________________
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૧
ઉત્તર– જલરુહ વનસ્પતિના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે– ઉદક, અવક, પનક, શેવાળ, કલંબુકા, હડ, કસેરુકા, કચ્છા, ભાણી, ઉત્પલ, પદ્મ, કુમુદ, નલિન, સુભગ, સોધિક, પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર, સહસ્રપત્ર, કલ્હાર, કોકનદ, અરવિંદ, તામરસ, કમળ, ભિસ, ભિસમૃણાલ, પુષ્કર અને પુષ્કરાસ્તિભુ. આ પ્રકારની અન્ય વનસ્પતિને પણ જલરુહ સમજવી. આ જલરુહનું વર્ણન પૂર્ણ થાય છે.
૫૦
७१ से किं तं कुहणा ? कुहणा अणेगविहा पण्णत्ता, तं जहा - आए काए कुहणे कुणक्के दव्वहलिया सप्फाए सज्जाए छत्ताए वंसी जहिया कुरए, जेयावण्णे तहप्पगारा। से तं कुहणा ।
ભાવાર્થ:- પ્રશ્ન- કુહણ વનસ્પતિના કેટલા પ્રકાર છે ? ઉત્તર- કુહણ વનસ્પતિના અનેક પ્રકાર છે, તે આ પ્રમાણે છે— આય, કાય, કુહણ, કુનક્ક, દ્રવ્યહલિકા, શફાય, સજ્જાત, છત્રાક– બિલાડીના ટોપ, વંશી, નહિતા, કુરક. આ પ્રકારની અન્ય વનસ્પતિ પણ કુહણા છે. આ કુહણા વનસ્પતિઓનું વર્ણન પૂર્ણ
થાય છે.
७२
णाणाविहसंठाणा, रुक्खाणं एगजीविया पत्ता । વંથો વિ નીવો, તાલ:સરા-ખાણિીનું ૫૪૪॥ जह सगलसरिसवाणं, सिलेसमिस्साण वट्टिया वट्टी । पत्तेयसरीराणं तह, होंति सरीरसंघाया ॥ ४५ ॥
जह वा तिलपप्पडिया, बहुएहि तिलेहि संहता संती । पत्तेयसरीराणं तह, होंति सरीरसंघाया ॥४६॥
से तं पत्तेयसरीर-बादर-वणप्फइकाइया ।
ભાવાર્થ:- (ગાથાર્થ) વિવિધ આકારવાળા વૃક્ષોના પાંદડાઓમાં અર્થાત્ ગુચ્છ, ગુલ્મ આદિ બારે પ્રકારની વનસ્પતિઓના પાંદડાંમાં એક જીવ હોય છે, તાડ, સરળ, નાળિયેર આદિ વૃક્ષોનાં સ્કંધ પણ એક-એક જીવવાળા હોય છે અર્થાત્ તાડ આદિ સિવાય સર્વ વૃક્ષોના સ્કંધ સૂત્ર-૫૭, ૫૮ અનુસાર અસંખ્યજીવી હોય છે. II ૪૪
જેવી રીતે સ્નિગ્ધ દ્રવ્યથી(ગુંદ વગે૨ે ચીકણા પદાર્થથી) પરસ્પર એકરૂપ થયેલા સરસવના લાડવામાં સરસવના પ્રત્યેક દાણા પૃથ-પૃથક્ હોવા છતાં પણ એકરૂપ પ્રતીત થાય છે; તેવી જ રીતે કર્મરૂપી સ્નિગ્ધતાથી એકત્ર થયેલા પ્રત્યેક શરીરી જીવોના શરીર ભિન્ન-ભિન્ન હોવા છતાં પણ શરીર સંઘાતરૂપ– એકરૂપે પ્રતીત થાય છે. II ૪૫ II
જેવી રીતે તલપાપડી(તલ સાંકળી)માં સર્વ તલ અલગ-અલગ દેખાવા છતાં પણ ઘણા તલો ભેગા થાય ત્યારે તલપાપડી બને છે; તે જ રીતે પ્રત્યેકશરીરી જીવોના અનેક શરી૨ સંઘાતરૂપ હોય છે. II ૪૬
આ પ્રમાણે તે(પૂર્વોક્ત) પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયિક જીવોની પ્રજ્ઞાપના પૂર્ણ થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયના ભેદ-પ્રભેદનું વિસ્તૃત વર્ણન છે.