________________
સર્વ જીવ : પ્રતિપત્તિ-૬
૭૪૭
.
સપ્તવિધ : સર્વ જીવ પ્રતિપત્તિ-૬ [PP/EP|PP||P|PP|FP/// સર્વ જીવોના સાત પ્રકાર ઃ પૃથ્વીકાય આદિ :
१ तत्थ णं जे ते एवमाहंसु सत्तविहा सव्वजीवा पण्णत्ता ते एवमाहंसु, तं जहापुढविकाइया आउकाइया तेडकाइया वाउकाइया वणस्सइकाइया तसकाइया अकाइया । संचिट्ठणंतरा जहा हेट्ठा
•
ભાવાર્થ :- પૂર્વોક્ત નવ પ્રતિપત્તિઓમાંથી છઠ્ઠી પ્રતિપત્તિમાં જે સાત પ્રકારના સર્વ જીવોનું કથન છે, તે આ પ્રમાણે છે કે સર્વજીવોના સાત પ્રકાર છે– (૧) પૃથ્વીકાયિક, (૨) અાયિક, (૩) તેજસ્કાયિક, (૪) વાયુકાયિક, (૫) વનસ્પતિકાયિક, (૬) ત્રસકાયિક અને (૭) અકાયિક. તેની કાયસ્થિતિ અને અંતર પૂર્વવત્ જાણવું.
२ अप्पाबहुयं - सव्वत्थोवा तसकाइया, तेउकाइया असंखेज्जगुणा, पुढविकाइया विसेसाहिया, आउकाइया विसेसाहिया, वाउकाइया विसेसाहिया, अकाइया अणंतगुणा, वणस्सइकाइया अणंतगुणा ।
ભાવાર્થ :- અલ્પબહુત્વ– (૧) સર્વથી થોડા ત્રસકાયિક, (૨) તેનાથી તેજસ્કાયિક અસંખ્યાતગુણા, (૩) તેનાથી પૃથ્વીકાયિક વિશેષાધિક, (૪) તેનાથી અપ્સાયિક વિશેષાધિક, (૫) તેનાથી વાયુકાયિક વિશેષાધિક, (૬) તેનાથી અકાયિક અનંતગુણા અને (૭) તેનાથી વનસ્પતિકાયિક અનંતગુણા છે.
३ अहवा सत्तविहा सव्वजीवा पण्णत्ता, तं जहा - कण्हलेस्सा नीललेस्सा काउलेस्सा तेउलेस्सा पम्हलेस्सा सुक्कलेस्सा अलेस्सा ।
ભાવાર્થ :- સર્વ જીવોના સાત પ્રકાર છે– (૧) કૃષ્ણ લેશી (૨) નીલ લેશી (૩) કાપોત લેશી (૪) તેજો લેશી (૫) પદ્મ લેશી (૬) શુક્લ લેશી અને (૭) અલેશી.
४ कण्हलेस्से णं भंते ! कण्हलेस्से त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहणणेणं अतोमुहुत्तं उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं अंतोमुहुत्तमब्भहिया ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! કૃષ્ણલેશી, કૃષ્ણ લેશી રૂપે કેટલો સમય રહે છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમ સુધી રહે છે.
५ णीललेस्से णं भंते ! णीललेस्से त्ति कालओ केवचिरं होई ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं दससागरोवमाइं पलिओवमस्स असंखेज्जइभागमब्भहियाइं । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! નીલલેશી, નીલલેશીરૂપે કેટલો સમય રહે છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક દશ સાગરોપમ સુધી રહે છે.
६ काउलेस्से णं भंते काउलेस्से त्ति कालओ केवचिरं होइ ? गोयमा ! जहणेणं