________________
[
૫ર |
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સૂત્રકારે સૂક્ષ્મ જીવોની સ્થિતિનું કથન કર્યું છે. સૂકમ જીવ - જે જીવોને સૂક્ષ્મનામ કર્મનો ઉદય હોય, જે જીવોનું શરીર ચર્મચક્ષુથી અગ્રાહ્ય હોય, સ્કૂલ શસ્ત્રો દ્વારા જેનું છેદન-ભેદન થઈ શકતું ન હોય તેવા સૂક્ષ્મ શરીરવાળા જીવોને સૂક્ષ્મ કહે છે. સૂક્ષ્મ જીવો એકેન્દ્રિય જ હોય છે. તેના મુખ્ય પાંચ ભેદ છે– સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષ્મ અપ્લાય, સૂક્ષ્મ તેજસ્કાય, સૂક્ષ્મ વાયુકાય અને સૂક્ષ્મ વનસ્પતિકાય. સૂક્ષ્મ વનસ્પતિકાયમાં સાધારણ શરીરી અનંતકાયિક જીવો જ હોય છે. તેથી તે નિગોદ કહેવાય છે. સૂક્ષ્મ નિગોદના જીવો આખા લોકમાં ઠાંસી-ઠાંસીને ભર્યા છે. જોકે સૂક્ષ્મ વનસ્પતિકાયિકમાં સાધારણ અને પ્રત્યેક એવા કોઈ ભેદ હોતા નથી તેથી સર્વ સૂક્ષ્મ વનસ્પતિ સાધારણ જ (નિગોદ જ)હોય છે. તેમ છતાં આ સૂત્રમાં સૂક્ષ્મ વનસ્પતિ અને સૂક્ષ્મ નિગોદ બે જુદા શબ્દો ઉપલબ્ધ છે. વ્યાખ્યાકારે તેનું સમાધાન કરતાં કહ્યું છે કે સૂક્ષ્મ વનસ્પતિથી સૂક્ષ્મનિગોદના જીવ સમજવા અને સૂક્ષ્મનિગોદથી તે જીવોના શરીર સમજવા. પ્રજ્ઞાપના સૂત્ર પદ-૩માં પણ નિગોદ શરીરોનું જુદું કથન છે. મહાદંડકમાં અર્થાત્ ૯૮ બોલના અલ્પબદુત્વમાં ચાર બોલ નિગોદ શરીરના છે. તે જ રીતે અહીં પણ ૬ બોલ નિગોદ જીવના અને એક બોલ નિગોદશરીરનો છે. સૂક્ષ્મ નિગોદ શરીર પણ સૂક્ષ્મ જીવોની જેમ આખા લોકમાં ઠાંસી ઠાંસીને ભર્યા છે. તે પણ અત્યંત સૂક્ષ્મ અને ચર્મચક્ષુથી અગ્રાહ્ય છે. આ રીતે સૂક્ષ્મ નિગોદ શરીરની સ્વતંત્ર ગણના કરતાં સાત બોલ આ પ્રમાણે થાય છે–(૧) સમુચ્ચય સૂક્ષ્મ જીવો, (૨) સૂક્ષ્મ પૃથ્વીકાય, (૩) સૂક્ષ્મ અપ્લાય, (૪) સૂક્ષ્મ તેજસ્કાય, (૫) સૂક્ષ્મ વાયુકાય, (૬) સૂક્ષ્મ વનસ્પતિકાય-નિગોદના જીવો, (૭) સૂક્ષ્મ નિગોદ શરીર. આ સાતના અપર્યાપ્તા તથા પર્યાપ્તની સ્થિતિ વિષયક પણ સાત-સાત સૂત્રો છે. તે સર્વની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની જ હોય છે. જઘન્ય સ્થિતિના અંતર્મુહૂર્તથી ઉત્કૃષ્ટ સ્થિતિનો અંતર્મુહૂર્ત મોટો હોય છે. નિગોદ(અનંતકાય) સ્વરૂપ - આગમ અનુસાર અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી અનંતકાય વનસ્પતિમાં અસંખ્ય શરીર હોય છે અને એક-એક શરીરમાં અનંત જીવ હોય છે. તે નિગોદ જીવ કહેવાય છે અને તેના શરીરને નિગોદ કહે છે. નિગોદના જીવોને સમજાવવા માટે બે પ્રકારે વિશ્લેષણ પ્રાપ્ત થાય છે(૧) છકાયના થોકડામાં સોયની અણી ઉપર રહે તેટલા અનંતકાયમાં અસંખ્ય પ્રતર હોય છે, એક-એક પ્રતરમાં અસંખ્ય શ્રેણીઓ હોય છે, એક-એક શ્રેણીમાં અસંખ્ય ગોલક હોય છે, તે એક-એક ગોલકમાં અસંખ્ય શરીર હોય છે અને એક-એક શરીરમાં અનંતનિગોદ જીવો હોય છે.(૨)ગ્રંથોમાં–લોકમાં અસંખ્ય ગોલક છે અને એક-એક ગોલકમાં અસંખ્ય શરીર છે અને તે એક-એક શરીરમાં અનંત જીવો છે. સૂક્ષ્મનિગોદની સ્થિતિ -એકનિગોદમાં જે અનંતજીવો છે તેના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જીવો પ્રત્યેક સમયે તેમાંથી નીકળે છે અર્થાત્ મૃત્યુ પામે છે અને બીજા અસંખ્યાતમા ભાગ પ્રમાણ જીવો ત્યાં ઉત્પન્ન થાય છે. આ રીતે નિગોદમાં પ્રતિ સમય ઉદ્વર્તન અને ઉત્પત્તિનો ક્રમ ચાલુ જ રહે છે. તે જ રીતે સર્વ લોક વ્યાપી સર્વ નિગોદમાં પણ આ જ રીતે જન્મ-મરણ થયા કરે છે. તે સર્વનિગોદ જીવોની સ્થિતિ અંતર્મુહૂર્તની છે. સૂક્ષ્મ જીવોની કાયસ્થિતિ:|१२ सुहुमेणं भंते ! सुहुमे त्ति कालओ केवचिरं होइ ?
गोयमा !जहण्णेणं अंतोमुहत्तंउक्कोसेणं असंखेज्जकालं जावअसंखेज्जालोगा।