________________
પ્રતિપત્તિ-૩: જીબૂઢીપાધિકાર
| ૪૪૫ ]
પાણીની ઉપરની ઊંચાઈમાં અર્ધ પ્રમાણવાળા છે. મુખ્ય પા ૧ યોજન લાંબુ-પહોળું અને ફુ યોજન પાણીની ઉપર છે. પ્રથમ વલયના ૧૦૮ કમળો કેન્દ્રના નીલવંત દ્રહ કુમાર દેવના પદ્મ કરતાં અર્ધા માપવાળા છે. તે અર્ધ યોજન લાંબા-પહોળા અને યોજન પ્રમાણ પાણીથી ઉપર છે. બીજા વલયના પધો પ્રથમ વલયના પદ્મ કરતાં અર્ધા છે અને મૂળ પદ્મ કરતાં છે. તેમ અંતિમ વલય પર્યત જાણવું. તે સર્વ વલયના પધો અર્ધા અર્ધા પ્રમાણવાળા હોવાથી જ ૧,000 યોજન લાંબા-પહોળા દ્રહમાં તે સર્વ પદ્મો સમાઈ શકે છે. તે સર્વ પત્રોનું કુલ ક્ષેત્રફળ ૨,૦૦,૦૦૫યોજન થાય છે અને નીલવંત દ્રહનું ક્ષેત્રફળ પાંચ લાખ યોજન છે, તેથી તેમાં સર્વ પદ્દો સહજ રીતે સમાઈ શકે છે. પ્રથમ વલયના ૧૦૮ પદ્મોમાં નીલવંત દ્રહ કુમાર દેવના આભૂષણ વગેરે સામગ્રી હોય છે.
આ નીલવંત દ્રહની પૂર્વ–પશ્ચિમ બંને બાજુએ દ્રહથી દસ યોજન દૂર ૧૦-૧૦(કુલ ૨૦) કાંચનક પર્વતો છે. ઉત્તરકુરુક્ષેત્રમાં જંબુવૃક્ષ:१६३ कहिणं भंते । उत्तरकुराए कुराए जंबु-सुदसणाए जंबुपेढे नामं पेढे पण्णत्ते?
गोयमा ! जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स उत्तरपुरस्थिमेणं नीलवंतस्स वासहरपव्वयस्स दाहिणेणं मालवंतस्स वक्खारपव्वयस्स पच्चत्थिमेणं, गंधमादणस्सवक्खारपव्वयस्स पुरत्थिमेणं सीयाए महाणईए पुरथिमिल्ले कूले एत्थ णं उत्तरकुराए कुराए जंबूपेढे णाम पेढे पण्णत्ते-पंचजोयणसयाई आयामविक्खंभेणं, पण्णरस एक्कासीए जोयणसए किंचि विसेसाहिए परिक्खेवेणं।
बहुमज्झदेसभागे बारस जोयणाईबाहल्लेणंतयाणंतरचणंमायाएमायाए पएस परिहाणीए परिहायमाणे-परिहायमाणे सव्वेसु चरमंतेसुदो कोसे बाहल्लेणं पण्णत्ते, सव्वजंबूणयामए अच्छे जावपडिरूवे।
से णं एगाए पउमवरवेइयाए एगेण य वणसंडेण सव्वओ समंता संपरिक्खत्ते, वण्णओदोण्हवि।
तस्स णं जंबूपेढस्स चउद्दिसिंचत्तारि तिसोवाणपडिरूवगा पण्णत्ता,तंचेव जाव तोरणा जावछत्ताइछत्ता। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઉત્તરકુરુ નામના કુરુક્ષેત્રમાં જંબૂ સુદર્શન વૃક્ષનો જંબૂપીઠ નામનો ચોતરો(ઓટલો, ક્યાં છે?
ઉત્તર- હે ગૌતમ! જંબુદ્વીપના મેરુપર્વતના ઈશાનકોણમાં, નીલવંત વર્ષધર પર્વતની દક્ષિણમાં, માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પશ્ચિમમાં ગંધમાદન વક્ષસ્કાર પર્વતની પૂર્વમાં, સીતા મહાનદીના પૂર્વી કિનારે ઉત્તરકુરુ નામના કુરુક્ષેત્રમાં જંબુપીઠ નામનો પીઠ-ચોતરો છે. તે પાંચસો યોજન લાંબો-પહોળો છે. સાધિક પંદરસો એકયાસી(૧,૫૮૧) યોજન તેની પરિધિ છે. મધ્યભાગમાં તેની ઊંચાઈ(જાડાઈ) બાર યોજન છે, ત્યાર પછી ક્રમશઃ તેની જાડાઈ(ઊંચાઈ) ઘટતાં-ઘટતાં અંતભાગમાં તેની જાડાઈ બે ગાઉની રહે છે. તે સર્વત્ર જંબૂનદ સુવર્ણમય, સ્વચ્છ છે યાવતું મનોહર છે.