________________
| સર્વ જીવઃ પ્રતિપત્તિ-૧
૭૧૫ ]
સ્થિતિ થાય છે. તે જીવ જ્યારે અનંતકાલ સુધી વનસ્પતિકાયમાં જ જન્મ-મરણ કરે, તો તે ઉત્કૃષ્ટ અનંતકાલ પર્યત અભાષક રહે છે. અંતર – ભાષકનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ અનંતકાળ–વનસ્પતિકાળ છે. અભાષકની સ્થિતિ તે જ ભાષકનું અંતર છે. સાદિ અપર્યવસિત અભાષકને અંતર નથી. સાદિ સંપર્યવસિત અભાષકનું અંતર જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે અર્થાત્ ભાષકનો કાયસ્થિતિ રૂપ સમય જ અભાષકનું અંતર છે.
સર્વથી થોડા ભાષક છે, તેનાથી અભાષક અનંતણા છે કારણ કે સિદ્ધના જીવો અને નિગોદના જીવો અભાષક છે. સર્વ જીવોના બે પ્રકારઃ ચરમ-અચરમ:|४१ अहवा दुविहा सव्वजीवा पण्णत्ता,तंजहा-चरिमा चेव अचरिमा चेव । ભાવાર્થ – સર્વ જીવોના બે પ્રકાર છે– ચરમ અને અચરમ. |४२ चरिमेणं भंते ! चरिमे त्ति कालओ केवचिरं होइ? गोयमा ! चरिमे अणाइए सपज्जवसिए । अचरिमे दुविहे पण्णत्ते- अणाइए वा अपज्जवसिए, साइए वा अपज्ज वसिए । दोण्हपि णत्थि अंतरं। ___ अप्पाबहुयं-सव्वत्थोवा अचरिमा, चरिमा अणंतगुणा । सेतंदुविहा सव्वजीवा। ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન્! ચરમ, ચરમ અવસ્થામાં કેટલો સમય રહે છે? ઉત્તર- હે ગૌતમ! ચરમ અનાદિ સપર્યવસિત છે. અચરમના બે પ્રકાર છે– અનાદિ અપર્યવસિત અને સાદિ અપર્યવસિત. તે બંનેમાં અંતર નથી. અલ્પ બહત્વ- સર્વથી થોડા અચરમ છે, તેનાથી ચરમ અનંતગુણા છે. આ સર્વ જીવોની બે ભેદ રૂપની પ્રતિપત્તિ પૂરી થઈ. વિવેચન -
જે જીવ ચરમ-અંતિમ ભવને પ્રાપ્ત કરશે અર્થાતુ જે જીવ ભવિષ્યમાં સિદ્ધ થશે તે ચરમ કહેવાય છે. તેનાથી વિપરીત અભવી અને સિદ્ધ કે જેનો અંત થવાનો નથી, તે બંને અચરમ છે. અભવી જીવોની ભવપરંપરાનો અંત થવાનો નથી તેથી તે અચરમ છે. તે જ રીતે સિદ્ધોની સ્થિતિ પણ અનંત હોવાથી તેનો પણ અંત થવાનો નથી તેથી તે પણ અચરમ છે. કાયસ્થિતિ -ચરમ અનાદિ સાંત છે. તેથી જ તે ચરમ કહેવાય છે. અચરમમાં અભવી જીવોની અપેક્ષાએ અનાદિ અનંત અને સિદ્ધોની અપેક્ષાએ સાદિ અનંતનો ભંગ છે. તે બંને ભંગોની કાયસ્થિતિ નથી. અંતર – તે બંનેમાં(ચરમ-અચરમમાં) અંતર નથી, કારણ કે અનાદિ સાંત ચરમ-મોક્ષગામી ભવી જીવ, મોક્ષે જાય ત્યારે ચરમત્વનો ત્યાગ કરીને નોચરમ નોઅચરમ(સિદ્ધ) થાય છે. ત્યાર પછી ફરીથી ક્યારે ય ચરમ થતો નથી. અચરમના બે ભંગમાંથી એક ભંગ અનાદિ અનંત અભવીનો છે અને બીજો ભંગ સાદિ અનંત સિદ્ધનો છે. તે બંને પ્રકારના અચરમમાં અંતર નથી, કારણ કે તે બંને પર્યાયનો કદાપિ અંત થતો નથી. અલ્પબહત્વઃ- સર્વથી થોડા અચરમ છે, કારણ કે અભવી અને સિદ્ધ અચરમ છે તે બંને મળીને પણ સર્વ જીવોથી અલ્પ છે. તેનાથી ચરમ એટલે મોક્ષ જવાની યોગ્યતાવાળા ભવી જીવો અનંતગુણા છે.