષવાળા ભોગવિષ, ચામડીમાં વિષવાળા ત્વચાવિષ, લાળમાં વિષવાળા લાલાવિષ, શ્વાસમાં વિષવાળા ઉચ્છ્વાસવિષ, શ્વાસ છોડવામાં વિષવાળા નિઃશ્વાસ વિષ, કૃષ્ણસર્પ, શ્રુતસર્પ, કાકોદર,