________________ [ પ૩૬ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર digયાપુખડિયા:-ચંદ્ર-સૂર્યના તાપક્ષેત્રનું સંસ્થાન કદંબ પુષ્પ જેવું છે. જેમ બેટરીનો પ્રકાશ તેને રાખનાર વ્યક્તિની પાસે સાંકડો અને દૂર જતાં વિસ્તારવાળો હોય છે તેમ સૂર્યનો પ્રકાશ મેરુ પર્વતની સમીપે સાંકડો અને બહારની બાજુ-લવણ સમુદ્ર સમીપે પહોળો હોય છે. શુક્લપક્ષ-કૃષ્ણપક્ષ - રાહુ નામના મહાગ્રહના બે પ્રકાર છે. પર્વ રાહુ અને ધ્રુવ રાહુ અથવા નિત્ય રાહુ. પર્વ રાહુ કયારેક પોતાના વિમાનથી ચંદ્ર વિમાનને અથવા સૂર્યવિમાનને ઢાંકીને ચાલે છે. તેને કારણે ચંદ્ર ગ્રહણ અને સૂર્યગ્રહણ થાય છે. ધ્રુવ રાહુનું વિમાન હંમેશાં ચંદ્રવિમાનથી ચાર અંગુલ નીચે રહીને જ ગતિ કરે છે. ધ્રુવરાહુ (નિત્યરાહ)નું વિમાન કાળા વર્ણનું છે. તેનો કાળો વર્ણ હોવાથી ચંદ્ર વિમાનનો પ્રકાશ આવરિત થાય છે. સૂત્રમાં તેને આવરિત થવાનું પણ ચોક્કસ પ્રમાણ દર્શાવ્યું છે. તદનુસાર ચંદ્ર વિમાનના 2 ભાગ કરવા. તેના બે ભાગ સદાને માટે અનાવરિત હોય છે. શેષ 0 ભાગને 15 થી ભાગતા ચાર ભાગ થાય છે. પ્રતિદિન ચંદ્રના ચાર ભાગને અથવા ચંદ્રવિમાનના પંદર વિભાગ કરીએ તો પ્રતિદિન એક ભાગને રાહુનું વિમાન આવરિત કરે છે– ઢાંકે છે. આ રીતે ચાર-ચાર બાસઠમા ભાગ અથવા એક-એક પંદરમા ભાગને ઢાંકતા નિત્ય રાહ દ્વારા પંદર દિવસે ચંદ્ર વિમાન સંપૂર્ણ રીતે ઢંકાઈ જાય છે અને ત્યાર પછી ક્રમશઃ પ્રતિદિન ચાર-ચાર બાસઠમા ભાગ અથવા એક-એક પંદરમા ભાગ ખુલ્લો થતાં પંદર દિવસે ચંદ્રવિમાન સંપૂર્ણ રીતે પ્રગટ થઈ જાય છે. આ રીતે જ્યારે ચંદ્ર વિમાન ક્રમશઃ ઢંકાતુ હોય ત્યારે અંધકારની બહુલતા થતી જાય, તે પંદર દિવસ કૃષ્ણપક્ષ કહેવાય છે અને ક્રમશઃ ચંદ્રનો એક-એક પંદરમા ભાગ એટલે એક એક કળા ખુલતી જાય, ત્યારે પ્રકાશની બહુલતા થતી જાય છે અને તે પંદર દિવસો શુક્લપક્ષ કહેવાય છે. અઢીલીપની બહારનું જ્યોતિષ મંડલ-અઢીદ્વીપની બહાર અસંખ્ય દ્વીપ-સમુદ્રો હોવાથી તેમાં અસંખ્ય ચંદ્ર-સૂર્ય પોતાના ગ્રહ-નક્ષત્ર અને તારાના પરિવાર સહિત સ્થિત છે, સ્થિર છે. સૂર્યની ગતિના અભાવથી ત્યાં રાત્રિ કે દિવસ થતાં નથી સદાને માટે એક સમાન કાલ હોય છે. માનુષોત્તર પર્વતની બહારના દ્વીપ સમુદ્રોમાં વર્તુલાકારે પિટકમાં રહેલા સૂર્ય ચંદ્રાંતરિત છે અને ચન્દ્ર સૂર્યાતરિત છે અર્થાત્ બે સૂર્ય વચ્ચે એક ચંદ્ર હોય છે, તે જ રીતે બે ચન્દ્ર વચ્ચે એક સૂર્ય હોય છે. સંક્ષેપમાં એક ચંદ્ર, એક સૂર્ય ફરી એક ચંદ્ર અને એક સુર્ય તે રીતે ક્રમશઃ ગોઠવાયેલા સ્થિત છે. ત્યાં એક ચંદ્ર અને સૂર્ય વચ્ચે 50,000 યોજનનું અંતર હોય છે અને સૂર્ય-સૂર્ય અથવા ચંદ્ર ચંદ્ર વચ્ચે એક લાખ યોજનાનું અંતર હોય છે. વિનંત૨ સા:-અઢી દ્વીપની બહાર ચંદ્ર-સૂર્યક્રમશઃ સમીપમાં જ સ્થિર હોવાથી ચંદ્ર-સૂર્યનો પ્રકાશ મિશ્રિત થાય છે. સૂત્રકારે તેના માટે વિનંતર તેના શબ્દનો પ્રયોગ કર્યો છે. અઢીદ્વીપવર્તી સૂર્યનો પ્રકાશ ઉષ્ણ હોય અને તે પણ ગ્રીષ્મઋતુમાં અત્યંત ઉષ્ણ હોય છે અને ચંદ્રનો પ્રકાશ શિશિર ઋતુમાં અત્યંત શીતલ હોય છે. અઢીદ્વીપની બહારના ચંદ્ર-સૂર્યનો પ્રકાશ અત્યંત શીત કે અત્યંત ઉષ્ણ હોતો નથી. તે મંદ અને સુખદાયી હોય છે. તેના તાપક્ષેત્રનો આકાર ઇટ જેવો લંબચોરસ હોય છે. તેથી તેની લંબાઈ વધુ અને પહોળાઈ અલ્પ હોય છે. એક ચંદ્ર-સૂર્યના પરિવાર રૂ૫ 28 નક્ષત્ર, 88 ગ્રહ અને 6, 975 ક્રોડાકોડી તારાઓ હોય છે. અવાિ ગોપI :-અઢીદ્વીપની બહાર ચંદ્ર-સૂર્યગતિશીલનથી અવસ્થિત યોગવાળા છે. ચંદ્ર કે સૂર્યનો જે