________________
[ ૪૫ર
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
१७७ कहिणं भते ! अणाढियस्स देवस्स अणाढिया णामंरायहाणी पण्णत्ता?
गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरेणं तिरियमसंखेज्जे, एवं जहा विजयस्स देवस्स जावसमत्ता वत्तव्वया रायहाणीए, एमहिड्डीए।
___ अदुत्तरंच णंगोयमा ! जंबुद्दीवे दीवे उत्तरकुराए कुराए तत्थ तत्थ देसेतहिंतहिं बहवे जंबूरुक्खा जंबूवणा जंबूवणसंडा णिच्चं कुसुमिया जाववडेंसगधरा। सेतेणतुणं गोयमा ! एवं वुच्चइ- जंबुद्दीवे दीवे । अदुत्तरं च णं गोयमा ! जंबुद्दीवस्स सासए णामधेज्जे पण्णत्ते-ण कयावि णासि जावणिच्चे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનાદત દેવની અનાદતા નામની રાજધાની ક્યાં છે?
- ઉત્તર– હે ગૌતમ! જંબુદ્વીપના મેરુપર્વતની ઉત્તરમાં તિરછા અસંખ્ય દીપ-સમુદ્રોને પસાર કર્યા પછી અન્ય જંબૂદ્વીપ નામના દ્વીપમાં અનાદતા નામની રાજધાની છે. તેનું સંપૂર્ણ વર્ણન વિજયા રાજધાનીની સમાન જાણવું યાવતુ અનાદતદેવ આવા ઋદ્ધિસંપન્ન છે.
હે ગૌતમ! તે ઉપરાંત જંબૂઢીપ નામના દ્વીપમાં અનેક સ્થાને જંબૂવૃક્ષ, જંબૂવન અને જંબૂવનખંડ છે. તે હંમેશાં પુષ્પિત રહે છે યાવતું શોભાથી ઘણા ઉપશોભિત છે. તેથી હે ગૌતમ ! આ દ્વીપ જંબૂદ્વીપ કહેવાય છે અથવા જંબૂદીપ નામ શાશ્વત છે. આ નામ પહેલા ન હતું તેમ નથી વર્તમાનમાં નથી તેમ પણ નથી અને ભવિષ્યમાં નહીં હોય, તેમ પણ નથી યાવતુ આ દ્વીપ અને તેનું નામ નિત્ય છે. સૂત્ર ૧૪ન્ના પ્રશ્નનો ઉત્તર અહીં પૂર્ણ થાય છે] વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં સર્વ વૃક્ષ શિરોમણિ એવા જંબુસુદર્શન નામના વૃક્ષનું વર્ણન છે. જંબૂ પીઠ, મણિપીઠિકા અને જંબૂવૃક્ષ :- ઉત્તરકુરુક્ષેત્રમાં ઊંધા શરાવલા(કોડીયા)ના આકારનો જંબૂવૃક્ષનો ઓટલો છે. તેના ઉપર જંબૂવૃક્ષના આસન જેવી મણિમય મણિપીઠિકા છે. આ મણિપીઠિકા ઉપર જંબૂવૃક્ષ સ્થાપિત છે. આ જંબૂવૃક્ષ પૃથ્વીમય છે, સુવર્ણ રત્ન અને મણિમય છે.
જબક્ષ વશ હોવા છતાં વનસ્પતિકાયમય નથી. તેમ છતાં વૃક્ષની સમાન આકારવાળું હોવાથી તે જંબૂવૃક્ષ કહેવાય છે. જંબૂવૃક્ષની પૂર્વાદિ ચાર શાખામાંથી પૂર્વી શાખા ઉપર અનાદત દેવનું ભવન છે અને શેષ ત્રણ શાખાઓ ઉપર પ્રાસાદ છે. અહીં ભવન અને પ્રાસાદમાં તફાવત નથી. સામાન્ય રૂપે જેની લંબાઈ-પહોળાઈ વિષમ હોય તેને ભવન અને લંબાઈ-પહોળાઈ સમાન હોય તેને પ્રાસાદ કહેવામાં આવે છે. પરંતુ અહીં પ્રાસાદો પણ ભવનની જેમ વિષમ લંબાઈ-પહોળાઈવાળા હોય છે. જબૂવૃક્ષની ઊંચાઈ:- જંબૂવૃક્ષ જમીનમાં ર ગાઉ ઊંડું + થડ ૨ યોજન ઊંચું + વિડિમા-મુખ્ય શાખા ૬ યોજન ઊંચી છે = આ રીતે જંબૂવૃક્ષ કુલ ૮ યોજન અને ૨ ગાઉ એટલે કે સાડા આઠ ૮ યોજન ઊંચું છે. જબક્ષની પહોળાઈ - જંબૂવૃક્ષના થડમાંથી પૂર્વાદિ ચારે દિશામાં શાખાઓ નીકળે છે. તે શાખાઓ all + all યોજન + થડની પહોળાઈ olી યોજન = ૮ યોજન પહોળાઈ થાય છે. વાનસભા વૃક્ષનો મધ્યભાગ. વૃક્ષની ઊંચાઈના વચ્ચોવચ્ચ સ્થળે વૃક્ષ તે આઠ યોજન વિસ્તારવાળો છે અર્થાત્ વૃક્ષની અધિકતમ પહોળાઈ આઠ યોજનની છે.