________________
Th( 5.
અલ્પબદુત્વ તે જ રીતે જાણવું. તેઓની વાસનાગ્નિનો અનુભવ ઘાસનાં પૂળામાં અગ્નિ મૂકવા સમાન હોય છે.
નપુંસક વેદનું પ્રરૂપણ ત્રણ પ્રકારે છે. તેમાં નરકની કુંભમાં ઉત્પન્ન થયેલા સઘળા નારકીઓ નપુંસક વેદી હોય છે તથા તિર્યંચમાં ઉત્પન્ન થયેલા એકેન્દ્રિયથી લઈને ચૌરેન્દ્રિય સુધીના સર્વ જીવો તથા કેટલાક પંચેન્દ્રિય તિર્યંચો પણ નપુંસક વેદી હોય છે. મનુષ્યોમાં ૧૦૧ ક્ષેત્રના અસંખ્યાત સંમૂર્છાિમ મનુષ્યો તથા કેટલાક ૧૦૧ ગર્ભજ કર્મભૂમિજ મનુષ્યો પણ નપુંસકવેદી હોય છે. તેની સ્થિતિ, આંતરું, અલ્પબદુત્વનું વર્ણન કરવામાં આવ્યું છે. પંચેન્દ્રિય નપુંસક વેદી જીવોનો વાસનાનો અનુભવ દાવાનળ સરખો હોય છે. તે બધાના અલ્પબદુત્વમાં પુરુષ વેદવાળા જીવો અલ્પ છે, તેનાથી સ્ત્રી વેદી જીવો સંખ્યાતગુણા છે, તેનાથી નપુંસકવેદી અનંતગુણા છે. બીજી અપેક્ષાએ તિર્યંચયોનિક પુરુષોથી તિર્યંચયોનિક સ્ત્રીઓ ત્રણ ગુણી છે. મનુષ્ય પુરુષોની અપેક્ષાએ મનુષ્યાણી સત્તાવીસ ગુણી છે અને દેવ પુરુષથી દેવ સ્ત્રીઓ(દેવીઓ) બત્રીસ ગુણી અધિક હોય છે.
આ રીતે ચેતના બહેને શ્રુતજ્ઞા ચક્ષુસા દેવીને કહ્યું કે હે સખી ! ત્રિલોકદર્શનમાં ત્રણે ય લોકના રહેવાસીના શરીર ત્રણ પ્રકારે દર્શાવી પદ્ગલિક ધર્મના વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી બંધાતા કર્મ અને તેના ફળ ભોગવવા માટેનું ભોગાયતનરૂપ સ્ત્રી, પુરુષ અને નપુંસકનું વર્ણન કરીને સ્થવિર ભગવંતો, એ જ કહેવા માંગે છે કે તમારું સ્વરૂપ શુદ્ધ નિરંજન નિરાકાર છે. તમે સ્ત્રી-પુરુષ કે નપુંસક નથી. એકાંત અનંત સુખના ધામનો અનુભવ કરી શકો તેવા આત્મસ્વરૂપી તમે છો, તેનું નિરંતર દશન સ્પશન કરો. અસ્તુ.. બીજી પ્રતિપત્તિ આર્ટગેલેરીનું કથન અહીં પૂર્ણ થાય છે. ત્રિલોક દર્શન પ્રતિપત્તિ ત્રીજીની આર્ટ ગેલેરીનો પહેલો વિભાગ : નરકાધિકાર : આજે ચક્ષુસા દેવીની આંખ ખુલ્લી જ રહી ગઈ, નિદ્રા ન જ આવી. ભોગાયતનને યોગાયતન ન બનાવાય ત્યાં સુધી આ સૃષ્ટિનું સર્જન ચાલ્યા જ કરે છે, તેવો અહેસાસ કર્યો. હવે ત્રીજી પ્રતિપત્તિમાં ચેતના બહેન મને શેનું દર્શન કરાવશે તેવા વિચાર કરતી વિમાનમાં બેસી જલદીથી ચેતના બહેન પાસે પહોંચી. ચેતના બહેને તેમના દેદાર જોઈ લીધા અને કહ્યું કે આજે તારે જે જોવાનું છે તે તો જબરજસ્ત સૃષ્ટિ છે. ભોગાયતનમાં ભોગવેલા પુણ્ય પાપ અને બાંધેલા પુણ્ય પાપ-ફળની સૃષ્ટિનાં અનુભવ, દર્શન અવલોકીને અનંત કર્મની નિર્જરા કરાવે તેવો પુરુષાર્થ ઉપાડવાનો રહેશે. ચાલો, ત્યારે પ્રવેશો ત્રીજી આર્ટ ગેલેરીમાં, ત્યાં દરવાજા ઉપર ચાર ચિત્રો હતા- નારકીનું તિર્યંચનું મનુષ્યનું અને દેવનું.
ચક્ષુસા દેવીએ જોયું પહેલું ચિત્ર નારકીનું હતું. ત્યાં પ્રવેશ્યા એટલે તુર્તજ બાજુમાં એક દરવાજો હતો તે ખુલ્લી ગયો. ચેતનાએ કહ્યું– બહેન ! આ દરવાજામાં પ્રવેશ કરો.
39