________________
[
s ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
બેઇન્દ્રિય સંસારસમાપનક જીવ પ્રજ્ઞાપના:८५ से किं तं बेइंदियसंसार-समावण्ण-जीवपण्णवणा?
__ बेइंदियसंसारसमावण्णाजीवपण्णवणा अणेगविहा पण्णत्ता, तंजहा- पुलाकिमिया कुच्छिकिमिया गंडूयलगा गोलोमो णेउरा सोमंगलगा वंसीमुहा सूईमुहा गोजलोया जलोया जलोउया संख संखणगा घुल्ला-खुल्ला, गुलया खंधा वराडा सोत्तिया मोत्तिया कलुयावासा एगओवत्ता दुहओवत्ता णंदियावत्ता संवुक्का माईवाहा सिप्पिसंपुडा चंदणा समुद्दलिक्खा, जेयावण्णे तहप्पगारा। सव्वेते सम्मुच्छिमा, णपुंसगा।
ते समासओ दुविहा पण्णत्ता, तं जहा- पज्जत्तगा य अपज्जत्तगा य । एएसिणं एवमादियाणं बेइंदियाणं पज्जत्ताअपज्जत्ताणं सत्त जाइकुलकोडिजोणी पमुहसयसहस्सा भवंतीति मक्खायं । से तं बेइंदियसंसारसमावण्ण-जीवपण्णवणा । ભાવાર્થ – પ્રશ્ન-બેઇન્દ્રિય સંસાર સમાપન જીવ પ્રજ્ઞાપનાના કેટલા પ્રકાર છે?
ઉત્તર- બેઇન્દ્રિય સંસારસમાપન જીવ પ્રજ્ઞાપનાના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે– પુલાકૃમિક, કુક્ષિકૃમિક, ગંડુયલગ, ગોલોમ, નેપૂર, સૌમંગલક, વંશીમુખ, સૂચીમુખ, ગૌલોકા, જલોકા, જલાયુષ્ક, શંખ, શંખનક, ઘુલ્લા, ખુલ્લા, ગુડજા, સ્કન્ધ, વરાટા-કોડી, સૌકિતક, મૌક્તિક, કલુકાવાસા, એકતોવૃત્ત, દ્વિધાવૃત્ત, નદિકાવર્ત, શબ્બકા, માતૃવાહા, શુક્તિસંપુટ(છીપલા), ચંદનક, સમુદ્રલિફા વગેરે તથા આ પ્રકારના અન્ય જીવોને બેઇન્દ્રિય જીવો સમજવા જોઈએ. ઉપર્યુક્ત બેઇન્દ્રિય જીવો સંમૂર્છાિમ અને નપુંસક છે.
આ બેઇન્દ્રિય જીવોના સંક્ષેપથી બે પ્રકાર છે. તે આ પ્રમાણે– પર્યાપ્ત અને અપર્યાપ્ત. પર્યાપ્ત અને અપર્યાપ્ત બેઇન્દ્રિય જીવોની સાત લાખ જાતિ-કુલકોટિ-યોનિ હોય છે. આ પ્રમાણે ભગવાને કહ્યું છે. આ રીતે બેઈદ્રિય સંસારસમાપન જીવોની પ્રજ્ઞાપના પૂર્ણ થાય છે. વિવેચન -
આ સૂત્રમાં બેઇન્દ્રિય જીવોની વિવિધ જાતિઓ, તેના બે પ્રકાર અને તેની જીવયોનિઓની સંખ્યાનું નિરૂપણ છે. | સ્પર્શેન્દ્રિય અને જીહેન્દ્રિય, આ બે ઇન્દ્રિય જે જીવોને હોય છે, તે બેઇદ્રિય જીવ કહેવાય છે. જેમ કે– શંખ, છીપ, કોડી, કરમિયા, પોરા, વાળો, અળસિયા, જળો, લાળીયા, રસજ- રસવંતી વસ્તુઓ બગડી જાય, ત્યારે તેમાં ઉત્પન્ન થતા કીડા, વાંતરી, ઇયળ આદિ. સળે તે સન્છ માં નપુંસા:- કૃમિ, કીડા આદિ ઉપરોક્ત બેઈદ્રિય જીવો માતા-પિતાના સંયોગ વિના, અશચિસ્થાનો જેવા કોઈપણ યોગ્ય સ્થાનોમાં સહજ રીતે ઉત્પન્ન થઈ જાય છે, તેથી તે સંમૂર્છાિમ છે અને તે સર્વે નપુંસક હોય છે. ગાહનોડિ ગોળી :- જાતિ-કુલકોટિ યોનિ- નારિતિ ઝિન તિર્યકતિ તણાઃ સુતાનિ
જૂનિટqશ્વરનિ માનિ જાનિ યોનિ પ્રવા િ પ્રસ્તુત પ્રસંગમાં “જાતિ' શબ્દ તિર્યંચગતિનો બોધક છે. તેમાં કૃમિ, કીડા વગેરે કળ છે અને તે જેમાં ઉત્પન્ન થાય તે યોનિ. યોનિ એટલે