________________
| સર્વ જીવઃ પ્રતિપત્તિ-૪
[ ૭૩૯ ]
કાયસ્થિતિ - ક્રોધ કષાયી, માન કષાયી અને માયા કપાયીની કાયસ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. કારણ કે ક્રોધાદિના પરિણામો અંતર્મુહૂર્ત પર્યત જ રહે છે. લોભ કષાય જઘન્ય એક સમય સુધી તે રૂપમાં રહે છે. આ કથન ઉપશમશ્રેણીની અપેક્ષાએ છે. ઉપશમ શ્રેણીથી નિવૃત્ત થતા જીવને સહુ પ્રથમ લોભ કષાયનો ઉદય થાય છે અને બીજા જ સમયે તેનું મૃત્યુ થાય તો લોભકષાયની સ્થિતિ એક સમયની થાય છે. લોભકષાયની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે, કારણ કે ચારે કષાયના પરિણામ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પર્યત જ રહે છે.
અકષાયી જીવોના બે પ્રકાર છે– (૧) ક્ષીણ કષાયી. તેની સ્થિતિ સાદિ અનંત. તે જીવો કેવળી થઈને સિદ્ધ થાય છે. (૨) ઉપશાંત કષાયી. તેઓની આ અવસ્થા સાદિ સાંત છે. તેની સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે.
તે જીવો કષાયને ઉપશાંત કરે, અગિયારમાં ગુણસ્થાનને પ્રાપ્ત કરે અને બીજા જ સમયે તેનું મૃત્યુ થાય તો તેની અકષાયી અવસ્થા જઘન્ય એક સમયની થાય છે. ઉપશાંત મોહનીય ગુણસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની હોવાથી અકષાયી જીવોની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે. અંતર – ક્રોધકષાયનું અંતર જઘન્ય એક સમય છે, તે લોભકષાયીની જઘન્ય સ્થિતિ પ્રમાણે છે. ઉત્કૃષ્ટ અંતર અંતર્મુહૂર્ત છે, કારણ કે ઉપશાંત અવસ્થામાં અને શેષ કષાયોમાં પણ જીવ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત જ રહે છે. તે જ રીતે માનકષાયી અને માયાકષાયીનું પણ અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. લોભકષાયીનું અંતર જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનું છે કારણ કે કષાયની ઉપશાંત અવસ્થા અંતર્મુહૂર્તની હોય છે અને ક્રોધાદિ કષાયોની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે.
સાદિ અનંત અકષાયીનું અંતર નથી. સાદિ સાત અકષાયીનું અંતર જઘન્ય અંતર્મુહુર્ત છે તેટલા સમય પછી ફરીથી શ્રેણી પ્રાપ્ત થઈ શકે છે. ઉત્કૃષ્ટ અનંતકાળ- દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તન છે, એટલા સમય પછી જીવને પુનઃ સંયમ અને શ્રેણીની અવશ્ય પ્રાપ્તિ થાય છે. અલ્પબહુવૈદ્ધાર -સર્વથી થોડા અકષાયી, કારણ કે સિદ્ધો જ અકષાયી છે. તેનાથી માનકષાયી અનંતગુણા છે કારણ કે નિગોદ-જીવો સિદ્ધોથી અનંતગુણા છે, તેનાથી ક્રોધ કષાયી વિશેષાધિક છે કારણ કે ક્રોધ કષાયની સ્થિતિ વધુ હોય છે, તેનાથી માયા કષાયી વિશેષાધિક છે અને તેનાથી લોભકષાયી વિશેષાધિક છે કારણ કે માયા અને લોભનો ઉદય ક્રોધ કરતાં વધુ સમય રહે છે. સર્વ જીવોના પાંચ પ્રકારઃ નૈરયિકાદિઃ| ४ अहवा पंचविहा सव्वजीवा पण्णत्ता,तंजहा- णेरइया तिरिक्खजोणिया मणुस्सा देवा सिद्धा । संचिट्ठणंतराणि जहा हेट्ठा भणियाणि ।
___ अप्पाबहुयं-सव्वत्थोवा मणुस्सा,णेरड्या असंखेज्जगुणा, देवा असंखेज्जगुणा, सिद्धा अणंतगुणा, तिरिया अणतगुणा । सेतं पंचविहा सव्वजीवा । ભાવાર્થ- સર્વ જીવોના પાંચ પ્રકાર છે- નારકી, તિર્યચ, મનુષ્ય, દેવ અને સિદ્ધ. કાયસ્થિતિ અને અંતર પૂર્વવત્ કહેવું.
અલ્પબહુત્વ- સર્વથી થોડા મનુષ્યો, તેનાથી નારકીઓ અસંખ્યાતગુણા, તેનાથી દેવો