________________
૪૯૮
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
લવણ સમુદ્રની વિશેષતા :५२ अत्थि णं भंते ! लवणसमुद्दे वेलंधरा इवा णागराया अग्घा इवा खण्णा इवा सीहा इ वा विजाती इवा हासवुड्डी इवा? हंता अत्थि ! ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! લવણ સમુદ્રમાં શું વેલંધર નાગરાજ છે? તેમજ શું જળની ક્રમશઃ વધતી ઊંચાઈ, જળની ક્રમશઃ વધતી ઊંડાઈ, જળ શિખા, પાતાળ કળશો તથા જળની ભરતી-ઓટ છે?
ઉત્તર- હા ગૌતમ! છે. |५३ जहाणं भंते ! लवणसमुद्दे अत्थि वेलंधरा इवा णागराया अग्घा इवा खण्णाइ वासीहाइवा विजाती इवा हासवुड्डी इवा तहाणं बहिरेसु वि समुद्देसु अत्थि वेलंधरा इवाणागराया इवा अग्घा इवाखण्णा इवासीहाइवा विजाती इवा हासवुड्डी इवा? णो इणढे समढे। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જેવી રીતે લવણ સમુદ્રમાં વેલંધર નાગરાજ છે, જળની ક્રમશઃ વધતી ઊંચાઈ, જળની ક્રમશઃ વધતી ઊંડાઈ, જળ શિખા, પાતાળ કળશો તથા જળની ભરતી-ઓટ છે. તેવી રીતે શું બહારના એટલે તે પછીના સમુદ્રોમાં પણ વેલંધર નાગરાજ છે, જળની ક્રમશઃ વધતી ઊંચાઈ, જળની ક્રમશઃ વધતી ઊંડાઈ, જળ શિખા, પાતાળ કળશો તથા જળની ભરતી-ઓટ આદિ છે?
ઉત્તર- હે ગૌતમ! બાહ્ય સમુદ્રોમાં વેલંધર આદિ નથી. ५४ लवणे णं भंते ! किं ऊसिओदगे? किं पत्थडोदगे? किं खुभियजले? किं अखुभियजले? गोयमा ! लवणे णं समुद्दे ऊसिओदगे, णो पत्थडोदगे, खुभियजले, णो अक्खुभियजले। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! લવણ સમુદ્રનું પાણી ઉછળે છે કે સ્થિર છે? તેનું પાણી ખળભળાટવાળું છે કે ખળભળાટ રહિત છે? ઉત્તર- હે ગૌતમ ! લવણ સમુદ્રનું પાણી ઉછળે છે, સ્થિર નથી. ખળભળાટ યુક્ત છે, ખળભળાટ રહિત નથી. ५५ जहाणंभंते !लवणसमुद्देऊसिओदगेणोपत्थडोदगे,खुभयजलेणोअक्खुभियजलो तहाणंबाहिरगा समुद्दा किं ऊसिओदगा, पत्थडोदगा,खुभियजला, अक्खुभियजला?
गोयमा !बाहिरगासमुदणोऊसिओदगा,पत्थडोदगा,णोखुभियजला अक्खुभिय जला,पुण्णा पुण्णप्पमाणा वोलट्टमाणावोसट्टमाणा समभरघडत्ताए चिट्ठति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જેમ લવણ સમુદ્રનું પાણી ઉછળે છે સ્થિર નથી, ખળભળાટ યુક્ત છે ખળભળાટ રહિત નથી, તેવી જ રીતે બહારના સમુદ્રના પાણી શું ઉછળે છે કે સ્થિર છે, ખળભળાટથી યુક્ત છે કે ખળભળાટથી રહિત છે?
ઉત્તર- હે ગૌતમ ! બહારના સમુદ્રોનું પાણી ઉછળતું નથી સ્થિર છે, ખળભળાટથી યુક્ત નથી ખળભળાટ રહિત છે. તે સમુદ્રો પૂર્ણ છે, પૂર્ણપણે ભરેલા છે, પૂર્ણરૂપથી ભરેલા હોવાથી જાણે છલકાશે,