________________
પ્રતિપત્તિ-૯
૯૭.
દસવિધ: નવમી પ્રતિપત્તિ – zzzzzzzzzzzzz સંસારી જીવોના દશ પ્રકાર:| १ तत्थ णंजे ते एवमाहंसु 'दसविहा संसारसमावण्णगा जीवा' ते एवमाहंसु,तं जहा- पढमसमयएगिदिया अपढमसमयएगिदिया पढमसमयबेदिया अपढमसमयबेदिया पढमसमयतेइदिया अपढमसमयतेइदिया पढमसमयचउरिंदिया अपढमसमयचउरिंदिया पढमसमयपचिंदिया अपढमसमयपंचिंदिया। ભાવાર્થ:- પૂર્વોક્ત નવપ્રતિપત્તિઓમાંથી નવમી પ્રતિપત્તિમાં જે દસ પ્રકારના સંસાર સમાપન્ન જીવોનું કથન છે તે આ પ્રમાણે છે– (૧) પ્રથમ સમયના એકેન્દ્રિય (૨) અપ્રથમ સમયના એકેન્દ્રિય (૩) પ્રથમ સમયના બેઇન્દ્રિય (૪) અપ્રથમ સમયના બેઇન્દ્રિય (૫) પ્રથમ સમયના તેઇન્દ્રિય (દ) અપ્રથમ સમયના તેઇન્દ્રિય (૭) પ્રથમ સમયના ચૌરેન્દ્રિય (૮) અપ્રથમ સમયના ચૌરેન્દ્રિય (૯) પ્રથમ સમયના પંચેન્દ્રિય (૧૦) અપ્રથમ સમયના પંચેન્દ્રિય. વિવેચન :
પ્રતિપત્તિ-૪ માં જાતિની અપેક્ષાએ સંસારી જીવોનાં પાંચ ભેદ કર્યા છે અને અહીં તે પાંચના પ્રથમ સમય અને અપ્રથમ સમય રૂપ બે-બે ભેદ કરીને સંસારી જીવોના દશ ભેદ કર્યા છે. દસ પ્રકારના જીવોની સ્થિતિ:| २ पढमसमयएगिदियस्सणं भंते !केवइयंकालं ठिई पण्णत्ता? गोयमा !जहण्णेणं एक्कसमय, उक्कोसेण वि एक्कं समय ।
___ अपढमसमयएगिदियस्स जहण्णेणं खुड्डागं भवग्गहणं समय-ऊणं, उक्कोसेणं बावीसवाससहस्साईसमय-ऊणाई । एवं सव्वेसिं पढमसमयिकाणं एगसमयं अपढम समयिकाणजहण्णेणंखुड्डागंभवग्गहणसमयऊणं,क्कोसेणंजाजस्स ठिईसासमय-ऊणा जावअपढम समय पचिंदियाण तेत्तीसंसागरोवमाइसमयऊणाइ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રથમ સમયના એકેન્દ્રિયની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પણ એક સમય છે. અપ્રથમ સમયના એકેન્દ્રિયની સ્થિતિ જઘન્ય એક સમય ન્યૂન ક્ષુલ્લક ભવ પ્રમાણ અને ઉત્કૃષ્ટ એક સમય ન્યૂન બાવીસ હજાર વર્ષ. આ જ રીતે સર્વ પ્રથમ સમયવર્તી જીવોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ એક સમય છે. અપ્રથમ સમયવર્તી જીવોની સ્થિતિ જઘન્ય એક સમય ન્યૂન ક્ષુલ્લક ભવ અને ઉત્કૃષ્ટ જેની જેટલી સ્થિતિ હોય તેમાંથી એક સમય ન્યૂન કરીને કથન કરવું યા અપ્રથમ સમયના પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટસ્થિતિ એક સમય ન્યૂન તેત્રીસ સાગરોપમ છે.