________________
ભવસ્થિતિ અને કાયસ્થિતિ જાણી. પૃથ્વીકાય આદિના જીવો અસંખ્યાતારૂપે ઉત્પન્ન થાય છે. તે ક્યારે ખાલી થઈ જતા હશે તેનું ગણિત સ્વયં કરતાં કલ્પના દ્વારા સમજાયું કે અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ પ્રમાણ હોય છે અને વનસ્પતિના અનંતા જીવોનો નિર્લેપનકાલ નથી. ત્રસકાયના જીવોનો નિર્લેપનકાલ અનેક સો સાગરોપમનો છે. આ રીતે કલ્પના દ્વારા માપ સ્વયં ચક્ષુસાદેવીએ સંપાદન કર્યું અને તેના માનસમાં એકાએક વિકલ્પ ઊઠ્યો. તે ચેતના દેવીને પૂછવા લાગ્યા, અહો ચેતનાબહેન ! વિશુદ્ધ લેશ્યાવાળા, સમુદ્યાતથી સમવહત થયેલા કે અસમવહત રહેલા અણગાર, દેવ-દેવી કે અણગારને જાણી શકે છે અને અવિશુદ્ધલેશી અણગાર તેને જાણી શકતા નથી. તે વાત શું બરાબર છે ? ચેતના બહેને કહ્યું શાબાશ ચક્ષુસા દેવી ! તમારું જ્ઞાન નિર્મળ થવા લાગ્યું. આ વિકલ્પ બાર પ્રકારે છે– છ અશુદ્ધ અને છ શુદ્ધ. તે તમે તમારી શ્રુતપ્રજ્ઞાથી જાણી લેજો, તેમજ ક્રિયા વિષે પણ જાણવાનું છે. આ પ્રકરણમાં વાંચીને તેની યુક્તિ પ્રયુક્તિ જાણી, મતિને યુક્તિ સંગત બનાવજો. આગળ વધો... ચક્ષુસાદેવી આગળ વધ્યા. ત્રીજી આર્ટ ગેલેરીનો ત્રીજો વિભાગ : મનુષ્યાધિકાર ઃ તેણે દશ્ય જોયું– મેરુ પર્વત, તેને ફરતો જંબુદ્વીપ અને તેને ફરતો લવણ સમુદ્ર, તેને ફરતો પાછો ધાતકીખંડ દ્વિીપ, તેને ફરતો કાલોદધિ સમુદ્ર અને તેની ફરતો અર્ધ પુષ્કર દ્વીપ આ રીતે અઢીદ્વીપને ગોળાકૃતિમાં જોતા રહ્યા. ત્યાં અચાનક ધ્યાન ગયું. માનવોના આકાર ઉપર. તે માનવાકૃતિ સીધી જોઈને તેના શુભ કાર્યોની નોંધ લીધી. વધારે દષ્ટિ લંબાવીને જોયું તો કોઈ માનવો ખેતી ખેડી રહ્યા હતા, તો કોઈ માનવો લખી રહ્યા હતા અને કોઈ માનવો શસ્ત્ર દ્વારા અરસ-પરસ પોતાના શરીરનું અને ધરતીનું રક્ષણ કરી રહ્યા હતા. ચક્ષુસા દેવીએ આ દશ્ય જોઈને નક્કી જાણી લીધું કે આ તો પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહના ક્ષેત્રના કર્મભૂમિજ માનવો છે. આ જ માનવો કર્મ બાંધે છે, કર્મથી છૂટે છે, આ જ ક્ષેત્રમાંથી મોક્ષ પામે છે તથા ચાર ગતિમાં પણ ઘૂમે છે. પછી ફરતી દષ્ટિને ઘુમાવી, ત્યાં તો ગાઢા કર્મ બાંધવાના કાર્ય કર્યા વિના કુદરતને ખોળે ઝુલતા જોડલાના રૂપમાં જન્મતા, જીવન જીવતા અને સાથે મૃત્યુ પામતા માનવોને જોયા અને ચિત્તમાં ક્ષયોપશમ ભાવે જાણી લીધું કે આને અકર્મભૂમિજ માનવો કહેવાય. તેના પાંચ હેમવય, પાંચ હરણ્યવય, પાંચ હરિવાસ, પાંચ રમ્યવાસ, પાંચ દેવમુરુ અને પાંચ ઉત્તરકુરુ ક્ષેત્ર આ ત્રીસ ક્ષેત્ર છે. આ અઢીદ્વિીપમાં જ માનવોના જન્મ થાય છે. અસ્તુ...
અને હાં... મારે પેલા અંતરદ્વીપના મનુષ્યોને તો જોવાના બાકી છે. પાછી ફરું. એમ વિચારી ચક્ષુસા દેવી પાછા ફર્યા અને આવ્યા. પેલા લાખ યોજનાના જંબૂદ્વીપની ફરતા, ઘુઘવાટા મારતા, બે લાખ યોજનનો તોફાની લવણ સમુદ્ર તરફ અને તેમાં દ્વીપોની આઠ પંક્તિ જોઈ. એક એક પંક્તિમાં આંતરે-આંતરે સાત દ્વીપ જોયા. આંતરામાં પાણી, પાછો દ્વીપ એમ જોતાં-જોતાં આઠ ગુણ્યા સાતનું ગણિત માંડતા છપ્પન અંતર દ્વીપ
45