________________
સર્વ જીવ: પ્રતિપત્તિ-૭
૭૫૫
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! દેવી, દેવીરૂપે કેટલો સમય રહે છે? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ (દશ હજાર) વર્ષ અને ઉત્કૃષ્ટ પ૫ પલ્યોપમ સુધી રહે છે. | १९ सिद्धेणं भंते! सिद्धेत्तिकालओ केवचिरंहोइ? गोयमा !साइए अपज्जवसिए। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન! સિદ્ધ,સિદ્ધ રૂપે કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ!સિદ્ધ સાદિ અપર્યવસિત હોવાથી સદાકાળ તે જ રૂપે રહે છે. | २० रइयस्सणं भंते ! अंतरंकालओ केवचिरंहोइ? गोयमा !जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणवणस्सइकालो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નારકીનું અંતર કેટલું છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. | २१ तिरिक्खजोणियस्स णं भंते ! अंतरंकालओ केवचिरंहोइ? गोयमा !जहण्णेणं अतोमुहुत्तं उक्कोसेण सागरोवमसयपुहुत्त साइरेग। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! તિર્યંચનું અંતર કેટલું છે? ઉત્તર-હે ગૌતમ!જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમ છે. | २२ तिरिक्खजोणिणी णं भंते ! अंतरंकालओ केवचिरं होइ? गोयमा !जहण्णेणं अतोमुहत्तं, उक्कोसेणं वणस्सइकालो। एवं मणुस्सस्स वि मणुस्सीए वि । देवस्स वि देवीए वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તિર્યંચાણીનું અંતર કેટલું છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. આ જ રીતે મનુષ્યનું, મનુષ્યાણીનું, દેવનું અને દેવીનું અંતર જાણવું જોઈએ. | २३ सिद्धस्सणंभंते ! अंतरंकालओ केवचिरंहोइ ? गोयमा !साइयस्स अपज्जवसिए णत्थि अतर। ભાવાર્થ:- પ્રશ્ન–હે ભગવન્! સિદ્ધનું અંતર કેટલું છે? ઉત્તર- હે ગૌતમ!સિદ્ધ સાદિ અનંત હોવાથી અંતર નથી.
२४ अप्पाबहुयं-सव्वत्थोवा मणुस्सीओ, मणुस्साअसंखेन्जगुणा,णेरड्या असंखेज्जगुणा तिरिक्खजोणिणीओ असंखेज्जगुणाओ, देवा असंखेज्जगुणा, देवीओ संखेज्जगुणाओ, सिद्धा अणंतगुणा,तिरिक्खजोणिया अणंतगुणा । सेत्तं अट्ठविहा सव्वजीवा। ભાવાર્થ - અલ્પબદુત્વ- (૧) સર્વથી થોડી મનુષ્યાણી, (૨) તેનાથી મનુષ્યો અસંખ્યાતગુણા, (૩) તેનાથી નારકીઓ અસંખ્યાતગુણા, (૪) તેનાથી તિર્યંચાણી અસંખ્યાતગુણી, (૫)તેનાથી દેવો અસંખ્યાતગુણા, (૬) તેનાથી દેવીઓ સંખ્યાતગુણી, (૭) તેનાથી સિદ્ધો અનંતગુણા, (૮) તેનાથી તિર્યંચો અનંતગુણા છે.
આ રીતે સર્વ જીવોના આઠ પ્રકારનું વર્ણન પૂર્ણ થયું