SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ४० શ્રી જીવાજીવાભિગમ સત્ર ભાવાર્થ :- કાળે તે સમયે વિજયદેવ વિજયા રાજધાનીની ઉપપાત સભાની દેવદૂષ્યથી ઢંકાયેલી દેવશય્યામાં અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાએ વિજયદેવ રૂપે ઉત્પન્ન થાય છે. તત્કાલ ઉત્પન થયેલા, તે વિજયદેવ પાંચ પ્રકારની પર્યાપ્તિઓથી પર્યાપ્તભાવને પ્રાપ્ત થાય છે. તે પાંચ પર્યાપ્તિઓ આ प्रभाछ- (१) माडार पाप्ति, (२) शरी२ पर्याप्ति, (3)न्द्रिय पर्याप्ति, (४) श्वासोच्छ्वास पर्याप्ति, (५) भाषा-मनपर्याप्ति. ત્યાર પછી પાંચ પર્યાપ્તિથી પર્યાપ્ત થયેલા વિજયદેવને આ પ્રમાણે આંતરિક, ચિંતિત, પ્રાર્થિત અને મનોગત વિચાર ઉત્પન્ન થાય છે કે અહીં મારું પ્રથમ કર્તવ્ય-કાર્ય શું હશે? ત્યારપછી મારે નિરંતર શું કરવાનું હશે? પહેલાં અને પછી મારા માટે શું કરવું શ્રેયકારી થશે? પહેલા અને પછી ક્યું કાર્ય મારા માટે હિતકારી, સુખકારી, ક્ષેમકારી અને પરંપરાએ શુભાનુબંધકારી થશે. ११७ तए णं तस्स विजयदेवस्स सामाणियपरिसोववण्णगा देवा विजयस्स देवस्स इमं एयारूवं अज्झत्थियं चिंतियं पत्थियंमणोगयं संकप्पंसमुप्पणं जाणित्ता जेणेव से विजए देवे तेणेव उवागच्छंति, उवागच्छित्ता विजयं देवं करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कटु जएणं विजएणं वद्धाति, जएणं विजएणं वद्धावित्ता एवं वयासी- एवं खलुदेवाणुप्पियाणंविजयाए रायहाणीए[ सिद्धायतर्णसि अट्ठसयंजिणपडिमाणंजिणुस्रेह-पमाणमेताणं सण्णिक्खित्तंचिटुइ, ] सभाए य सुहम्माए माणवए चेइयखंभेवइरामएसु गोलवट्टसमुग्गएसु बहूओ जिणसकहाओ सण्णिक्खित्ताओ चिट्ठति, जाओणं देवाणुप्पियाणं अण्णेसिं य बहूणं विजयराजहाणिवत्थव्वाणं देवाणं देवीण य अच्चणिज्जाओ वंदणिज्जाओ पूणिज्जाओ सक्कारणिज्जाओ सम्माणणिज्जाओ कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासणिज्जाओ। एयण्ण देवाणुप्पियाण पुट्वि पिसेय, एयण्ण देवाणुप्पियाण पच्छा वि सेयं, एयण्णं देवाणुप्पियाणं पुट्वि करणिज्ज, पच्छा करणिज्ज, एयण्णं देवाणुप्पियाणं पुट्विं वा पच्छा वा हियाए सुहाए खमाए णिस्सेयसाए आणुगामियत्ताए भविस्सइ त्ति कटुमहया-महया जयजयसद्द पउजति। ભાવાર્થ :- વિજયદેવે આ પ્રમાણે વિચાર કરે કે તુરત જ તેમની સામાનિક સભાના દેવો, તેમના મનોગત વિચારોને જાણીને તેમની સેવામાં હાજર થાય છે અને હાથ જોડી આવર્તનપૂર્વક અંજલીને મસ્તક પર સ્થાપીને, જય-વિજયના શબ્દોથી અભિવાદન કરીને વિજયદેવને આ પ્રમાણે કહે છે હે દેવાનુપ્રિય! આવિજયા રાજધાનીના (સિદ્ધાયતનમાં જિનની ઊંચાઈ જેટલી ઊંચી એવી એકસોઆઠ જિનપ્રતિમાઓ બિરાજિત છે) સુધર્માસભાના માણવકચૈત્ય સ્તંભ ઉપર વજમય ગોળ ડબ્બીમાં જિનઅસ્થિઓ રાખેલા છે. તે આપને માટે અને અમારા સહુ માટે અર્ચનીય તથા ઉપાસનીય છે. તેની પપાસના કરવી, તે આપી દેવાનુપ્રિયનું પ્રથમ કર્તવ્ય છે, પછી પણ નિરંતર કરવા યોગ્ય તે જ કાર્ય છે. પહેલા કે પછી તે જ કાર્ય આપ દેવાનપ્રિય માટે શ્રેયકારી છે. પહેલા કે પછી તે જ કાર્ય આપ દેવાનુપ્રિય માટે હિતકારી, સુખકારી, ક્ષેમકારી, કલ્યાણકારી અને પરંપરાએ શુભાનુબંધકારી છે. ११८ तएणं से विजए देवे तेसिं सामाणियणपरिसोववण्णगाणं देवाणं अंतिए एयमटुं
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy