________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
તે ચૈત્ય સ્તૂપોની ઉપર અષ્ટ મંગલ, કૃષ્ણ ચામરથી અંકિત અનેક ધ્વજાઓ અને છત્રાતિછત્રો છે. [तेसिं णं चेइयथूभाणं पत्तेयं पत्तेयं चउद्दिसिं चत्तारि मणिपेढियाओ पण्णत्ताओ। ताओ णं मणिपेढियाओ जोयणं आयामविक्खभेणं अद्धजोयणं बाहल्लेणं सव्वमणिमईओ अच्छाओ जाव पडिरूवाओ। तासि णंमणिपेढियाणं उप्पिं पत्तेयं पत्तेयं चत्तारि जिणपडिमाओ जिणुस्सेहपमाणमेत्ताओ पलियंकणिसण्णाओ थूभाभिमुहीओ सण्णिविट्ठाओ चिट्ठति, तं जहा- उसभा वद्धमाणा चंदाणणा वारिसेणा ।]
૩૯૨
(પ્રત્યેક ચૈત્યસ્તૂપોની ચારે દિશાઓમાં ચાર મણિપીઠિકાઓ છે. તે મણિપીઠિકાઓ એક યોજન લાંબી-પહોળી અને અર્ધો યોજન જાડી અને સંપૂર્ણતઃ મણિમય છે.
પ્રત્યેક મણિપીઠિકાની ઉપર ચાર જિન પ્રતિમાઓ છે. તેનો ઉત્સેધ-પ્રમાણ જિનેશ્વરના પ્રમાણ તુલ્ય છે. તે પર્યંકાસને સ્થિત છે. તેનું મુખ સ્તૂપ તરફ છે. તે પ્રતિમાઓના નામ આ પ્રમાણે છે– ઋષભ, વર્ધમાન, ચંદ્રાનન અને વારિષણ.)
નોંધ :– આ સૂત્રમાં વિજય દેવની સુધર્માસભાની બહાર સ્થિત જિનપ્રતિમાઓનું વર્ણન છે. દેવલોક ગત આ જિનપ્રતિમાઓના આકાર પૃથ્વીમય અને શાશ્વત છે. તે ચાર પ્રતિમાઓમાંથી ઋષભ અને વર્ધમાન, ભરતક્ષેત્રના અને ચંદ્રાનન અને વારિષણ ઐરવતક્ષેત્રના વર્તમાન ચોવીસીના તીર્થંકરો છે. કોઈ પણ તીર્થંકરો શાશ્વત નથી તો તે જ નામવાળી શાશ્વતી પ્રતિમા કેવી રીતે સંભવે ? વળી ઋષભ જિનની ૫૦૦ ધનુષ્યની અવગાહના હતી, વર્ધમાન જિનની સાત હાથની અવગાહના હતી. આ ચારે જિન પ્રતિમાની અવગાહના માટે “જિનની અવગાહના પ્રમાણ” એવું સંદિગ્ધ સૂચન છે, તો કેટલી અવગાહના સમજવી ?
સૂત્ર ૯૪માં ચૈત્ય સ્તંભનું વર્ણન છે. ત્યાર પછી કૌંસમાં આપેલ પાઠમાં ચૈત્ય સ્તંભની ચારે દિશામાં ચાર મણિપીઠિકાઓનું વર્ણન છે. ત્યાર પછી સૂત્ર ૯૫માં ફરીથી ચૈત્ય સ્તંભની આગળ ત્રણ દિશાઓમાં અલગ-અલગ મણિપીઠિકાઓનું વર્ણન છે. આમ એક પાઠ મુજબ ચૈત્ય સ્તંભની ચાર દિશામાં અને પછીના ક્રમના પાઠમાં ત્રણ દિશામાં મણિપીઠિકા દર્શાવી છે, એ વિરોધાભાશ છે. સૂત્ર ૯૪ના અનુસંધાનમાં સૂત્ર ૯૫નું વર્ણન યથાક્રમ તર્કસંગત છે. વચેનું કૌંસગત પાઠ વધારેનું જણાય છે.
જ્યારે વગર નામવાળી ૧૦૮ જિન પ્રતિમાઓ માટે સુધર્માસભાની અંદર સિદ્ધાયતન છે જ, તો પછી સુધર્મા સભાની બહાર વર્તમાન તીર્થંકરોના ચાર નામવાળી ૯-૯ પ્રતિમાઓ શા માટે ? જો સુધર્મા સભાની બહાર જિન પ્રતિમાઓના નામ હોય તો અંદર નામ વગરની શા માટે ? ઇત્યાદિ કારણોથી આ પાઠ પ્રક્ષિપ્ત હોય તેમ જણાય છે અને તેથી કૌંસમાં આપ્યો છે.
९५ णं इथूभाणं पुरओ तिदिसिं पत्तेयं- पत्तेयं मणिपेढियाओ पण्णत्ताओ । ताओ णंमणिपेढियाओ दो दो जोयणाई आयामविक्खभेणं, जोयण बाहल्लेणं सव्वमणिमईओ अच्छाओ जावपडिरूवाओ ।
ભાવાર્થ :- તે ચૈત્યસ્તૂપોની સામે ત્રણ દિશાઓમાં બે યોજન લાંબી, પહોળી અને એક યોજન જાડી એવી એક-એક મણિપીઠિકા છે. તે સંપૂર્ણતઃ મણિમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે.
९६ तासं णं मणिपेढियाणं उप्पि पत्तेयं पत्तेयं चेइयरुक्खे पण्णत्ते । ते णं चेइयरुक्खा
I