________________
[ ૭૦૮]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
છે, તેનું અંતર થતું નથી. ત્રીજા ભંગવાળા સાદિ સપર્યવસિત અજ્ઞાનીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક છાસઠ સાગરોપમ છે.
અલ્પ બહુત્વ–સર્વથી થોડા જ્ઞાની, તેનાથી અજ્ઞાની અનંતગુણા છે. | २१ अहवादविहासव्वजीवापण्णत्ता-सागारोवउत्ताय अणागारोवउत्ताय । संचिटणा अंतरंच जहण्णेणं उक्कोसेण वि अंतोमुहुत्तं । अप्पाबहुयं-सव्वत्थोवा अणागारोवउत्ता, सागारोवउत्ता संखेज्जगुणा। ભાવાર્થ- સર્વ જીવોના બે પ્રકાર છે– સાકારોપયોગી અને અનાકારોપયોગી. તેની સંચિટ્ટણા–કાયસ્થિતિ અને અંતર જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. અલ્પબદુત્વ- સર્વથી થોડા અનાકારોપયોગી છે, તેનાથી સાકારોપયોગી સંખ્યાતગુણા છે. વિવેચન :જ્ઞાની-અજ્ઞાની - સમ્યગુદર્શની જીવ જ્ઞાની અને મિથ્યાત્વી જીવો અજ્ઞાની છે. શાનીની સ્થિતિ :- (૧) કેવળજ્ઞાનની અપેક્ષાએ સાદિ અપર્યવસિત(અનંતકાલની) છે. (૨) મતિ શ્રત આદિ છાઘસ્થિક જ્ઞાનની અપેક્ષાએ સાદિ-સાત છે, કારણ કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે મતિ આદિ ચારે ય જ્ઞાન તેમાં સમાય જાય છે અને આ રીતે તેનો અંત થાય છે. તેની સ્થિતિ સમ્યકત્વની સ્થિતિની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહુર્ત, ઉત્કૃષ્ટ સાધિક દસાગરોપમ છે. જો તે જીવ અંતર્મુહૂર્તમાં જ સમ્યગુદર્શનથી પતિત થાય તો તેની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની થાય છે અને તે જીવ સમ્યકત્વ સહિત વિજય આદિ અનુત્તર વિમાનમાં ૩૩ સાગરોપમની સ્થિતિએ બે વાર ઉત્પન્ન થાય અથવા બારમા અય્યત દેવલોકમાં રર સાગરોપમની સ્થિતિએ ત્રણવાર ઉત્પન્ન થાય તો સાગરોપમની સ્થિતિ થાય છે અને વચ્ચેના મનુષ્યના ભવની સ્થિતિની ગણના કરતાં સાધિક ૬ સાગરોપમ સ્થિતિ થાય છે. અશાનીની સ્થિતિઃ- (૧) અભવી જીવોની અપેક્ષાએ અજ્ઞાનીની સ્થિતિ અનાદિ અનંતકાલની છે. (૨) મોક્ષગામી ભવી જીવોની અપેક્ષાએ અનાદિસાંત છે. તે અજ્ઞાની જીવ સમ્યગુદર્શન પ્રાપ્ત કરી અજ્ઞાનનો અંત કરે છે. ત્યાર પછી ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈને મોક્ષગતિને પામે છે. (૩) પડિવાઈ સમ્યગુદૃષ્ટિની અપેક્ષાએ અજ્ઞાની સાદિ સાંત છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન અર્ધપુગલ પરાવર્તનકાલ છે. સમ્યગદર્શનથી પતિત થયેલો જીવ અંતર્મુહૂર્તમાં જ પુનઃ સમ્યગુદર્શન પ્રાપ્ત કરે તો અજ્ઞાનીની જઘન્ય સ્થિતિ ઘટિત થાય છે અને તે જીવ ભવભ્રમણ કરતાં વનસ્પતિમાં જાય ત્યાં અનંતકાલ વ્યતીત કરે ત્યાર પછી પંચેન્દ્રિયમાં આવીને અવશ્ય સમ્યકત્વને પ્રાપ્ત કરે છે, તેથી તેની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તન કાલની છે. તેમાં અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ વ્યતીત થાય છે. અંતરઃ- (૧) સાદિ-અનંત જ્ઞાની(કેવળજ્ઞાની)નું અંતર નથી. સાદિ-સાંત(છઘસ્થિક જ્ઞાની)નું અંતર જઘન્ય અંતર્મુહુર્ત, ઉત્કૃષ્ટદેશોન અર્ધપુલ પરાવર્તનકાલનું છે. સમ્યગુદર્શનનો પડિવાઇ થયેલો જીવ અજ્ઞાનીપણે તેટલો જ કાલ રહી શકે છે કારણ કે અજ્ઞાનીની કાયસ્થિતિ તેટલી જ છે.
અનાદિ-અનંત અજ્ઞાનીનું અંતર હોતું નથી. તે જ રીતે અનાદિ-સાત અજ્ઞાનીનું પણ અંતર નથી, કારણ કે તે જીવો ફરી અજ્ઞાનને પ્રાપ્ત કરવાના નથી. (૩) સાદિ-સાત અજ્ઞાનીનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સાધિક ૬ સાગરોપમ છે, કારણ કે સમ્યત્વની કાયસ્થિતિ તેટલી જ છે. અલ્પબહત્વ - સર્વથી થોડા જ્ઞાની, તેથી નિગોદ જીવોની અપેક્ષાએ અજ્ઞાની અનંતગુણા છે.