________________
[
૩૨ ]
શ્રી જીવાજીવાભિગમ સત્ર
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત એકેન્દ્રિય યાવતુ પર્યાપ્ત પંચેન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! પર્યાપ્ત એકેન્દ્રિયોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન બાવીસ હજાર વર્ષની છે. તે જ રીતે સર્વ પર્યાપ્ત જીવોની સ્થિતિ, તેની ઉત્કૃષ્ટ સ્થિતિમાં અંતર્મુહૂર્ત ન્યૂન જાણવી. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં જીવોના પાંચ પ્રકાર અને તેની સ્થિતિનું કથન છે.
જાતિની અપેક્ષાએ સંસારી જીવોના પાંચ પ્રકાર છે– એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય છે. તે દરેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત રૂપ બે-બે ભેદ છે. સ્થિતિ :- દરેક જીવોમાં અપર્યાપ્તાની સ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે કારણ કે અપર્યાપ્તવસ્થા અંતર્મુહૂર્ત સુધી જ રહે છે. અહીં જે જીવોને અપર્યાપ્ત નામ કર્મનો ઉદય હોય તેવા લબ્ધિ અપર્યાપ્ત જીવોનું ગ્રહણ કર્યું છે. તેવા જીવો અંતર્મુહૂર્તનું આયુષ્ય પૂર્ણ કરીને અવશ્ય મૃત્યુ પામે છે.
જે જીવોને પર્યાપ્ત નામકર્મનો ઉદય છે તેવા પર્યાપ્ત જીવો પણ ઉત્પત્તિના સમયે અપર્યાપ્તા જ હોય છે. તે જીવો અંતર્મુહૂર્તની અપર્યાપ્તાવસ્થા પૂર્ણ કરીને અવશ્ય પર્યાપ્ત બને છે. તે જીવોની અપર્યાપ્તાવસ્થામાં પણ પર્યાપ્ત નામકર્મનો ઉદય હોય છે. તે જીવોને લબ્ધિ પર્યાપ્ત અથવા કરણ અપર્યાપ્ત કહે છે. લબ્ધિ અપર્યાપ્તા કે કરણ અપર્યાપ્તા બંને પ્રકારની અપર્યાપ્તાવસ્થાનો કાલ પણ અંતર્મુહૂર્તનો જ હોય છે.
પ્રત્યેક પર્યાપ્તજીવોની સ્થિતિ તેની સમુચ્ચય સ્થિતિથી અંતર્મુહૂર્ત ન્યૂન હોય છે. યથા– પર્યાપ્ત એકેન્દ્રિયની અંતર્મુહૂર્તધૂન રર,000વર્ષ, પર્યાપ્તબેઇન્દ્રિયની અંતર્મુહૂર્તધૂન ૧૨વર્ષ, પર્યાપ્ત તેઈન્દ્રિયની અંતર્મુહૂર્ત ન્યૂન ૪૯ દિવસ, પર્યાપ્ત ચૌરેન્દ્રિયની અંતર્મુહૂર્તધૂન માસ અને પર્યાપ્ત પંચેન્દ્રિયની અંતર્મુહૂર્ત ન્યૂન ૩૩ સાગરોપમની સ્થિતિ છે. પાંચ પ્રકારના જીવોની ભવસ્થિતિ, કાયસ્થિતિ અને અંતર:|६ एगिदिए णं भंते ! एगिदिएत्ति कालओ केवच्चिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुत्तं उक्कोसेण वणस्सइकालो। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! એકેન્દ્રિય, એકેન્દ્રિયપણે કેટલા સમય સુધી રહે છે? (એકેન્દ્રિયની કાયસ્થિતિ કેટલી છે?) ઉત્તર-હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી રહે છે.
७ बेइंदिए णं भंते ! बेइदिएत्ति कालओ केवच्चिरं होइ ? गोयमा ! जहण्णेणं अतोमुहुत्तं उक्कोसेणं संखेज्जकालं जावचउरिदिए संखेज्जकालं । ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! બેઈન્દ્રિય બેઇન્દ્રિયપણે કેટલા સમય સુધી રહે છે? ઉત્તરહે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ સુધી રહે છે યાવત્ ચૌરેન્દ્રિય પણ સંખ્યાત કાળ સુધી રહે છે. ८ पंचिंदिए णं भंते ! पंचिंदिएत्ति कालओ केवच्चिर होइ? गोयमा ! जहण्णेणं