________________
[ ૩૯૦]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર तुरुक्कधूवमघमा गंधद्भुयाभिरामा सुगंधवरगंधियागंधवट्टिभूया अच्छरगणसंकविकिण्णा दिव्वतुडियमधुरसहसंपणाइयासुरम्मा सव्वरयणामई अच्छा जावपडिरूवा। ભાવાર્થ - તે મૂળ પ્રાસાદાવર્તસકના ઉત્તર પૂર્વમાં વિજયદેવની સુધર્મા નામની સભા છે. તે સાડા બાર યોજન લાંબી, સવા છ યોજન પહોળી અને નવ યોજન ઊંચી છે. તે સેંકડો સ્તંભ ઉપર સ્થિત છે. તે ઊંચી વેદિકાઓ, તોરણો અને સુંદર પૂતળીઓથી સુશોભિત છે, તે સુધર્મા સભા સુવ્યવસ્થિત, વિલક્ષણ, ઘાટીલા, વૈર્યમણિથી નિર્મિત અને નિર્મળ સ્તંભોથી શોભાયમાન છે; તેના સમભૂમિભાગમાં વિવિધ મણિઓ જડેલા છે અને તેનાથી તે ચમકતો લાગે છે; ઈહામૃગ-વરુ, બળદ, ઘોડા, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ, કિન્નર, કસ્તુરી મૃગ, અષ્ટાપદ, ચમરીગાય, હાથી, વનલતા અને પાલતાના ચિત્રોથી તે સભા અદ્ભુત લાગે છે; સ્તંભગત વજરત્નમયી વેદિકાઓથી તે મનોહર દેખાય છે, તે સભામાં યંત્ર સંચાલિત સમશ્રેણીમાં સ્થિત વિદ્યાધર-વિદ્યાધરી યુગલના પૂતળા ફરતા દેખાય છે; રત્નોના હજારો કિરણોથી તે સૂર્યની જેમ ઝગારા મારે છે, હજારો ચિત્રોથી તે ઉપશોભિત છે; દેદીપ્યમાન, અતિ દેદીપ્યમાન, ઉડીને આંખે વળગે તેવી તેજવાળી છે; અનુકૂળ સ્પર્શ અને મનોહર રૂપથી સુશોભિત છે;
તેમાં સુવર્ણમય, રત્નમય અનેક સ્તૂપો છે અને તેના શિખરો અનેક પ્રકારની પંચરંગી ઘંટડીઓ તથા પતાકાઓથી સુસજ્જિત છે; તે સુધર્મા સભા પોતાના ચળકાટ અને ચારે તરફ ફેલાતા કિરણોના કારણે કંપાયમાન હોય તેવી ચંચળ અને આંખોને અંજાવી દે તેવી દેદીપ્યમાન લાગે છે. તે સુધર્મા સભાની અંદર-બહાર ગોશીષચંદન, હરિચંદન અને રક્તચંદન વગેરે સુગંધી દ્રવ્યોના થાપાઓ છે; તે સુધર્મા સભામાં ચંદનના કળશો સ્થાપિત કરેલા છે; બારણાના ટોડલાઓ અને તોરણો ચંદનકળશોથી શોભાયમાન છે; તે સુધર્મા સભામાં ઉપરથી નીચે સુધીની લાંબી-લાંબી સુગંધી ગોળ માળાઓ લટકાવેલી છે; તે સુધર્મા સભા પંચવરણી તાજા સુગંધી પુષ્પોથી સુશોભિત છે. કલાગુરુ, શ્રેષ્ઠ કુંદુરુષ્ક, તુરુષ્ક વગેરે દ્રવ્યોના ધૂપની પ્રસરેલી ઉત્તમ સુગંધથી તે મહેકી રહી છે; શ્રેષ્ઠ સુગંધથી યુક્ત છે, સુગંધથી મઘમઘતી હોવાથી તે સુગંધની ગુટિકા કે અગરબત્તી જેવી લાગે છે; દિવ્ય વાજિંત્રો(વાધો)ના ધ્વનિથી તે ગુંજાયમાન છે; અપ્સરાઓના સમૂહથી વ્યાપ્ત છે; તે સુધર્મા સભા પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. |९१ तीसेणं सहम्माए सभाए तिदिसिं तओदारा पण्णत्ता । तेणंदारा पत्तेयंपत्तेयं दो-दो जोयणाई उड्डे उच्चत्तेणं, एगंजोयणं विक्खंभेणं तावइयं चेव पवेसेणं सेया वरकणगथूभियागा जाववणमाला,दार वण्णओ। ભાવાર્થ - તે સુધર્માસભાની ત્રણ દિશાઓમાં ત્રણ દ્વાર છે. તે પ્રત્યેક દ્વાર બે યોજન ઊંચા, એક યોજન પહોળા અને તેટલા જ પ્રવેશવાળા છે. શ્વેત વર્ણવાળા તે દ્વારા શ્રેષ્ઠ સુવર્ણના બનેલા છે. ઇત્યાદિ વનમાળા સુધી દ્વારનું વર્ણન પૂર્વવત્ કહેવું જોઈએ.
९२ तेसिं णंदाराणं पुरओ पत्तेयंपत्तेयं मुहमंडवे पण्णत्ते । तेणं मुहमंडवा अद्धतेरस जोयणाई आयामेणं छ जोयणाई सक्कोसाइविक्खंभेणं, साइरेगाइं दो जोयणाई उड्डं उच्चत्तेण अणेगखंभसयसण्णिविट्ठा जावउल्लोया भूमिभागवण्णओ। तेसिंणंमुहमंडवाण ૩વરિપત્તેજેયં મકકમત, સયા, છત્તાછા I
तेसिंणं मुहमंडवाणं पुरओ पत्तेयं पत्तेयं पेच्छाघरमंडवा पण्णत्ता; तेणं पेच्छाघर