________________
બુત સેવાનો સત્કાર
શ્રુતાધાર (મુખ્યદાતા) માતુશ્રી ડો. લીલાબેન ચીમનલાલ મહેતા
શ્રીમતી ભારતીબેન ડો. ભરતભાઈ મહેતા પુણ્ય બે પ્રકારના હોય છે - પુણ્યાનુબંધી પુણ્ય અને પાપનુબંધી પુણ્ય. પુયોગે ધનસંપતિ પ્રાપ્ત કરી તેનો ઉપયોગ ભોગવિલાસ, સ્વાર્થમય પ્રવૃત્તિમાં કરનાર વ્યક્તિ પુણ્યના ઉદયમાં પાપનો અનુબંધકરી પુણ્ય પરંપરાનો નાશ કરે છે.
પુણ્યાનુબંધી પુણયના ઉદયવાળા જીવો પુયયોગે શારીરિક, આર્થિક અનુકૂળતા પ્રાપ્ત કરી, પ્રાપ્ત ધનસંપત્તિનો ઉપયોગ પરમાર્થ માર્ગે કરી પુણયનો સંચય કરતા રહે છે અને પુણ્યપરંપરાની વૃદ્ધિ એક દિવસ મોક્ષ પ્રાપ્તિમાં સહાયભૂત બની રહે છે.
પુણ્યાનુબંધી પુણ્યના સ્વામી પિતાશ્રી ડો. ચીમનભાઈ અને માતુશ્રી ડો. લીલાબેન સ્વસંપત્તિનો ઉપયોગ સન્માર્ગે વાપરવા સાથે સાધુ - સાધ્વીજીઓની વૈયાવચ્ચે માટે હંમેશાં તત્પર રહેતા. વૈયાવચ્ચ - શાસનસેવાના તે જ સંસ્કાર સુપુત્ર ડો. ભરતભાઈ અને પુત્રવધુ ભારતીબેનમાં અવતરિત થયા. મેડીકલ, શૈક્ષણિક, સામાજિક ક્ષેત્રે અનેક કુટુંબોને મદદ રૂપ બન્યા. સુપુત્રી વિરલ આશીષ મહેતા અને ચિ. મલય માતા-પિતાના સંસ્કારોને ઉજ્જવળ કરી રહ્યા છે.
ભારતીબેનની ૬ વરસની જીવલેણ બિમારીમાં કુટુંબના દરેક સભ્ય શાતા ઉપજાવવા ખડે પગે તૈયાર રહેતા. પૂ. વીરમતીબાઈ મ. આદિના સાંનિધ્યમાં ધર્મશ્રવણ કરતાં-કરતાં ભારતીબેનના દેહ છોડ્યો અને ભરતભાઈની જીવન દિશા બદલાઈ ગઈ. સંપૂર્ણ જીવન અને સંપત્તિ ધર્મક્ષેત્રે સમર્પિત કરી દીધા. રાજકોટમાં વિશાળ સંકુલમાં નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થ ઊભું કરી પોતાની શ્રદ્ધા-ભક્તિના દર્શન કરાવ્યા છે.
આજે આગમના પુનઃ પ્રકાશનમાં શ્રુતાધાર બની ભદ્રકર્મને ઉપાર્જન કર્યું છે. તમારી પરમાત્મભક્તિ, શ્રુતભક્તિ સદેવ વૃદ્ધિગંત રહે, ભવોભવ જિનશાસન પામી શીઘતિશીધ્ર મુક્તિને પામો તેવી શુભેચ્છા સહધન્યવાદ.
ગુરપ્રાણ પ્રકાશન
PARASDHAM